રોહિંગ્યા મુસલમાનોના દુશ્મન ગણાતા 'બર્માના બિન લાદેન' કોણ છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મ્યાનમારમાં રાષ્ટ્રવાદી તથા મુસ્લિમવિરોધી ભાષણોને કારણે જેમને જેલ થઈ હતી તે વિવાદાસ્પદ બૌદ્ધ ભિક્ષુ અશીન વિરાથુને સૈન્યસરકારે મુક્ત કર્યા છે.
આ પહેલાં વિરાથુ વિરુદ્ધ પૂર્વ સરકારે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. મ્યાનમારમાં ફેબ્રુઆરીમાં થયેલા સૈન્યબળવા બાદ લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને હઠાવી દેવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, ROMEO GACAD/AFP/GETTY IMAGES
ફાયરબ્રાન્ડ ભિક્ષુ તેમનાં સેનાતરફી નિવેદનો માટે પણ ચર્ચામાં રહે છે.
મુસલમાનો તથા ખાસ કરીને રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ તેમણે આપેલાં નિવેદનો તથા ભાષણોને કારણે તેમને 'બર્માના બિન લાદેન' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફાયરબ્રાન્ડ ભિક્ષુ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વિગત વર્ષો દરમિયાન વિરાથુ સૈન્યસમર્થિત રેલીઓમાં હાજર રહીને રાષ્ટ્રવાદી ભાષણ આપતા હતા. તેમણે મ્યાનમારનાં મહિલા નેતા આંગ સાન સૂ ચી તથા તેમની તત્કાલીન 'નેશનલ લિગ ફૉર ડેમૉક્રસી' સરકારની ટીકા કરી હતી.
વર્ષ 2019માં વિરાથુ ઉપર 'નફરત અને તિરસ્કાર' ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે પછી તેઓ ફરાર હતા, પરંતુ ગત વર્ષે તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું, જોકે હજુ ખટલો શરૂ નહોતો થયો.
સોમવારે સૈન્યસરકારે જાહેરાત કરી હતી કે અશીન વિરાથુ સામેના બધા કેસ પડતા મૂકવામાં આવ્યા છે, પરંતુ આવું શા માટે કરવામાં આવ્યું, તેના માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.
સૈન્યસરકારે જણાવ્યું હતું કે સૈન્યની હૉસ્પિટલમાં વિરાથુની સારવાર ચાલી રહી છે. જોકે, તેમને શું બીમારી થઈ છે, તે કેટલી ગંભીર છે તથા તેમનું સ્વાસ્થ્ય કેવું છે, તે અંગે તત્કાળ સ્પષ્ટતા કરાઈ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે અશીન વિરાથુ?

ઇમેજ સ્રોત, CHRISTOPHE ARCHAMBAULT
2017માં જ્યારે મ્યાનમારના રખાઇન પ્રાંતમાં રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ હિંસા શરૂ થઈ હતી ત્યારે તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.
1968માં જન્મેલા વિરાથુએ માત્ર 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દીધો હતો અને ભિક્ષુનું જીવન સ્વીકાર્યું હતું. વર્ષ 2001માં તેઓ રાષ્ટ્રવાદી અને મુસ્લિમવિરોધી જૂથ '969'માં જોડાઈ ગયા હતા.
મ્યાનમારમાં આ સંગઠનને કટ્ટરવાદી માનવામાં આવે છે, પરંતુ સમર્થકો આ વાતનો ઇન્કાર કરે છે.
વર્ષ 2003માં તેમને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ વર્ષ 2010માં તેમને અન્ય રાજકીય કેદીઓ સાથે મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
2015માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર ખાતે મ્યાનમારનાં પ્રતિનિધિ યાંગી લી વિરુદ્ધ અશોભનિય શબ્દો ઉચ્ચારીને નારાજગી વહોરી લીધી હતી.

પ્રસિદ્ધિના પ્લૅટફૉર્મ પર

ઇમેજ સ્રોત, PHYO MG MG/AFP/GETTY IMAGES
રાહત મળતાં જ વિરાથુએ સોશિયલ મીડિયા પર પોતાના વિચારો ફેલાવવાનું શરૂ કરી દીધું હતું. તેમના વીડિયો ફેસબુક તથા યૂટ્યુબ ઉપર ચર્ચિત રહ્યા હતા.
2012માં રખાઇન પ્રાંતમાં મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચે હિંસા ફાટી નીકળી, તે સમયે વિરાથુએ ઉગ્ર તથા તેજાબી ભાષણો દ્વારા લોકોની નાડ પારખી લીધી.
તેમની અનેક રેલીઓમાં મુસ્લિમોને બીજા દેશમાં મોકલવાની વાત કરવામાં આવી હતી. ભાષણોમાં પણ રોહિંગ્યા મુસ્લિમ તેમના નિશાના પર રહેતા.
અથડામણો માટે તેમણે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા તથા તેમના પ્રજનનદર વિશે વિવાદાસ્પદ દાવા કર્યા હતા. આ સિવાય બૌદ્ધ મહિલાઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરવામાં આવતું હોવાના આરોપ પણ મૂક્યા હતા.
વિરાથુનું ભાષણ ચોક્કસ રીતે શરૂ થતાં હોય છે અને તેઓ જનતાને કહે, "તમે જે કંઈ કરો તે રાષ્ટ્રવાદી રીતે કરો."
આને કારણે તેમની ઓળખ 'બર્માના બિન લાદેન' તરીકેની ઊભી થઈ. જ્યારે તેમને આના વિશે પૂછવામાં આવ્યું તો વિરાથુએ કહ્યું કે તેઓ આ વાતે ઇન્કાર નહીં કરે. અમુક અહેવાલોમાં તેમણે દાવો કર્યો છે કે તેઓ શાંતિ માટે કામ કરે છે.
જુલાઈ-2013માં 'ટાઇમ મૅગેઝિન'એ વિરાથુ ઉપર કવરસ્ટોરી કરી, તેનું શિર્ષક હતું, 'બૌદ્ધ આતંકનો ચહેરો?'
વિરાથુ માંડલેમાં 2500 ભિક્ષુવાળા મઠના વડા છે.
આ પહેલાંની લોકશાહી સરકાર દ્વારા વિરાથુનાં નિવેદનો સામે 'આંખ આડા કાન' કરવામાં આવતા હતા.
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમ સહિત અનેક એવી લોકપ્રિય બાબતો ઉપર વિરાથુ વિચાર વ્યક્ત કરતા હતા અને રાજકીય કારણોસર આવા મુદ્દા પર સરકાર કંઈ પણ બોલવાનું ટાળતી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












