You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્ષ 2021માં વર્લ્ડ ઇકૉનૉમી : કયા દેશ જીતશે, કયા હારશે?
- લેેખક, સ્ટીવ શિફેરેજ
- પદ, અર્થશાસ્ત્રી, લંડન યુનિવર્સિટી
કોરોના વાઇરસે વિશ્વના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ વર્ષ 2020માં વિશ્વના અર્થતંત્રમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.
કરોડો લોકોના કાં તો નોકરી ગઈ છે કે પછી કમાણી ઓછી થઈ ગઈ છે. સરકારો અર્થતંત્રને થઈ રહેલા નુકસાનને રોકવા માટે અબજો ડૉલર લગાવી રહી છે. જોકે, વર્ષ 2021માં આર્થિક રિકવરી હજુ પણ અત્યંત અનિશ્ચિત છે. એક પ્રારંભિક અનુમાન પ્રમાણે, ચીનનું અર્થતંત્ર મજબૂતી સાથે ફરીથી આગળ વધવા લાગ્યું છે.
પરંતુ વિશ્વના ઘણા ધનિક દેશો માટે વર્ષ 2022 સુધી રિકવરી થવામાં કદાચ મુશ્કેલી પડશે. અસમાનતામાં પણ મોટા પાયે વધારો થઈ રહ્યો છે. 651 અમેરિકન અબજપતિની નેટવર્થ 30 ટકા વધીને ચાર લાખ કરડો ડૉલર પર પહોંચી ગઈ છે.
બીજી તરફ, વિકાસશીલ દેશોમાં 225 કરોડ લોકોને અત્યંત ગરીબાઈનો સામનો કરવો પડી શકે છે અને કદાચ વિશ્વની અડધી વર્કફોર્સને પોતાની આજીવિકાનાં સાધન ગુમાવવાં પડ્યાં છે. મહામારીને રોકવાની ઝડપની સંપૂર્ણ દુનિયાનાં અર્થતંત્રોના પ્રદર્શન પર ઘેરી અસર થવાની છે.
કોરોના વાઇરસના નવા સ્ટ્રેન અને વૅક્સિનોની દોડ વચ્ચે ઝડપથી જીત મળવાની કોઈ ગૅરંટી નથી. ભલે ધનિક દેશોએ મોટા ભાગની ઉપલબ્ધ વૅક્સિન હાંસલ કરી લીધી છે, પરંતુ તેમના માટે પણ વર્ષ 2021ના અંત સુધી હર્ડ ઇમ્યુનિટી માટે પર્યાપ્ત લોકો સુધી તેને પહોંચાડવું કદાચ શક્ય નહીં હોય.
વિકાસશીલ દેશોમાં વૅક્સિનની સપ્લાય સામાન્ય રીતે ઓછી જ છે, આવી પરિસ્થિતિમાં આ જગ્યાઓ પર વાઇરસ વધુ ઝડપથી ફેલાય તેવી આશંકા છે.
જીતવાવાળા દેશ
આ મામલામાં મોટા ભાગે જીતનારા દેશોમાં ચીન અને દક્ષિણ કોરિયા હોઈ શકે છે. આ એવા દેશે છે જે કોવિડ-19ને શરૂઆતના તબક્કે જ રોકવામાં સફળ રહ્યા છે. ચીનનું અર્થતંત્ર વર્ષ 2021માં આઠ ટકાની ઝડપથી વધી શકે છે.
આ પ્રમાણે ચીનનો ગ્રોથ રેટ મહામારી અગાઉના વિશ્વના સૌથી સફળ પશ્ચિમી દેશોની સરખામણીએ બેગણો રહી શકે છે. મોટા ભાગે નિકાસ પર ટકેલું ચીનના અર્થતંત્રને પશ્ચિમી દેશોમાં થયેલા લૉકડાઉનનો લાભ થયો છે. મનોરંજન અને ટ્રાવેલ જેવી સર્વિસ માટે ભલે પશ્ચિમી દેશોની માગમાં ઘટાડો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, ઘરના સામાનો અને મેડિકલ સપ્લાય માટે તેની માગમાં વધારો થયો છે. સાથે જ ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટૅરિફ છતાં ચીન મારફતે અમેરિકામાં થતી નિકાસ રેકૉર્ડ સ્તરે પહોંચી છે. આખા એશિયામાં પણ ચીન પોતાનો આર્થિક પ્રભાવ વધારી રહ્યું છે.
પૅસિફિકમાં એક નવા ટ્રેડ ઝોન અને યુરોપથી લઈને આફ્રિકા સુધી પોતાના ટ્રેડ રૂટ્સની આસપાસ ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના બળ પર ચીન પોતાનું પ્રભુત્વ સ્થાપતું રહ્યું છે. સેમીકંડક્ટરો જેવા કંપોનેંટ્સ પર પશ્ચિમી દેશોની સપ્લાઇ ચેન પર નિર્ભરતા ઓછી કરવા માટે ચીન એડવાન્સ ટૅક્નૉલૉજી પર પણ રોકાણ કરી રહ્યું છે.
આવનારાં પાંચ વર્ષમાં ચીન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે અને તે આ મામલે અમેરિકાને પાછળ મૂકી દેશે. તે પહેલાંના અનુમાનની સરખામણીએ બમણી ઝડપે સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
હારનારા દેશ
અમેરિકા, બ્રિટન અને કૉન્ટિનેંટલ યુરોપના ધનવાન દેશો માટે આઉટલુક વધુ સારું નથી દેખાઈ રહ્યું. વર્ષ 2020ની ગરમીની સિઝનમાં નામમાત્રની રિકવરી બાદ આ દેશોનાં અર્થતંત્રોનાં પૈડાં ફરીથી રોકાઈ ગયાં. કોરોનાની બીજી લહેર અને લૉકડાઉન તેનાં કારણો છે.
ઉદાહરણ તરીકે અમેરિકામાં નોકરીઓ અને ગ્રોથ પર મહામારીની ઘેરી અસર રહી છે. તેના કારણે કારોબારી અને કંઝ્યૂમર કૉન્ફિડન્સ નીચે આવી ગયાં. આવતા વર્ષે થોડી રિકવરીની આશા હોવા છતાં 2022માં આ અર્થતંત્રો સામાન્ય સ્થિતિની સરખામણીએ પાંચ ટકા સંકોચાઈ જાય તેવી શક્યતા છે.
જોકે, એ વાતની આશંકા છે કે વર્ષ 2021મા વિકાસશીલ દેશ સૌથી વધુ નુકસાન ઉઠાવશે. આ દેશો પાસે પર્યાપત્ વૅક્સિન ખરીદવા માટેનાં નાણાકીય સંસાધનો પણ નથી અને તેમની પબ્લિક હેલ્થ સિસ્ટમ પણ એવી નથી કે તેઓ મોટી સંખ્યામાં સંક્રમિત લોકોનો ઇલાજ કરી શકે.
સાથે જ આ દેશો ભારે સરકારી સબસિડી પણ નથી આપી શકતા જેનાથી યુરોપ અને અમેરિકાની જેમ મોટા પ્રમાણમાં બેરોજગારીને રોકી શકાય.
પશ્ચિમી દેશોમાં મંદીને કારણે આ વિકાસશીલ દેશોની કાચા માલની માગ ખતમ થવાની અને ધનિક દેશો મારફતે તેમનાં દેવાંમાં કોઈ મદદ ન મળવાની આશંકાને કાણે આ દેશો લૉકડાઉન વધારવાની સ્થિતિમાં પણ નથી.
અહીં સુધી કે બ્રાઝિલ, ભારત અને દક્ષિણ આફ્રિકા જેવા ઝડપથી ગ્રોથ કરી રહેલા દેશો માટે પણ આ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.
ઉદાહરણ તરીકે, દક્ષિણ આફ્રિકા અત્યંત ગરીબ દેશોને મળનારી કોવૅક્સ વૅક્સિન માટે યોગ્ય નથી. પંરતુ તે કૉમર્શિયલ માર્કેટથી કોઈ વૅક્સિન ખરીદવાની સ્થિતમાં પણ નથી. આવું ત્યારે છે જ્યારે તે પશ્ચિમી ફાર્મા કંપનીઓ માટે આ વૅક્સિનો ઘર આંગણે જ બનાવી રહ્યું છે.
ભૂતકાળમાં આ દેશોમાં ઝડપથી વધી રહેલો મધ્યમવર્ગ હતો. હવે લાખો-કરોડોની સંખ્યામાં કામકાજી ગરીબોનો વર્ગ પોતાનાં ગામડાં અને શહેરોના સ્લસ્મમાં પાછો ફરવા માટે મજબૂર થઈ ગયો છે. કારણ કે તેમની પાસે કોઈ કામ નથી. તેનાથી ભારે ગરીબાઈ અને ભૂખ પેદા થઈ રહી છે.
નવું વિભાજન
મહામારીની આર્થિક અસર સમાજ પર અત્યંત અલગ અલગ રીતે દેખાય છે. જેઓ ફુલ-ટાઇમ કામ કરે છે અને જેમના પગાર સારા હોય છે, તેઓ સારી બચત કરવામાં સફળ રહ્યા છે કારણ કે તેમના ખર્ચા પણ ઘટ્યા છે.
અત્યંત ધનિક લોકોને, ખાસ કરીને અમેરિકામાં, મહામારી દરમિયાન શૅરબજારમાં ભારે ઘટાડા બાદ આવેલી તેજીથી મોટા ફાયદા થયા છે. ખાસ કરીને ઍમેઝૉન, નેટફ્લિક્સ અને ઝૂમ સાથે આવું થયું છે અને આ વલણ આગળ પણ જળવાઈ રહેશે તેવી આશંકા છે.
અર્થતંત્ર માટે મોટો સવાલ એ છે કે શું આવતા વર્ષે સુરક્ષિત નોકરીઓ અને મોટો પગાર મેળવનાર લોકો ખર્ચના પોતાના આગામી પૅટર્ન તરફ પાછા ફરશે? કે પછી તેઓ ભવિષ્યની અનિશ્ચિતતાને જોતાં પોતાની સેવિંગ્સ સાચવીને રાખશે.
બીજી તરફ, જે લોકોની નોકરીઓ ગઈ છે કે પછી કારોબાર બંધ થઈ ગયા છે તેમના માટે નોકરી મેળવવું મુશ્કેલીભર્યું બની શકે છે કે પહેલાંની આવકના સ્તર પર આવવામાં મુશ્કેલી થઈ શકે છે. આવું ખાસ કરીને રિટેલ અને હૉસ્પિટાલિટી જેવા ઓછા પગારવાળા સેક્ટરોમાં થઈ શકે છે. તેમજ તેમાં રિકવરીની આશંકા પણ નબળી છે.
આ સમૂહમાં યુવાન લોકો, મહિલાઓ અને વંશીય લઘુમતીમાં આવતા લોકો સમાવિષ્ટ છે. અસમાનતામાં વધારો થઈ શકે છે કારણ કે ધનિક સરકારો પોતાના દ્વારા અપાઈ રહેલી સબસિડી ઘટાડી શકે છે અને કર્મચારીઓ, કૉન્ટ્રેક્ટ વર્કર્સમાં ઘટાડો કરી શકે છે.
બ્રિટનમાં ચાન્સેલર ઋષિ સુનકે પોતાના નવેમ્બર સ્પેન્ડિંગ રિવ્યૂમાં આ ઇરાદાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. અમેરિકામાં વધુ મદદ પર ખર્ચ માટે પેદા થયેલી રાજકીય રસાકસી અંતિમ તબક્કે પહોંચીને ખતમ થઈ શકી અને રિપબ્લિકન હવે કોશિશ કરી શકે છે કે બાઇડન પ્રશાસન આ ખર્ચ ઓછામાં ઓછો કરે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન વખતે ભારે ખર્ચ કરવામાં આવ્યા હતા.
યુરોપમાં હાલમાં જ એક અભૂતપૂર્વ કરાર પર સંમતિ થઈ છે જેથી યુરોપિયન યુનિયનની ફંડિંગવાળી મદદને મહામારીથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત સભ્ય દેશોને પૂરી પાડી શકાય. પરંતુ આ પૅકેજ અને અને તે કયા દેશોને અપાવવો જોઈએ, તેને લઈને હજુ તણાવ હજુ જળવાઈ રહેવાની આશંકા છે.
એકબીજા સાથે સહયોગ આ મહામારી બાદના વખતમાં સૌથી રીત હોઈ શકે છે. પરંતુ મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય સહયોગ કમજોર પડી રહ્યો છે અને આર્થિક તણાવે પણ ફ્રી ટ્રેડ માટે વૈશ્વિક પ્રતિબંધોને નકાર્યા છે.
સંપત્તિના ફેરવિતરણ અને વધુ ટૅક્સ દ્વરા થનારી કમાણીથી પશ્ચિમી દેશોમાં સરકાર પાસે વધુ સંસાધનો આવી શકે છે જેથી મહામારીના પીડિતોને મદદ કરી શકાય. પરતું હાલની મંદીના સમયમાં તે રાજકીય રીતે મુશ્કેલ હશે.
ભૂતકાળની મહામારીઓનું પરિણામ સામાજિક ઉથલપાથલની જેમ જોવામાં આવ્યું છે. કદાચ આ વખત આપણને કોવિડ-19ના કારણે પેદા થયેલી અસમાનતાનું સમાધાન મેળવવાની સમજ મેળવવામાં અને એક બહેતર વિશ્વ બનાવવામાં મદદ મળશે.
(સ્ટીવ શિફેરેજ, યુનિવર્સિટી ઑફ લંડનના સિટી પૉલિટિકલ ઇકૉનૉમી રિસર્ચ સેન્ટરમાં ઑનરરી રિસર્ચ ફેલો છે.)
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો