ચીન પોતાના દેશમાં મુસલમાનોની નસબંધી કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
તાજેતરમાં અમેરિકા દ્વારા ચીનથી આવેલા માનવીય વાળની એક ખેપને અટકાવી દેવાઈ. આ ચીજો બાળકો પાસેથી જબરદસ્તીથી કે કેદીઓ પાસે બનાવડાવવામાં આવી હોવાનું અમેરિકાનું કહેવું છે.
આ ચીજો પશ્ચિમ ચીનના શિનજિયાંગમાં બનેલી છે, જ્યાં લગભગ 10 લાખ મુસલમાનોની અટકાયત કરીને તેમને કથિત 'પુનર્શિક્ષણ કૅમ્પ'માં રાખવામાં આવ્યા હોવાનું મનાય છે.
અમેરિકાના કસ્ટમઅધિકારી બ્રૅન્ડા સ્મિથના કહેવા પ્રમાણે, "આ ચીજોનાં ઉત્પાદનમાં માનવઅધિકારોનો ગંભીર રીતે ભંગ થયો છે."
ચીનનું કહેવું છે કે 'બળજબરીપૂર્વક મજૂરી'ના આરોપ ખોટા અને પાયાવિહોણા છે.
અમેરિકા દ્વારા એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ વાળ બાળકોના કે શ્રમિકોના છે - કે પછી તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે. જોકે, આ પ્રકરણે વધુ એક વખત શિનજિયાંગ પ્રાંતમાં મુસ્લિમોની સ્થિતિ ઉપરની ચર્ચા છેડાઈ છે.

'આ કડક સંદેશ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ગત સપ્તાહે યુ.એસ. કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્સન દ્વારા ન્યૂયૉર્ક તથા ન્યૂજર્સીનાં બંદરેથી અમુક પ્રોડક્ટને અટકાવાઈ હતી, જે કથિત રીતે શિનજિયાંગની એક કંપનીએ બનાવી હતી.
લગભગ આઠ લાખ ડૉલરની કિંમતના 13 ટન વાળ સંબંધિત પ્રોડક્ટ્સની સાથે આ વાળ પણ આવ્યા હતા.
અમેરિકાની એજન્સીનું માનવું છે કે આ ખેપમાં "માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન થયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂન મહિનામાં એજન્સી દ્વારા અટકાયતનો આદેશ કાઢવામાં આવ્યો હતો, જે મુજબ શિનજિયાંગની લૉપ કાઉન્ટી મૅક્સિન હેર કંપની દ્વારા ઉત્પાદિત માલને અટકાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
અમેરિકાના કાયદા પ્રમાણે, વિદેશમાં સજા ભોગવી રહેલા કેદીઓના શ્રમમાંથી બનાવવામાં આવેલી ચીજવસ્તુઓની આયાત ઉપર લાંબા સમયથી કાયદાકીય પ્રતિબંધ છે.
સ્મિથના કહેવા પ્રમાણે, "માલને અટકાવવાના આદેશ દ્વારા અમે સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ. અમેરિકાની સપ્લાયચેઇનમાં ગેરકાયદેસર તથા અમાનવીય પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી."
અમેરિકા ખાતે ચીનના રાજદૂતાલયે રૉઇટર્સને જણાવ્યું, "શિનજિયાંગ સહિત સમગ્ર ચીનમાં તમામ જાતિના નાગરિકોના કાયદેસરના શ્રમ અધિકારો અને હિતોનું કાયદા દ્વારા રક્ષણ કરવામાં આવે છે."
શિનજિયાંગની સ્થિતિ

ઇમેજ સ્રોત, AFP
ચીનનું કહેવું છે કે ઉગ્રવાદીઓને ડામવા માટે ડિટેઇન્શન કૅમ્પ ઊભા કરવામાં આવ્યા છે - પરંતુ અમેરિકા તથા અન્ય દેશોને લાગે છે કે લગભગ 10 લાખ લોકોને, જેમાંથી મોટાભાગના મુસ્લિમ છે. તેમને કોઈ પણ જાતના ખટલા વગર ગોંધી રાખવામાં આવ્યા છે.
વર્ષ 2019માં બીબીસીએ લીક થયેલા અમુક દસ્તાવેજોનું નિરીક્ષણ કર્યું હતું, જે મુજબ, માત્ર એક જ અઠવાડિયામાં લગભગ 15 હજાર લોકોને દક્ષિણ શિનજિયાંગ પ્રાંતમાંથી કૅમ્પોમાં મોકલવામાં આવ્યા હતા.
એ દસ્તાવેજોની નોંધ મુજબ કેદીઓ "તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓની ગેરકાયદેસરતા, ગુનાહિતા તથા જોખમને સમજે તે પછી જ તેમને છોડવામાં આવશે."
'વર્લ્ડ વીગર મુસ્લિમ'ના સલાહકાર તથા માનવઅધિકાર ચળવળકર્તા બેન ઍમર્સન ક્યૂસીના કહેવા પ્રમાણે, "આ કૅમ્પ સામૂહિક બ્રેઇનવૉશિંગની યોજના છે."
તેઓ કહે છે, "શિનજિયાંગના વીગર મુસ્લિમોની અલગ સાંસ્કૃતિક જૂથ તરીકેની ઓળખને ધરતી ઉપરથી ભૂંસી નાખે તે રીતે સર્વાંગી પરિવર્તનની યોજના ઘડી કાઢવામાં આવી છે."
વર્ષ-2019માં બીબીસીની તપાસમાં બહાર આવ્યું હતું કે ચીન દ્વારા મુસ્લિમ બાળકોને તેમનાં ધર્મ, પરિવાર તથા ભાષાથી અલગ કરવામાં આવી રહ્યાં છે.
એક જ ટાઉનશિપમાં 400થી વધુ એવાં બાળકો મળ્યાં, જેમનાં માતાપિતાને 'રિ-ઍજ્યુકેશન કૅમ્પ' અથવા જેલમાં મોકલી દેવાયાં હોય.
શરૂઆતમાં ચીને આ પ્રકારના કૅમ્પનું અસ્તિત્વ નકારી કાઢ્યું હતું બાદમાં ચીનમાં આતંકવાદને નાથવા માટે તેને જરૂરી ગણાવ્યા હતા.
'મુસ્લિમોની બળજબરીપૂર્વક નસબંધી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જૂન-2020માં બહાર આવેલાં રિપોર્ટ પ્રમાણે, ચીન દ્વારા શિનજિયાંગમાં મહિલાઓની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી રહી છે અથવા તો તેમાં ગર્ભનિરોધક સાધનો બેસાડવામાં આવી રહ્યાં છે, આ પ્રાંતના મુસ્લિમોની સ્થિતિને નિયંત્રિત કરવા માટે આમ કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે.
ચીનના વિદ્વાન ઍડ્રિયાન ઝાન્ઝના રિપોર્ટ બાદ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા તપાસની માગ ઊઠી છે.
પોતાના નિવેદનમાં ઝાન્ઝે "અમાનવીય પ્રથાનો અંત આણવાના પ્રયાસોમાં તમામ દેશોને અમેરિકા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું."
ઝાન્ઝે શિનજિયાંગના વસતિસંબંધિત સત્તાવાર ડેટા, નીતિવિષયક દસ્તાવેજો તથા વીગર મુસ્લિમ મહિલાઓનાં ઇન્ટર્વ્યૂના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
રિપોર્ટના આરોપ મુજબ, જન્મના ક્વૉટા કરતાં વધુ બાળક દ્વારા ગર્ભવતી વીગર મુસ્લિમ મહિલાઓ તથા અન્ય વંશીય લઘુમતી સ્ત્રીઓ જો ગર્ભપાત કરાવવાની ના પાડે તો તેમને જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, બેથી ઓછાં બાળકો ધરાવનારી મહિલાઓમાં તેમની મરજીવિરુદ્ધ ગર્ભનિરોધક સાધનો બેસાડવામાં આવી રહ્યાં છે, જ્યારે અન્યોની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, "2016થી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને શિનજિયાંગમાં દમનકારી પોલીસરાજ પ્રવર્તી રહ્યું છે અને પ્રજોત્પતીમાં વ્યાપક દખલ થાય છે."
ડિટેઇન્શન કૅમ્પમાં ગોંધાઈ રહી ચૂકેલી કેટલીક મહિલાઓએ છૂટ્યા બાદ જણાવ્યું કે તેમને પિરિયડ ન આવે તે માટે ઇન્જેક્ન આપવામાં આવતાં અથવા ગર્ભનિરોધક ગોળીઓની અસરને કારણે તેમને અસામાન્ય રક્તસ્રાવ થતો.
રિપોર્ટ મુજબ, "શિનજિયાંગના અધિકારીઓ ત્રણ કે તેથી વધુ સંતાન ધરાવતી મહિલાઓની સામૂહિક નસબંધીમાં લાગેલા છે."
દાઢી ઉપર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
2017માં ચીનના શિનજિયાંગ પ્રાંતમાં વીગર મુસ્લિમો ઉપર નિયંત્રણના અહેવાલ બહાર આવ્યા હતા. જેમાં'અસામાન્ય' લાંબી દાઢી રાખવા બદલ, જાહેરસ્થળોએ બુરખા પહેરવા બદલ તથા સરકારી ચેનલ નહીં જોવા બદલ નિયંત્રણ લાદવામાં આવ્યા હતા.
એ પહેલાંનાં વર્ષો દરમિયાન શિનજિયાંગમાં લોહિયાળ સંઘર્ષ જોવા મળ્યો હતો.
ચીને નિર્દેશો માટે ઇસ્લામી ઉગ્રવાદીઓ તથા ભાગલાવાદી પ્રવૃત્તિઓને જવાબદાર ઠેરવી હતી.

ઇમેજ સ્રોત, AFP
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ, "સંતાનોને સરકારી શાળામાં નહીં મોકલનાર, પરિવાર નિયોજનની નીતિઓનું પાલન નહીં કરનાર, ઇરાદાપૂર્વક સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડનાર તથા પોતાની ધાર્મિકવિધિ મુજબ લગ્ન કરવા સામે કાર્યવાહી, જેવા નિયંત્રણ લાદવામાં આવ્યાં હતાં."
ચીન દ્વારા વીગર મુસ્લિમોને પાસપૉર્ટ આપવા ઉપર પણ નિયંત્રણ લાદવામાં આવેલાં છે.
ચીનમાં વીગર મુસ્લિમ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
વીગરએ મૂળતઃ તુર્ક મુસલમાન છે અને તેઓ શિનજિયાંગ પ્રાંતમાં વંશીય લઘુમતીમાં છે.
શિનજિયાંગમાં વીગર મુસ્લિમોની વસતી લગભગ 45 ટકા જેટલી છે, જ્યારે હાન ચાઇનિઝની વસતી 40 ટકા જેટલી છે.
1949માં ચીને પૂર્વ તુર્કસ્તાનને કચડીને આ વિસ્તાર ઉપર કબજો મેળવ્યો હતો. ત્યારથી આ વિસ્તારમાં મોટાપાયે હાન ચાઇનિઝને વસાવવા માટેની યોજના ચાલી રહી છે.
વીગર મુસ્લિમોને આશંકા છે, તેમની સાંસ્કૃતિક, ધાર્મિક તથા ભાષાકીય ઓળખને ભૂંસી નખાશે.
ચીનનો આંતરિક દસ્તાવેજ લીક થયો હતો, જેમાં કૅમ્પમાં રાખવાં આવેલાઓને ચાંપતી સુરક્ષામાં રાખવા, તેમના ઉપર કડક શિસ્ત લાદવી, સજા કરવી તથા તેઓ નાસી ન શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી.
અમેરિકાએ લીધેલાં પગલાં

ઑક્ટોબર-2019માં અમેરિકા દ્વારા ચીનના અમુક અધિકારીઓ ઉપર વિઝા નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. "આ અધિકારીઓ ઉપર શિનજિયાંગના લઘુમતી સમુદાયના વીગર મુસ્લિમોની અટકાયત કે અત્યાચારમાં સંડોવણી કે જવાબદાર હોવાનો સંદેહ છે."
અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટે શિનજિયાંગ સ્થિત 37 કંપનીઓ સાથે વેપાર કરવા સામે અમેરિકનોને ચેતવ્યા હતા. ડિપાર્ટમેન્ટને આશંકા છે કે "આ કંપનીઓ બળજબરીપૂર્વક શ્રમ તથા અન્ય માનવાધિકાર ભંગમાં સંડોવાયેલી છે. "
ટ્રમ્પ દ્વારા 'વીગર મુસ્લિમ હ્યુમન રાઇટ્સ ઍક્ટ' પસાર કરવામાં આવ્યો છે. જેના દ્વારા શિનજિયાંગ મુદ્દે નિયંત્રણ લાદવાના તથા એજન્સી દ્વારા વ્યાપક રિપોર્ટિંગને મંજૂરી આપવામાં આવી છે.
ચીન સાથે વેપારસંધિ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હોય ટ્રમ્પે વધુ કડક નિયંત્રણ લાદવાનું ટાળ્યું હતું, ઍક્સિયસ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું :
"જ્યારે વાટાઘાટો ચાલુ હોય અને અચાનક જ વધુ નિયંત્રણ લાદવા માંડો.....આપણે ઘણું કર્યું છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












