ચીન-અમેરિકા તણાવ: તો શું ચીન તાઇવાન સામે યુદ્ધ છેડવાની ફિરાકમાં છે?

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

દાયકાઓ પછી અમેરિકાના અધિકારીઓ તાઇવાનની મુલાકાતે છે ત્યારે સતત બીજે દિવસે તાઇવાને ચીનના 19 વિમાનો એમના ઍર ડિફેન્સ ઝોનમાં ઘૂસી આવ્યા હોવાની ફરિયાદ કરી છે.

તાઇવાનના કહેવા મુજબ આ વિમાનો દક્ષિણ-પૂર્વ કાંઠાથી તાઇવાનના ક્ષેત્રમાં દાખલ થયા અને અમુકે સ્ટ્રેટ મિડલાઇનને પાર કરી.

તાઇવાને સતત બીજે દિવસે ચીનના વિમાનોની વાયુ સરહદમાં ઘૂસણખોરીની વાત કરી છે. તાઇવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે શુક્રવારે પણ આમ બન્યું હતું.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ''ચીનના 12 જે-ફાઇટર વિમાન, 2 જે-10 ફાઇટર વિમાન, 2 એચ-6 બૉમ્બર વિમાન અને એક વાય-8 સબમરીન ઍરક્રાફ્ટ આ ઘૂસણખોરીમાં સામેલ હતા.''

આ ઘટનાને સંબંધિત જે નકશો તાઇવાનના રક્ષા મંત્રાલયે આપ્યો છે એ મુજબ કોઈ પણ વિમાન મુખ્ય તાઇવાનની નજીક કે તેની ઉપરથી ઉડાન નથી ભરી શક્યા.

મંત્રાલયે એક ટ્વિટમાં લખ્યું કે, ''રિબપ્લિક ઑફ ચાઇના ઍરફોર્સે લડાકુ વિમાનોને ઉતાર્યા અને ગતિવિધિ પર નજર રાખવા માટે ઍરડિફેન્સ મિસાઇલ સિસ્ટમ તહેનાત કરી.''

ઉલ્લેખનીય છે કે ચીની વિમાનોએ સીમા પાર કરી હોવાની અગાઉ અનેક ફરિયાદ તાઇવાન કરી ચૂક્યું છે. આ વર્ષે આવી ફરિયાદ થઈ હતી અને તાઇવાને ચીનના વિમાનોને રોકવા માટે એફ-16 વિમાનો મોકલ્યા હતા.

તાઇવાનના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે ''ચીન વારંવાર ઉશ્કેરણી કરી રહ્યું છે અને તેના કારણે શાંતિ અને સ્થિરતાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.''

તાઇવાનનાં પ્રેસિડેન્ટ ઇંગ-વેન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તાઇવાનનાં પ્રેસિડેન્ટ ઇંગ-વેન

આ તરફ ચીનની સરકાર દ્વારા સંચાલિત અખબાર ગ્લોબલ ટાઇમ્સે શનિવારે લખ્યું કે ''શુક્રવારની ડ્રિલ તાઇવાન પર કબજો કરવાનો એક અભ્યાસ હતી.''

ગ્લૉબલ ટાઇમ્સ એમ પણ લખે છે કે, ''અમેરિકા અને તાઇવાન ખોટું અનુમાન ન કાઢે અને એમ ન સમજે કે આ અભ્યાસ કોઈ ઉશ્કેરણી છે. જો તેઓ ભડકશે તો ચોક્કસ યુદ્ધ થઈ જશે.''

તાઇવાનની વિપક્ષી પાર્ટીના નેતા જૉની ચિયાંગે ફેસબુક પર લખ્યું છે કે ''બેઉ પક્ષોએ વાતચીત શરૂ કરવી જોઈએ જેથી યુદ્ધની સ્થિતિને ટાળી શકાય.''

જોકે, તાઇવાનમાં જીવન સામાન્ય છે અને લોકોમાં કોઈ હલચલ નથી. જાણકારો કહે છે કે ચીનની ધમકીઓની તાઇવાનને ટેવ પડી ગઈ છે.

line

શુક્વારની ચીનની કવાયત

ચીનની લશ્કરી કવાયત

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના ઉચ્ચ અધિકારી હાલ તાઇવાનની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે ચીને કહ્યું છે કે તે પોતાના 'સાર્વભોમત્વના રક્ષણ' માટે તાઇવાનની સામુદ્રધુનીમાં લશ્કરી કવાયત કરી રહ્યું છે.

આ લશ્કરી કવાયત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં તણાવને વધારવાનું કામ કરશે. ઉપરાંત અમેરિકા પોતે આ ટાપુને પોતાનું સમર્થન ચાલુ રાખશે.

ચીન સ્વતંત્ર દેશ તાઇવાનને પોતાનામાંથી છૂટો પડી ગયેલો એક ભાગ માની રહ્યું છે.

તાઇવાનની મુલાકાતે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી કીથ ક્રૅચ દાયકાઓ પછી પહોંચ્યા છે.

શુક્રવારે, ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રેન ગુઓકિયાંગે યુએસ અને તાઇવાન પર "સહયોગ વધારવાનો, વારંવાર અસ્થિરતા લાવવાનો" આક્ષેપ કર્યો હતો, જોકે તેમણે આ મુલાકાત અંગે કોઈ સંદર્ભ આપ્યો ન હતો.

તેમણે વધુમાં કહ્યું, "ચીનને કંટ્રોલ કરવા તાઇવાનનો ઉપયોગ થઈ રહ્યો છે" અને "પોતાની જાતને ઊભી કરવા વિદેશી પર આધાર રાખવો" એ વસ્તુસ્થિતિ કરતાં પોતાની ઇચ્છા પર જેનો આધાર છે એવી ધારણા હોઈ શકે છે.

ચીનના પ્રવક્તાએ કહ્યું, "જે લોકો આગ સાથે રમે છે તે દાઝે છે."

તેમણે લશ્કરી કવાયતની ચોક્કસ વિગતો ન આપી હતી પરંતુ કહ્યું, "દેશના સાર્વભોમત્વ અને અખંડિતતાની રક્ષા માટે કવાયત વ્યાજબી અને જરૂરી છે."

અમેરિકાએ કહ્યું હતું કે અમેરિકાના આર્થિક બાબતોના વિભાગના અન્ડર સેક્રેટરી ક્રૅચ તાઈવાનના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ લી ટેન્ગ હુઈના મેમોરિયલ સર્વિસની મુલાકાત લેશે.

જ્યારે શુક્રવારે તેઓ તાઇવાનના રાષ્ટ્ર પ્રમુખ ત્સાઇ ઇન્ગ-વેનની સાથે તેમના અધિકૃત નિવાસસ્થાને ડિનર લેશે.

અમેરિકન અધિકારીઓની મુલાકાત

ઇમેજ સ્રોત, AFP

આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશોના સંબંધો ખૂબ જ ખરાબ ચાલી રહ્યાં છે.

અમેરિકા અને ચીનની વચ્ચે 2018થી ટ્રેડ વોર ચાલી રહ્યું હતું અને ત્યારબાદ કોરોના વાઇરસના ફેલાવા માટે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખે ચીનને જવાબદાર ગણ્યું.

હાલમાં અમેરિકામાંથી પકડાયેલા ચીનના જાસૂસને કારણે પણ બંને દેશો વચ્ચેના સંબંધ ખૂબ જ ખરાબ બની રહ્યાં છે.

ગત મહિને જ્યારે અમેરિકાના કૅબિનેટ મંત્રીએ તાઇવાનના રાષ્ટ્રપતિની મુલાકાત કરી ત્યારે ચીને ગુસ્સામાં કહ્યું, "અમે અમેરિકાને વિનંતી કરીએ છીએ...ચીન-અમેરિકાના સંબંધોને ભારે નુકસાન ન થાય તે માટે 'તાઇવાન સ્વતંત્રતા' માનનાર તત્ત્વોને અમેરિકા કોઈ ખોટા સંકેત ન મોકલે."

ચીન તાઇવાનને પોતાનો પ્રદેશ માને છે, એક દિવસ તેનો કબજો કરવાની ચીને પ્રતિજ્ઞા લીધી છે, જ્યારે ઘણા તાઇવાનના લોકો એક અલગ રાષ્ટ્ર ઇચ્છે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો