‘મારી પત્નીમાં ખામી નથી, મારામાં છે અને હું સારવાર કરાવી રહ્યો છું’

- લેેખક, અઝિજુલ્લાહ ખાન
- પદ, પેશાવારથી, બીબીસી માટે
"મારી પત્નીમાં કોઈ ખામી નથી, ડૉક્ટરોએ તપાસ કરી તો બહાર આવ્યું કે મારામાં ખામી છે. મને ઇઝોસ્પર્મિયા (Azoospermia) નામની બીમારી છે."
બે વર્ષ પહેલાં અતાઉલ્લાહ (બદલાવેલું નામ)નાં લગ્ન થયાં હતાં, પરતું તેમનાં પત્નીને ગર્ભ રહેતો નહોતો.
બે વર્ષ સુધી તેમણે પત્નીની સારવાર કરાવી કારણ કે તેઓ એક સામાન્ય ચેપથી પીડાતાં હતાં પરતું એવી કોઈ સમસ્યા નહોતી, જેના કારણે તેઓ માતા ન બની શકે.
ડૉક્ટરોના સૂચન પર અતાઉલ્લાહે પોતાનું પરીક્ષણ કરાવ્યું અને રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમને ઇઝોસ્પર્મિયા (Azoospermia) નામની બીમારી છે.
ઇઝોસ્પર્મિયા તે મેડિકલ સ્થિતિ છે, જેમાં સિમેનમાં સ્પર્મનો અભાવ જોવા મળે છે અને સારવાર કરાવ્યા વગર પિતા બનવું શક્ય નથી.
અતાઉલ્લાહ પાકિસ્તાનના કબાઈલી (આદિવાસી) વિસ્તારમાં રહે છે.

રિવાજોની વિરુદ્ધ

અતાઉલ્લાહ જણાવે છે કે જ્યારે મેડીકલ રિપોર્ટમાં બીમારી વિશે ખબર પડી ત્યારે કબાઈલી રિવાજોની વિરુદ્ધ જઈને તેમણે પોતાનાં પત્નીને સ્પષ્ટ કહી દીધું કે તેમનામાં ખામી છે અને તેઓ સારવાર કરાવી રહ્યા છે.
પેશાવરમાં આવેલી એક આરોગ્યસંસ્થાના વંધ્યત્વવિભાગમાં અતાઉલ્લાહ પોતાની સારવાર કરાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "મને લિંગની બીજી કોઈ બીમારી નથી અને માત્ર સ્પર્મ ઓછું છે. સારવાર કરાવવા બદલ હું કોઈ ખચકાટ અનુભવતો નથી અને મેં આને અહમનો મુદ્દો બનાવ્યો નથી. જો કોઈ તકલીફ છે તો સારવાર થકી ઉકેલ મેળવી શકાય છે."
પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ દીવાલો પર પુરુષોની નબળાઈ અને વંધ્યત્વના ઉપચાર વિશેની જાહેરાતો જોવા મળે છે.
બીજી બીમારીઓ વિશે દીવાલો પર આવી કોઈ જાહેરાત કેમ જોવા નથી મળતી?
આરોગ્યનિષ્ણાતોનું કહેવું છે કે આની પાછળનું મૂળ કારણ એ છે કે સરકારી હૉસ્પિટલોમાં આવી બીમારીની સારવાર કરવામાં આવતી નથી અને સસ્તી સારવારની વાતો કરીને બની બેઠેલા ડૉક્ટરો અને હકીમો ઓછું ભણેલા લોકોને છેતરે છે.

સામાજિક સમસ્યા

આ ઉપરાંત પાકિસ્તાનમાં પિતા બનવામાં અસમર્થ પુરુષોની સારવારને એક સામાજિક સમસ્યા તરીકે જોવામાં આવે છે અને ઘણી વાર પુરુષો સારવાર કરાવવામાં શરમ અનુભવે છે કે એને પોતાના અહંકાર સાથે જોડી દે છે.
બીબીસીએ જ્યારે આરોગ્યનિષ્ણાતો સાથે વાત કરી હતી, ત્યારે બધાનું કહેવું હતું કે પુરુષો વર્ષો સુધી પત્નીની સારવાર કરાવે છે પરંતુ પોતાનું એક પરીક્ષણ પણ કરાવતા નથી.
પાકિસ્તાનમાં પ્રથમ વખત પેશાવરના હયાતાબાદ મેડિકલ કૉમ્પ્લેક્સમાં વંધ્યત્વ અને લિંગ આધારીત રોગો માટે એક અલાયદો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે અને નિષ્ણાત ડૉકટરોની નિમણૂક કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં આવા નિષ્ણાતોની અછત છે.
આ વિભાગમાં કામ કરતાં ડૉક્ટર મીર આબિદ જાને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે વંધ્યત્વ અને લિંગ આધારીત રોગો સામાન્ય રીતે યુરૉલૉજી સાથે સંબંધ ધરાવે છે અને આ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે. આ સમયે પાકિસ્તાનમાં આવા ડૉક્ટરોની અછત છે.
તેઓ વધુમાં જણાવે છે કે ખાનગી સ્તરે કેટલીક હૉસ્પિટલો છે જે આ પ્રકારની સારવાર પૂરી પાડે છે, પરંતુ આ પહેલી વખત છે કે પેશાવરની સરકારી હૉસ્પિટલમાં આવી સારવાર આપવામાં આવી રહી છે.

વંધ્યત્વ અહંકારની બાબત કેમ બની જાય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉક્ટર મીર આબીદ કહે છે કે વંધ્યત્વની સમસ્યાથી પીડાતા જેટલા પણ પુરુષ દર્દીઓ તેમની પાસે આવે છે, તેમાંથી 90 ટકા દર્દીઓ એવા છે કે જેઓ વર્ષોથી પત્નીની સારવાર કરાવવાનો આગ્રહ રાખી રહ્યા છે.
તેમણે કહ્યું કે એવા પણ કેટલાક દર્દીઓ આવ્યા હતા, જેમણે પોતાની ખામી જાણ્યા વગર પિતા બનવાની ઇચ્છાને વશ થઈને બે-બે અને ત્રણ-ત્રણ લગ્ન કર્યાં છે.

જાતીય બીમારી અને વંધ્યત્વ કેટલી મોટી સમસ્યા છે?

ઇમેજ સ્રોત, NATALIIA NESTERENKO/GETTY IMAGES
નિષ્ણાતો કહે છે કે વિશ્વભરમાં અંદાજિત 15 ટકા યુગલો સંતાન પેદા કરવામાં અસમર્થ હોય છે અને વંધ્યત્વથી પીડાતાં હોય છે પરંતુ પાકિસ્તાનમાં આ સંખ્યા વધારે છે.
ડૉક્ટર આબિદ કહે છે કે લિંગની બીમારી પાછળ ઘણાં કારણો છે, જેમાં માનસિક સ્થિતિ પણ સામેલ છે.
તેઓ વધુમાં જણાવે છે, "યુવાનોને પણ આ બીમારી થઈ શકે છે અને 40 વર્ષથી વધુ ઉંમરના 50 ટકાથી વધુ લોકો વિવિધ પ્રકારના જાતીય બીમારી પીડાઈ રહ્યા છે અને કોઈ પણ કારણોસર શારીરિક સંબંધ બાંધી શકતા નથી."
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આ સમસ્યા વધુ ગંભીર છે કારણ કે અહીં જાતીય શિક્ષણ આપવામાં આવતું નથી અને અહીં સારવાર માટેની કોઈ સુવિધા નથી.
ડૉક્ટર આબિદ કહે છે કે પાકિસ્તાનમાં કામોત્તેજક દવાઓ પર પ્રતિબંધ છે કારણ કે સરકારનું માનવું છે કે આ દવાઓનો ખોટા હેતુ માટે ઉપયોગ થઈ શકે છે અને બીજી વાત એ છે કે સમાજ આવી દવાઓને સારી નજરે જોતો નથી.
પરંતુ સમસ્યાનો અહીં જ ઉકેલ મળતો નથી.
તેઓ કહે છે, "પ્રૉફેશનલ ડૉકટરોની સલાહ પર આ દવાઓ દર્દીઓને આપી શકાય છે. જ્યાં સુધી દુરુપયોગની વાત છે તો પાકિસ્તાનમાં એવી ઘણી દવાઓ છે જેનો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ આવી દવાઓને ખરીદતા અને વેચાતા અટકાવવા અને નિયમિત કરવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

વંધ્યત્વથી પીડાતા પુરુષો સારવાર માટે આવે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મોટા ભાગના પુરુષો બાળકો પેદા કરવાની પોતાની અસમર્થતાની સારવાર કરાવવા માટે તૈયાર નથી.
ડૉક્ટર આબિદનું કહેવું છે કે 90 ટકા પુરુષો એવા છે કે જેઓ વર્ષોથી પત્નીનું પરીક્ષણ કરાવે છે, પરંતુ ક્યારેય વિચારતા નથી કે પોતાનું પણ પરીક્ષણ કરાવવું જોઈએ.
તેઓ કહે છે, "હવે પરિસ્થિતિમાં ફેર આવી રહ્યો છે કારણ કે ઘણા યુવકો લગ્ન પહેલાં ટેસ્ટ કરાવવા માટે આગળ આવી રહ્યા છે. તેમની ઇચ્છા છે કે લગ્ન પહેલાં તમામ ટેસ્ટ કરવામાં આવે, જેથી લગ્ન બાદ કોઈ સમસ્યા ન આવે."
તેઓ વધુમાં જણાવે છે, "હવે એવા પરિવારો પણ સામે આવી રહ્યા છે, જ્યાં પરિવાર જાતે કહે છે કે લગ્ન પહેલાં છોકરા અને છોકરીના ટેસ્ટ કરવામાં આવે, જેથી જો કોઈ સમસ્યા હોય તો પહેલાંથી ખબર પડી જાય અને લગ્ન બાદ કોઈ સમસ્યા ન આવે."
ડૉક્ટર આબીદ કહે છે કે જે પુરુષો પોતાનું પરીક્ષણ કરાવવા તૈયાર નથી થતા, તેમનાં પત્નીને કહેવામાં આવે છે કે તેઓ પતિને પરીક્ષણ માટે તૈયાર કરે.
તેઓ જણાવે છે કે બીજા વિકસિત દેશોમાં કપલ થૅરપિસ્ટ હોય છે જે યુવક અને યુવતીને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. આ રોગ અને તેની સારવાર વિશેની તમામ માહિતી આપે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












