You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ન્યૂઝીલૅન્ડ ચૂંટણીમાં વડાં પ્રધાન જૅસિંડા આર્ડર્નને મળી મોટી જીત
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા આર્ડર્નની પાર્ટીએ શનિવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં મોટી જીત મેળવી છે.
મોટા ભાગની મતગણતરી થઈ ગઈ છે. અત્યાર સુધીનાં પરિણામોમાં આર્ડર્નની લેબર પાર્ટીને 49 ટકા મત મળ્યા છે અને આશા છે કે તેઓ ન્યૂઝીલૅન્ડની રાજનીતિમાં દુલર્ભ બહુમતી હાંસલ કરી લેશે.
વિપક્ષ મધ્ય-પંથી નેશનલ પાર્ટીને અત્યાર સુધીમાં 27 મત મળ્યા છે અને પાર્ટીએ પોતાની હાર સ્વીકારી લીધી છે.
આ ચૂંટણી એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં થવાની હતી, પરંતુ કોવિડ મહામારીને કારણે તેની તારીખ આગળ વધારી હતી.
મતદાન સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે સાત વાગ્યે પૂરું થયું હતું.
જોકે ત્રણ ઑક્ટોબરે શરૂ થયેલા મતદાનમાં અંદાજે દસ લાખ લોકોએ મત આપ્યા હતા.
ન્યૂઝીલૅન્ડમાં સામાન્ય ચૂંટણીની સાથેસાથે લોકોને બે જનમતસંગ્રહો પર પણ મતદાન કરાવ્યું હતું.
શું આર્ડર્ન સંપૂર્ણ બહુમતી હાંસલ કરશે?
ચૂંટણી આયોગ અનુસાર લેબર પાર્ટીને 49 ટકા, નેશનલ પાર્ટીને 27 ટકા અને ગ્રીન અને ઍક્ટ ન્યૂઝીલૅન્ડ પાર્ટીને 8-8 ટકા મત મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેશનલ પાર્ટીનાં નેતા જુડિથ કૉલિંગે જેસિંડા આર્ડર્નને અભિનંદન આપ્યાં છે.
આર્ડર્નની પાર્ટીને 64 સીટ મળી શકે છે. ન્યૂઝીલૅન્ડમાં 1996માં લાગુ થયેલી નવી સંસદીય પ્રણાલી બાદ કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમતી મળી નથી.
ચૂંટણી પહેલાં રાજકીય વિશ્લેષકોએ આર્ડર્નની પાર્ટીને આટલી મોટી જીત મળે એ અંગે શંકા વ્યક્ત કરી હતી.
યુનિવર્સિટી ઑફ ઑકલૅન્ડનાં પ્રોફેસર જેનિફર કર્ટિને કહ્યું હતું કે "ન્યૂઝીલૅન્ડના મતદારો રાજનીતિક મતદાન કરે છે અને પોતાના મત પાર્ટીઓમાં વહેંચી નાખે છે. અંદાજે 30 ટકા મતદારો નાની પાર્ટીઓને મત આપે છે, એવામાં લેબર પાર્ટીને 50 મત મળવા મુશ્કેલ હશે."
આર્ડર્ને પોતાના ચૂંટણી અભિયાનમાં પર્યાવરણ સંબંધી નીતિઓ લાવવાનો, પછાત સ્કૂલો માટે વધુ ફંડ આપવાનો અને વધુ આવકવાળા લોકો પર વધુ કર લાદવાનો વાયદો કર્યો હતો.
ન્યૂઝીલૅન્ડમાં કેવી રીતે ચૂંટણી થાય છે?
ન્યૂઝીલૅન્ડમાં દર ત્રણ વર્ષમાં સામાન્ય ચૂંટણી યોજાય છે. એમએમપી ચૂંટણી વ્યવસ્થા હેઠળ મતદારોને પોતાની પસંદગીની પાર્ટી અને સંસદીય સીટના પ્રતિનિધિ માટે અલગઅલગ મત આપવાનું કહેવાય છે.
સંસદમાં પ્રવેશ માટે એક પાર્ટીને કમસે કમ પાંચ ટકા પાર્ટી વોટ કે પછી સંસદીય સીટ જીતવાની હોય છે.
માઓરી સમુદાયના ઉમેદવારો માટે પણ સીટો અનામત હોય છે.
સરકાર બનાવવા માટે 120માંથી 61 સીટ જીતવી અનિવાર્ય હોય છે. જોકે એમએમપી લાગુ થયા બાદ કોઈ પણ પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકી નથી.
સામાન્ય રીતે પાર્ટીઓએ મળીને કામ કરવાનું હોય છે અને સરકાર ગઠબંધનથી ચાલે છે.
આ વ્યવસ્થા હેઠળ નાની પાર્ટીઓની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે.
2017ની ચૂંટણીમાં નેશનલ પાર્ટીને સૌથી વધી સીટો મળી હતી, પરંતુ તે સરકાર બનાવી શકી નહોતી. ત્યારે આર્ડર્નની લેબર પાર્ટીએ ગ્રીન પાર્ટી અને ન્યૂઝીલૅન્ડ ફર્સ્ટ પાર્ટી સાથે મળીને સરકાર બનાવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો