ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વૅક્સિન 70% અસરકારક

ઑક્સફર્ડની વૅક્સિન

ઇમેજ સ્રોત, OXFORD UNIVERSITY/JOHN CAIRNS

ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોનાની રસીના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ રસી 70 ટકા લોકોમાં કોરોનાના લક્ષણને રોકી શકે છે.

ભારતમાં ઑક્સફર્ડની રસીનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આની પહેલાં ફાઇઝર અને મૉડર્ના દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસીના 95 ટકા અસરકારક રહેવાના સમાચાર આવ્યા હતા.

જેને જોતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના રસીના 70 ટકા અસરકારક રહેવાના સમાચારમાં જીત અને હતાશા બંનેનો સમાવેશ થાય છે.

જોકે ઑક્સફર્ડની રસીનો જૅબ સસ્તો છે, તેનો સંગ્રહ કરવાની રીત પણ સહેલી છે એટલે ફાઇઝર અને મૉડર્નાની રસી કરતાં ઑક્સફર્ડની રસીને દુનિયાના ખૂણેખૂણે પહોંચાડવું સરળ રહેશે.

એટલે કોરોના મહામારી સામેની લડતમાં ઑક્સફર્ડની કોરોના રસીની ભૂમિકા મહત્ત્વની બની રહેશે પણ શરત એ છે કે નિયામકોની મંજૂરી મળવી જોઈએ.

સાધારણ રીતે રસીના પરીક્ષણની જે પ્રક્રિયા એક દાયકા સુધી ચાલે તેને ઑક્સફર્ડના સંશોધકોએ આશરે દસ મહિનામાં પૂરી કરી છે.

યૂકેની સરકારે ઑક્સફર્ડની રસીના 100 મિલિયન એટલે કે 10 કરોડ ડોઝનો ઑર્ડર પણ આપી દીધો છે જે પાંચ કરોડ લોકોના રસીકરણ માટે પૂરતું હશે.

line

પરીક્ષણમાં શું સામે આવ્યું?

કોરોનાની રસી

ઇમેજ સ્રોત, Getty Images

પરીક્ષણમાં 20 હજારથી વધારે સ્વયંસવેકોએ ભાગ લીધો હતો જેમાંથી 50 ટકા યૂકે અને 50 ટકા બ્રાઝિલના હતા.

રસીના બે ડોઝ જે લોકોને આપવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 30 લોકોને કોવિડ સંક્રમણ થયું હતું અને ડમી ઇન્જેક્ષન જેમને આપવામાં આવ્યું હતું તેમાંથી 101 લોકોને સંક્રમણ થયું હતું.

સંશોધકોનું કહેવું છે કે આના આધારે કહી શકાય કે રસી 70 ટકા અસરકારક છે.

શરૂઆતમાં જે સ્વયંસેવકોને અડધો ડોઝ આપવામાં આવ્યો હતો તેમાં અરસકારકતા 90 ટકા જેટલી હતી. આ અંતર કેમ આવ્યું તે વિશે હજી સ્પષ્ટતા નથી.

કોરોના વાઇરસ સરળતાથી ચેપ ફેલાવી શકે છે અને વિશ્વની મોટા ભાગની વસતી પર તેનું જોખમ તોળાઈ રહ્યું છે. રસી માનવશરીરની રોગપ્રતિકારશક્તિને કોરોના વાઇરસથી લડવા સક્ષમ કરશે.

રસી આવી ગયા બાદ લૉકડાઉનની જરૂર નહીં રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગને હળવું કરી શકાશે.

line

રસી કેવી રીતે બને છે અને કેમ વાર લાગી શકે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

માનવશરીરનાં લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.

શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.

બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.

દાયકાઓથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે, તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.

અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.

તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.

જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે.

નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે.

રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે.

આ વાઇરસ પર સંશોધન કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેમણે તેની દવા શોધી લીધી છે અને પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. જો વધુ સમુંસૂતરું પાર પડ્યું તો આ વર્ષે જ માણસોમાં પણ તેનું પરીક્ષણ શરૂ થઈ શકે છે.

જો વૈજ્ઞાનિકો એ વાતથી ખુશ હોય કે કોરોના વાઇરસની દવા મળી ગઈ છે, તેમ છતાં મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ થવામાં ઘણો સમય લાગશે.

મતલબ કે હકીકતમાં એવું કહી ન શકાય કે આગામી વર્ષથી અગાઉ આ દવા બજારમાં મળવા લાગશે.

માનવામાં આવે છે કે જો કોરોના વાઇરસની રસી બની તો મોટી ઉંમરના લોકોને તે ઓછી અસર કરશે. પરંતુ તેનું કારણ રસી નહીં પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા છે, કેમ કે મોટી ઉંમર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો