રશિયામાં કેદ 'જાસૂસ'ની કહાણી : 'સુરક્ષાકર્મીઓ મને રાત્રે સૂવા દેતા નથી'

પૉલ વીલન કહે છે કે તેઓ નિદોર્ષ છે અને રશિયાની ગંદી રાજનીતિ અને નકલી ટ્રાયલનો શિકાર થયા છે

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સારાહ રેન્સફોર્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ, મોસ્કો

અમેરિકન જાસૂસ હોવાના ગુના હેઠળ જેલમાં પુરાયેલા પૉલ વીલને ક્રિસમસ રશિયાના લેબર કૅમ્પમાં જ ગાળી, કારણ કે તેમની મુક્તિ અંગે ચાલતી વાતચીત અટકી ગઈ છે.

ધરપકડ બાદ આપેલા પ્રથમ વિસ્તૃત ઇન્ટરવ્યૂમાં વીલને જણાવ્યું કે જેલમાં હત્યારાઓ અને ચોરોની વચ્ચે તેમનું જીવન વિકટ સ્થિતિમાં છે. તેમણે ચારેય સરકારોને તેમની મુક્તિ માટે વધુ પગલાં લેવાની વાત કરી હતી.

ભૂતકાળમાં અમેરિકન નૌકાદળના સૈનિક રહેલા પોલે હંમેશાં દાવો કર્યો છે કે તેઓ નિર્દોષ છે. તેમનું કહેવું છે કે તેઓ રશિયાની ગંદી રાજનીતિ અને બનાવટી કેસનો શિકાર બન્યા છે.

પૉલ એક હાઈ-પ્રોફાઇલ કેદી છે. પારિવારિક સંબંધોના કારણે તેમની પાસે બ્રિટન, કૅનેડા અને આયર્લૅન્ડના પાસપૉર્ટ છે.

હવે તેઓ પોતાની મુક્તિ માટે કેદીઓની અદલાબદલી પર નિર્ભર છે, જોકે આ પણ છ મહિના પહેલાંની વાત છે.

line

'રાતે દર બે કલાકે ઉઠાડવામાં આવે છે'

ઇન્ટરવ્યૂમાં વીલને જણાવ્યું કે જેલમાં હત્યારાઓ અને ચોરોની વચ્ચે તેમનું જીવન વિકટ સ્થિતિમાં છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ઇન્ટરવ્યૂમાં વીલને જણાવ્યું કે જેલમાં હત્યારાઓ અને ચોરોની વચ્ચે તેમનું જીવન વિકટ સ્થિતિમાં છે

મોસ્કોથી 8 કલાકના અંતરે આવેલી એક હાઈ-સિક્યૉરિટી જેલ આઈકે-17માં પુરાયેલા વીલન જણાવે છે, "હું દરરોજ સવારે ઊઠું છું અને શક્ય એટલો હકારાત્મક રહેવાની કોશિશ કરું છું."

પરંતુ આ કૅમ્પના એક ભાગમાં કોવિડ ફેલાયો હોવાની શંકાથી તેમને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

જેલમાં સુરક્ષાકર્મીઓ વીલનને દર બે કલાકે ઉઠાડે છે અને તેમના ધાબડા ફાડી નાખે છે, તેમની તસવીર ખેંચે છે. તેઓ એ જોવા માટે આવે છે કે તેમણે જેલમાંથી ભાગવાનો પ્રયાસ તો નથી કર્યો ને.

તેમનું કહેવું છે કે તેઓ એક-એક દિવસ ગણીને ચાલે છે અને હજુ 16 વર્ષની સખત કારાવાસની સજા પર ધ્યાન નથી આપી રહ્યા.

અમે અગાઉ પણ વાતો કરી છે. કેદની સુનાવણી દરમિયાન જેલના સળિયાની આરપારથી, સુરક્ષા કર્મચારીઓ તેમને તરત બંધ કરી દેતા હતા.

પરંતુ દોષિત સાબિત થયા બાદ વીલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે મને જેલમાંથી ફોન કર્યો હતો. તેમની વાત વિશ્વાસઘાતની એક કહાણી છે.

વીલનની મોસ્કોની મેટ્રોપોલ હોટલથી ધરપકડ કરાઈ હતી
ઇમેજ કૅપ્શન, વીલનની મોસ્કોની મેટ્રોપોલ હોટલથી ધરપકડ કરાઈ હતી

વીલનને બે વર્ષ અગાઉ મોસ્કોની એક હોટલમાંથી પકડવામાં આવ્યા હતા. તેઓ તે દિવસને યાદ કરતાં કહે છે, "હું તૈયાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક શખ્સ અંદર આવ્યો."

આ 'શખ્સ' તેમણે રશિયામાં બનાવેલા કેટલાક મિત્રોમાંથી જ એક હતો. 2006માં તેઓ પહેલી વાર રશિયા આવ્યા હતા.

તેઓ આ શખ્સના પરિવારને ઓળખતા હતા. તેમના ઘરે પણ રોકાયા હતા અને પોતાના પરિવારથી પણ પરિચય કરાવ્યો હતો.

વીલન જણાવે છે કે આ મિત્ર તેમને પર્યટનસ્થળો પર લઈ જતા હતા. એક વિદેશીની સાથે ઘૂમીને તેઓ ખુશ જણાતા હતા.

પરંતુ હકીકતમાં આ મિત્ર રશિયાની ફેડરલ સિક્યૉરિટી સર્વિસ એફએસબી માટે કામ કરતા હતા. તે દિવસે તેઓ હોટલમાં આવ્યા તેની થોડી મિનિટ પછી જ તેમના સાથીઓએ વીલનને પકડી લીધા હતા.

વીલને મને એક કૉલ દરમિયાન જણાવ્યું, "તેમણે મને પકડીને જમીન પર સૂવડાવી દીધો. શરૂઆતમાં તો મને લાગ્યું કે આ કોઈ મજાક અથવા ટ્રિક છે. પરંતુ થોડી જ વારમાં તે સત્ય સાબિત થયું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વીલનનું કહેવું છે કે તેમની વિરુદ્ધ આખેઆખો બનાવટી કેસ આ મિત્રની જુબાની પર આધારિત છે.

"વાત એવી છે કે અમેરિકન જાસૂસી એજન્સી ડીઆઈએએ મને મોસ્કો એક ફ્લેશ ડ્રાઇવ લેવા માટે મોકલ્યો હતો, જેમાં બૉર્ડર ગાર્ડ સ્કૂલના વિદ્યાર્થીઓના નામ અને ફોટો છે."

વીલન કહે છે કે ઇન્ટરનેટના યુગમાં આવા ઓછી ટેકનિકવાળા મિશન સાવ અતાર્કિક લાગે છે.

તેમણે આ ગુપ્ત ડેટા માટે લગભગ ચાર મહિના પહેલાં પૈસા પણ ટ્રાન્સફર કર્યા. જોકે વીલનનું કહેવું છે કે આ નાણાં તેમણે પોતાના મિત્રને ઉછીના આપ્યાં હતાં, જેથી તેઓ પોતાનાં પત્ની માટે નવો ફોન ખરીદી શકે.

તેમણે કહ્યું, "એફએસબીએ એક વાત ઉપજાવી કાઢી છે, જેનો કોઈ અર્થ નથી નીકળતો. તેમણે આ અંગે કોઈ નક્કર પુરાવા પણ નથી આપ્યા."

"આ કોઈ મજાક જેવું હતું. આવું સોવિયેત યુગમાં સાંભળવા મળતું હતું, જ્યારે લોકોને ગમે ત્યારે ઉઠાવી જવાતા અને ગોળી મારી દેવાતી હતી. આ તેના જેવું જ છે."

line

કેદીઓની અદલાબદલી?

વીલનનો પરિવાર
ઇમેજ કૅપ્શન, વીલનનો પરિવાર

વીલનની વાતની ચકાસણી કરવી શક્ય નથી, કારણ કે જાસૂસીના મામલામાં અહીં વકીલોએ પણ નૉન-ડિસ્ક્લોઝર કરાર પર સહી કરવી પડે છે. એટલે કે કોઈ વ્યક્તિ માહિતી આપી શકતી નથી. કોર્ટની કાર્યવાહી પણ બંધ દરવાજાની પાછળ ગુપ્ત રીતે થાય છે.

પરંતુ વીલનનો ભરોસો અપાવવામાં આવ્યો કે રશિયા કેટલીક વ્યક્તિઓને છોડાવવાના બદલામાં તેમનો ઉપયોગ કરવા માગે છે.

તેમણે જણાવ્યું કે બે વ્યક્તિનાં નામ હંમેશાં લેવામાં આવતા હતા - હથિયારવિક્રેતા વિક્ટર બ્રાઉટ અને કૉન્સ્ટેન્ટીન યારોશેન્કો, જેમને ડ્રગ્સની હેરાફેરી બદલ સજા થઈ છે. આ બંને રશિયનો અત્યારે અમેરિકાની જેલમાં છે.

પરંતુ જાસૂસીના આરોપોનો ઇન્કાર કરતી વ્યક્તિના બદલામાં આ બંનેને છોડવા માગણી કરવી એ વધારે પડતું છે.

line

અમેરિકન સરકારના પ્રયાસો

અમેરિકન રાજદૂત જૉન સલીવને આ જાસૂસીના કેસનો ખોટો ગણઆવો છે.
ઇમેજ કૅપ્શન, અમેરિકન રાજદૂત જૉન સલીવને આ જાસૂસીના કેસનો ખોટો ગણઆવો છે.

મોસ્કોમાં અમેરિકાના રાજદૂતનું કહેવું છે કે આમ છતાં અમેરિકન સરકાર રશિયાની સરકારના વરિષ્ઠ સભ્યો સાથે વાતચીત કરી રહી છે. જોકે તેમણે આ વિશે સ્પષ્ટ રીતે કંઈ જણાવ્યું ન હતું.

ગયા અઠવાડિયે અમેરિકન રાજદૂત જોન સુલિવને મને જણાવ્યું હતું, "હું માત્ર પોલને ત્યાંથી બહાર કાઢીને તેમને ભેટવા માગું છું. હું તેમને મિશિગન તેમના ઘરે મોકલવા માગું છું. તેનાથી વિશેષ કંઈ નહીં."

અમેરિકન રાજદૂતે પહેલાંથી જ આ જાસૂસીના કેસને માનવાનો ઇન્કાર કર્યો છે. તેઓ જેલ કૅમ્પમાં વીલનને મળવા પણ ગયા હતા.

વીલન પહેલાં ઇમેરિકન પોલીસ ઑફિસર પણ રહી ચૂક્યા છે.

રાજદૂત સુલિવને જણાવ્યું, "ટ્રમ્પ સરકારના બચેલા કાર્યકાળમાં મારા માટે પલ માટે લડવું એ સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતી ચીજ છે. અમે તેમની મુક્તિ માટે દરેક સંભવ પગલાં લેવાના છીએ."

"અમે હજુ એ શરતો સુધી નથી પહોંચ્યા, જેના પર કોઈ અમેરિકન સરકાર રાજી થઈ શકે."

વીલનનાં મોટાં બહેને જણાવ્યું, "હું મારા ભાઈને ખૂબ પ્રેમ કરું છું. પરંતુ તમે ખરાબ લોકોની સાથે આવા કોઈ ટૂરિસ્ટની અદલાબદલી ન કરી શકો. આ ખોટું છે. લોકોને અદલાબદલીનો વિચાર બહુ ગમે છે."

વીલનનાં બહેન

ઇમેજ સ્રોત, ELIZABETH WHELAN

ઍલિઝાબેથ વીલન કહે છે કે નેતાઓએ આ મામલે થોડો વધુ વિચાર કરવાની જરૂર છે અને 20 જાન્યુઆરીએ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડે તે પહેલાં કંઈક કરવું જોઈએ.

જો બાઇડને રશિયા અંગે સખત વલણ અપનાવવાની વાત કરી છે. આવી સ્થિતિમાં ઍલિઝાબેથ કહે છે કે, "અમારે આશા રાખવી જોઈએ કે રશિયાની સરકારને સમજાઈ જાય કે તેમની પાસે હજુ એક તક છે કે તેઓ કંઈક પ્રાપ્ત કરી શકે છે."

તેઓ પોતાના તરફથી પણ કોશિશ કરી રહ્યા છે. તેમણે રશિયાના વિદેશમંત્રાલયમાં #freepaulwhelanના હૅશટેગ સાથે ફ્લેશ ડ્રાઇવ પોસ્ટ કરી. પરંતુ તે પરત આવી ગયા.

એક સમયે સુરક્ષા સલાહકાર તરીકે કામ કરનાર પોલ વીલન હવે જેલમાં કેદીઓના યુનિફોર્મ સીવે છે. તેમના નસીબનો નિર્ણય હવે મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચે અદ્ધરતાલ છે.

તેમના માટે કંઈ પણ આસાન નથી બની રહ્યું.

વીલન મને ફોન પર જણાવે છે, "હું ધીરજ રાખીને રાહ જોઈ રહ્યો છું. હું જાણું છું કે સમુદ્રના તટ પર હું એકલો પથ્થર નથી. પરંતુ હું અહીં વધુ દિવસો સુધી રહેવા નથી માગતો."

"તેમણે એક ટૂરિસ્ટનું અપહરણ કર્યું છે. હું મારા ઘરે પાછો જવા માગું છું. મારા પરિવારને મળવા માગું છું. મારું પોતાનું જીવન જીવવા માગું છું."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો