માઇક પોમ્પિયો: ઇસ્લામોફોબિયાથી ભારતીય અમેરિકનો સાથેના વિવાદ સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Lisa Maree Williams/Getty Images
અમેરિકાની ચૂંટણીના ઠીક અઠવાડિયા પહેલાં, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે ઉચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા સહયોગીઓ ચીનની વધી રહેલી વૈશ્વિક તાકાત અને બીજા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક એસ્પર મંગળવારે રણનીતિક અને સુરક્ષા અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે.
સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર માઇક પોમ્પિયો અને એસ્પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે મુલાકાત કરશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે મુલાકાતનું કારણ આપતા કહ્યું હતું કે અમે વિસ્તારના દેશોની સાથે સુરક્ષા, સહયોગ અને નિર્માણ ક્ષમતા સમન્વયથી હિંદ મહાસાગર વિસ્તારની સમુદ્રી સુરક્ષાને વધારવા કામ કરી રહ્યા છીએ.

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો કોણ છે?

ઇમેજ સ્રોત, TWITTER/DR.S.JAISHANKAR
વ્હાઇટ હાઉસની વેબસાઇટ અનુસાર પ્રમાણે માઇક પોમ્પિયો અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ (વિદેશ પ્રધાન) છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની નિમણૂક 26 એપ્રિલ 2018માં કરવામાં આવી હતી. આ પહેલાં તેવો અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત ગુપ્તચર સંસ્થા સીઆઈએના પણ ડિરેક્ટરપદે જાન્યુઆરી 2017થી એપ્રિલ 2018 દરમિયાન રહ્યા હતા.
અગાઉ માઇક પોમ્પિયો અમેરિકન કૉંગ્રેસના સભ્ય હતા. કૉંગ્રેસના સભ્યની સાથે તેમણે હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી ઉપરાંત ઊર્જા અને કૉમર્સ કમિટીમાં પણ સભ્યપદે કામ કર્યું છે.
કૉંગ્રેસમાં તે ચૂંટાયા તે પહેલાં તેમણે થૅયર ઍરોસ્પેસ નામની કંપનીની સ્થાપના કરી હતી. તેઓ એક દાયકાથી પણ વધારે સમય સુધી કંપનીના સીઈઓ રહ્યા. ઑઇલફિલ્ડના સાધનોનું ઉત્પાદન, વેચાણ અને સર્વિસ કંપની સેન્ટરી ઇન્ટરનેશનલના અધ્યક્ષ બન્યા છે.
સેન્ટરી કંપની સાથે કામ કરતાં હતા ત્યારે તેમની પર આરોપ લાગ્યા હતા કે તેઓ ચીનની સરકાર દ્રારા ચલાવવામાં આવતી કંપની માટે કામ કરે છે. જેને તેમણે નકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સૈન્યમાં સેવા

ઇમેજ સ્રોત, Getty Images
પોમ્પિયોનો જન્મ વર્ષ 1963માં કેલિફોર્નિયામાં થયો હતો. તેમનાં પત્નીનું નામ સુસાન પોમ્પિયો છે અને દીકરાનું નામ નિક છે.
પોમ્પિયોને ટ્રમ્પના વફાદાર ગણવામાં આવે છે. પોમ્પિયો વેસ્ટ પૉઇન્ટ ખાતે આવેલી મિલિટરી ઍકેડમીમાંથી પહેલાં ક્રમે પાસ થયેલા છે. આ ઉપરાંત તેમણે પાંચ વર્ષ સુધી સૈન્યમાં સેવા આપેલી છે.
હાર્વર્ડ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેમણે હાર્વર્ડ લૉ રીવ્યૂ મૅગેઝિન સંભાળ્યું હતું.

ગુપ્ત રીતે કિમ જોંગ ઉનની સાથે મુલાકાત કરી

ઇમેજ સ્રોત, The White House via Getty Images
બીબીસીના એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જાહેરાત કરી કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જૉંગ ઉનને મળશે તેના કલાકો પહેલાં પોમ્પિયો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મીટિંગમાં દક્ષિણ કોરિયાના ડેલિગેશનની સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
એપ્રિલમાં અંગે બહાર આવ્યું હતું કે ઇસ્ટરની રજાઓમાં પોમ્પિયોએ નોર્થ કોરિયાના પૅંગ્યોંગની ગુપ્ત મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને મળ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ 2016માં પહેલીવાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડ્યા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યાએ રિપબ્લિકન પાર્ટીના માર્ક રુબીઓનું સમર્થન કર્યું હતું.
અમેરિકન સૈન્યના કમાન્ડર ઇન ચીફ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ગુપ્તચર સંસ્થાની સરખામણી જર્મનીના નાઝી સાથે કરી હતી.
ટ્રમ્પની આ સરખામણીને કારણે વિવાદ ઊભો થતા ગુપ્તચર સંસ્થા અને કમાન્ડર ઇન ચીફ વચ્ચેના સંબંધોને સુધારવાની કામ પોમ્પિયોએ કર્યું હતું.
રશિયા દ્વારા અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી હોવાના જે આરોપ લાગ્યા તેની તપાસના તારણોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ જ્યારે તેમની પર મોટા પ્રમાણમાં પ્રેશર ઉભા થવા લાગ્યું તો તેમણે રાષ્ટ્રપતિની વાતનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
કાન્સાસથી ચાર વખત કૉંગ્રેસના સભ્ય રહેલાં માઇક પોમ્પિયો ઓબામા વહીવટીતંત્રના આકરા ટીકાકાર હતા.
તેમણે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી ન્યૂક્લિયર ડીલનો વિરોધ કર્યો હતો.

ભારતીય મૂળના અમેરિકનની માફી માગી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોમ્પિયો 2010માં કૉંગ્રેસની ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમના ચૂંટણી પ્રચાર કરતા એક વ્યક્તિએ એક ટ્વીટ કર્યું. જેને તેમણે શેર કર્યું.
આ ટ્વીટમાં લખેલા આર્ટિકલે તેમના વિરોધી ડેમોક્ટ્રેટિક પાર્ટીના ઉમેદવાર ભારતીય-અમેરિકન રાજ ગોયલને "ટરબન ટોપર" કહ્યો હતો જે બદલ તેમને માફી માગવી પડી હતી.
જોકે તેમણે પોતાના ચૂંટણીપ્રચારની જાહેરાતોમાં લખ્યું હતું કે તમે માત્ર અમેરિકન મતદારને જ મત આપજો.
2013માં બોસ્ટન મૅરેથોન થયેલા બૉમ્બ ધડાકા બાદ તેમણે કરેલી ટિપ્પણીને કારણે તેમની પર ઇસ્લામોફોબિયાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેમણે અમેરિકાના મુસ્લિમ નેતાઓ પર આરોપ મૂક્યો હતો કે આતંકવાદી હુમલાઓ પર મુસ્લિમ નેતાઓની ચુપકીદી તેઓ ભાગીદાર હોય તેવુ દર્શાવે છે.

વિદેશ મંત્રી તરીકે પોમ્પિયો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ વિશે માઇક પોમ્પિયોએ કહ્યું હતું, "અમને ચીનની સાથે હાલમાં થયેલાં સંઘર્ષના કારણે થયેલાં મૃત્યુ માટે ભારતના લોકોની સાથે ઉંડી સંવેદના છે. અમે આ સૈનિકોના પરિવારો, તેમના પરિવારના લોકો અને સમુદાયનું સ્મરણ કરીશું અને આવા સમયે શોક મનાવી રહ્યા છીએ."
ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં ક્વોડની બેઠકમાં અમેરિકાના વિદેશમંત્રીએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષ અંગે આડકતરી રીતે કહ્યું હતું, "ક્વોડમાં સહયોગી હોવાના કારણે હવે વધારે જરૂરી થઈ ગયું છે કે આપણે મળીને આપણા લોકો અને સહયોગીઓને ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી(સીસીપી)ના શોષણ, ભ્રષ્ટાચાર અને દાદાગીરીથી બચાવીએ."
અમેરિકાના વિદેશ મંત્રી તરીકે પોમ્પિયોની કામગીરી ઘણી રીતે મહત્ત્વની જોવા મળે છે. અમેરિકામાં હાલમાં જ તાલિબાન સાથે શાંતિ વાર્તાની શરૂઆત કરી છે.
ઇઝરાયલ, યુનાઇટેડ આરબ અમિરાત અને બહેરીન વચ્ચે પણ હાલમાં કરાર થયા છે. જેમાં પણ પોમ્પિયોની ભૂમિકા મહત્ત્વની માનવામાં આવે છે.
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે હાલ સુધી કોઈ સંબંધ ન હતો ત્યાં પણ સંબંધ ઊભો કરવામાં પોમ્પિયોની ભૂમિકા મહત્ત્વની રહી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














