અફઘાનિસ્તાન: સિરાજુદ્દીન કોણ છે અને કેટલું ખતરનાક છે હક્કાની નેટવર્ક?

તલિબાને અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે અને દેશને ઇસ્લામિક અમીરાત જાહેર કર્યો છે.

આ નવી સરકારમાં મોહમ્મદ હસન અખુંદ વડા પ્રધાન રહેશે તો મુલ્લા ગની બરાદર અને મુલ્લા અબ્દુલ સલામ હનફી નાયબ વડા પ્રધાન રહેશે.

જોકે, આ તમામ નામોમાં જે નામ ચર્ચામાં છે એ છે હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીનું. નવી તાલિબાન સરકારમાં સિરાજુદ્દીન ગૃહમંત્રી છે.

કોણ છે સિરાજુદ્દીન હક્કાની

સિરાજુદ્દીન હક્કાનીની એફબીઆઈ પાસે છે એ તસવીર

ઇમેજ સ્રોત, FBI

ઇમેજ કૅપ્શન, સિરાજુદ્દીન હક્કાનીની એફબીઆઈ પાસે છે એ તસવીર

સિરાજુદ્દીન જેના પ્રમુખ છે તે હક્કાની નેટવર્કને તાલિબાનની એક સૈન્ય પાંખ તરીકે જોવામાં આવે છે. ગત વીસ વર્ષોમાં આ સમૂહે અનેક ઘાતક હુમલાઓને અંજામ આપ્યો છે.

2017માં આ સમૂહે એક ટ્રક બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો જેમાં 150થી વધારે લોકો માર્યા ગયા.

તાલિબાની વચગાળાની સરકાર

આ સમૂહનો સંબંધ અલ-કાયદા સાથે પણ નજીકનો ગણાય છે. હક્કાની નેટવર્કને અમેરિકાએ પ્રતિબંધિત જાહેર કરેલું છે.

એફબીઆઈ પાસે હક્કાનીની જે એક પ્રોફાઇલ છે તે અનુસાર તેઓ વૉન્ટેડની યાદીમાં છે.

જાન્યુઆરી 2008માં કાબુલમાં એક હોટલ પર થયેલા હુમલામાં તપાસ સબબ તે આ શ્રેણીમાં છે. એ હુમલામાં છ અમેરિકન નાગરિકો માર્યા ગયા હતા.

અમેરિકા માટે વૉન્ટેડ અપરાધી

ઇમેજ સ્રોત, FBI

ઇમેજ કૅપ્શન, અમેરિકા માટે વૉન્ટેડ અપરાધી

એફબીઆઈ અનુસાર, એવું માનવામાં આવે છે કે હક્કાની નેટવર્કે અમેરિકાની આગેવાની નેટોની સેના પર કરવામાં આવેલા હુમલાઓને અંજામ આપ્યો છે.

આ ઉપરાંત 2008માં અફઘાનિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ પર આત્મઘાતી હુમલાને પણ એમણે જ અંજામ આપ્યો એમ માનવામાં આવે છે.

2 ડિસેમ્બર 2011માં કાબુલમાં અમેરિકાના દૂતાવાસ પાસે નેટોના ઠેકાણાં પર હુમલાનો આરોપ પણ હક્કાની નેટવર્ક પર છે. આ હુમલામાં ચાર પોલીસ સહિત આઠ લોકો મૃત્યુ પામ્યાં હતા.

5 ફૂટ સાત ઇંચના સિરાજુદ્દીન હક્કાની વિશે કહેવામાં આવે છે કે તે પાકિસ્તાનમાં રહ્યા અને તેમનું નેટવર્ક પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે સક્રિય છે.

સિરાજુદ્દીન હક્કાનીની ઉંમર 45 વર્ષ કહેવાય છે અને અમેરિકાએ તેમના માથે 37 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરેલું છે.

મે, 2013માં કાબુલમાં અફઘાનિસ્તાનના ખૂફિયા વિભાગે સંદિગ્ધ હક્કાની નેટવર્કના આત્મઘાતી હુમલાખોરોને ઝડપ્યાં હતા એ વખતની આ તસવીર. આ હુમલાખોરો કાબુલમાં આત્મઘાતી હુમલાને અંજામ આપવાના હતા અને એમની પાસે શસ્ત્રો અને સ્યુસાઇડ જૅકેટ મળી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, DAUD YARDOST/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મે, 2013માં કાબુલમાં અફઘાનિસ્તાનના ખૂફિયા વિભાગે સંદિગ્ધ હક્કાની નેટવર્કના આત્મઘાતી હુમલાખોરોને ઝડપ્યાં હતા એ વખતની આ તસવીર. આ હુમલાખોરો કાબુલમાં આત્મઘાતી હુમલાને અંજામ આપવાના હતા અને એમની પાસે શસ્ત્રો અને સ્યુસાઇડ જૅકેટ મળી આવ્યા હતા.

ગત વર્ષે હક્કાનીએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું કે "ચાર દાયકાથી પણ વધારે સમયથી દરરોજ કિંમતી અફઘાન લોકોનો જીવ જઈ રહ્યો છે, ત્યાં દરેકે પોતાનો સ્વજન ગુમાવ્યો છે. તમામ યુદ્ધથી થાક્યાં છે. મને લાગે છે કે આ હત્યાઓ અટકવી જોઈએ."

line

હક્કાની નેટવર્ક શું છે અને કેટલું ખતરનાક?

જમણે દેખાય છે તે જલાલુદ્દીન હક્કાની છે અને તેમણે 2018માં મૃત્યુ થયું ત્યાં સુધી હક્કાની નેટવર્કની આગેવાની કરી હતી. હાલ તેમનો પુત્ર સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો વડો છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જમણે દેખાય છે તે જલાલુદ્દીન હક્કાની છે અને તેમણે 2018માં મૃત્યુ થયું ત્યાં સુધી હક્કાની નેટવર્કની આગેવાની કરી હતી. હાલ તેમનો પુત્ર સિરાજુદ્દીન હક્કાની નેટવર્કનો વડો છે.

તાલિબાને જે ઝડપથી અફઘાનિસ્તાન કબજે કર્યું છે એમાં હક્કાની નેટવર્કની મહત્ત્વની ભૂમિકા છે. અનેક પ્રાંતોમાં તો તાલિબાન સામે કોઈ પડકાર જ ઊભો ન થયો અને શરણાગતિ સ્વીકારી લેવામાં આવી હતી.

તાલિબાનાનો જે ખોફ છે એની પાછળ પણ હક્કાની નેટવર્કની ભૂમિકા મોટી છે.

2011માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે દબાણ ઊભું કર્યું અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા ત્યારે પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં જમાત-એ-ઇસ્લામીએ જબરદસ્ત વિરોધપ્રદર્શન કર્યું હતું.

ઇમેજ સ્રોત, A Majeed/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, 2011માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે દબાણ ઊભું કર્યું અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા ત્યારે પાકિસ્તાનમાં અમેરિકાના વિરોધમાં જમાત-એ-ઇસ્લામીએ જબરદસ્ત વિરોધપ્રદર્શન કર્યું હતું.

હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં તાલિબાનની એક સૈન્ય પાંખ ગણાવવામાં આવે છે અને હવે નવી તાલિબાન સરકારમાં આ સૈન્ય પાંખની મોટી ભૂમિકા છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર જલાલુદ્દીન હક્કાનીએ આ જૂથની સ્થાપના કરી હતી.

જલાલુદ્દીન હક્કાનીએ સ્થાપેલી આ સૈન્ય પાંખે 1980ના દાયકામાં સોવિયત સંઘ સામેના યુદ્ધમાં મોટી ભૂમિકા ભજવી હતી.

એ વખતે જલાલુદ્દીન હક્કાનીને સીઆઈએ અને પાકિસ્તાન જેવા સહયોગીની મદદ મળી હતી. યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પૂર્ણ થયું એ પછી પણ હક્કાની નેટવર્કનો દબદબો બરકરાર રહ્યો.

1996માં જલાલુદ્દીન હક્કાની તાલિબાનની સાથે જોડાઈ ગયા અને તાલિબાનની જે પહેલી સરકાર બની એમાં મંત્રી તરીકે કામગીરી કરી.

વર્ષ 2018માં તાલિબાને જાહેરાત કરી તે જલાલુદ્દીન હક્કાનીનું લાંબી માંદગી પછી અવસાન થયું છે, એ પછી જલાલુદ્દીનના પુત્ર સિરાજુદ્દીન હક્કાની આ સમૂહના પ્રમુખ બન્યા.

તાલિબાને કાબુલ સર કરી લીધું ત્યારથી જ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને પૂર્વ મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા અબ્દુલ્લા સાથે સિરાજુદ્દીનના નાના ભાઈ અનસ હક્કાનીની વાતચીત ચાલી રહી હતી.

વર્ષ 2019માં અનસ હક્કાનીને અફઘાનિસ્તાન સરકારની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને એ ઘટનાને જ અમેરિકા અને તાલિબાન વચ્ચે સંવાદની શરૂઆત તરીકે ગણવામાં આવે છે.

આ શરૂઆતના પગલાંથી અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પરત ફરશે એ વાત શક્ય બની હતી.

હક્કાની નેટવર્ક પૈસા અને સૈન્ય શક્તિને લઈને એટલું સદ્ધર છે કે તેને તાલિબાનના આંતરિક માળખાંમાં પણ અર્ધ-સ્વાયત્ત માનવામાં આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો