You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs AUS Test Match : વિરાટ કોહલીએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ ટેસ્ટ મૅચની ટીમ જાહેર કરી, કોણ-કોણ રમશે?
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ગુરુવારથી એડિલેડમાં થનારી પ્રથમ ટેસ્ટ મૅચ માટે ભારતીય ટીમના 11 ખેલાડીઓની જાહેરાત થઈ ચૂકી છે.
ગુલાબી બૉલથી થનાર આ ડે-નાઇટ ટેસ્ટ મૅચની કપ્તાની વિરાટ કોહલી કરશે. આ ટેસ્ટ મૅચ બાદ તેઓ ભારત પાછા ફરશે કારણ કે તેઓ પિતા બનવાના છે.
BCCIએ બુધવારે ટ્વીટ કરીને ટીમના 11 ખેલાડીઓનાં નામની જાહેરાત કરી હતી.
ટીમમાં આર. અશ્વિન, ઋદ્ધિમાન સાહા અને પૃથ્વી શૉને જગ્યા અપાઈ છે જ્યારે શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલ બહાર બેસશે. એવી સંભાવના છે કે પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ ઑપનિંગ જોડી તરીકે મેદાનમાં ઊતરશે.
આ ટીમમાં ત્રણ ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહને જગ્યા આપવામાં આવી છે જ્યારે આર. અશ્વિનને એકમાત્ર સ્પિનર તરીકે જગ્યા મળી છે.
વિકેટકીપર તરીકે ઋષભ પંતની જગ્યાએ ઋદ્ધિમાન સાહાને રાખવામાં આવ્યા છે.
ગિલ અને પંતે જોવી પડશે રાહ
પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ ઑપનિંગ કરશે જ્યારે ચેતેશ્વર પુજારા, કપ્તાન વિરાટ કોહલી અને ઉપકપ્તાન અજિંક્ય રહાણે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે બૅટિંગ કરવા માટે ઊતરી શકે છે. આ સ્થાને તેઓ પહેલાં પણ બૅટિંગ કરી ચૂક્યા છે.
તેમજ છઠ્ઠા બૅટ્સમૅન તરીકે ટીમમાં હનુમા વિહારી પણ રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુભમન ગિલે હજુ પોતાની પ્રથમ ટેસ્ટ મૅચ રમવા માટે રાહ જોવી પડશે. જોકે, તેમણે ગુલાબી બૉલથી રમાયેલી વૉર્મ અપ મૅચમાં અડધી સદી ફટકારી હતી.
તેમજ ઋષભ પંતે સિડનીમાં રમાયેલી વૉર્મ અપ મૅચમાં અણનમ 103 રન બનાવ્યા હતા.
17 ડિસેમ્બરથી શરૂ થનારી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ચાર ટેસ્ટ મૅચ રમાશે. બીજી ટેસ્ટ મૅચ 26 ડિસેમ્બર, ત્રીજી 7 જાન્યુઆરી અને ચોથી 15 જાન્યુઆરીના રોજ રમાશે.
ભારતીય ટીમ : મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, વિરાટ કોહલી (કપ્તાન), ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (ઉપકપ્તાન), હનુમા વિહારી, ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો