ભારત ચીન સીમાવિવાદ : અમેરિકાને માત આપી ચીન બની રહ્યું છે ટેકનૉલૉજીની મહાસત્તા

શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ
    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

કેવું થાય ત્યારે જ્યારે તમે કોઈ સારું કામ કરો અને એ કામ માટે તમારા ખાતામાં એક નંબર જોડાઈ જાય, જો કોઈ ખોટું કામ કરે તો તેના માટે નંબર ઓછો થઈ જાય.

જેમ તમે ટૅક્સ કે બિલ સમયસર ભરો તો તમને પોઇન્ટ્સ મળે, કોઈ રેડ લાઇટ તોડી તો તેના માટે પોઇન્ટ્સ ઓછાં થઈ જાય.

ચીનમાં આને સોશિયલ સ્કોરર કહે છે અને આ સ્કોરનું મૅનેજમૅન્ટ કરવાની અડધી જવાબદારી મશીનો પર છે.

આ મશીનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક વિવાદિત અને દિલચસ્પ ઉદાહરણ છે.

મશીનો નિર્ણય લઈ શકે છે કે કોઈ વ્યક્તિનો વ્યવહાર સારો છે કે ખરાબ.

એવું લાગે છે કે આવનારા સમયમાં ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સૌથી મોટું સુપરપાવર બની શકે છે.

આમ તો અમેરિકા અને ચીન વચ્ચે સુપરપાવર બનવાની હોડ લાગેલી રહે છે પરંતુ સુપરપાવર બનવાનો એક ખાસ રસ્તો છે, જેના પર ચીન ચાલી રહ્યું છે અને તે છે ટેકનૉલૉજી.

માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ નહીં, અવાજ અને ચહેરો ઓળખવાની ટેકનૉલૉજી, રોબોટિક્સ ક્ષેત્રમાં પણ ચીન દુનિયામાં ટોપ પર છે.

ચીને પોતાનું સ્વદેશી વિમાન પણ બનાવી લીધુ છે અને 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલતી પહેલી બુલેટ ટ્રેન પણ બનાવી ચૂક્યું છે જેનુ મોડેલ હવે નિકાસ માટે તૈયાર છે.

ચીનમાં એપલ, જીએમ, વૉક્સવેગન અને ટોયોટા જેવી કંપનીઓ પોતાની ફેક્ટરીઓ અને રિસર્ચ સેન્ટરો ચલાવી રહી છે. તો ચીનમાં આ બધુ કેવી રીતે થઈ રહ્યું છે?

line

કેવી રીતે આગળ છે ચીન?

ચીનના વુહાન શહેરમાં હાઈ-સ્પીડ ટ્રેન મેઇન્ટેનેન્સ બેસમાં બુલેટ ટ્રેનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના વુહાન શહેરમાં હાઈ-સ્પીડ ટ્રેન મેઇન્ટેનેન્સ બેસમાં બુલેટ ટ્રેનની તસવીર

એનો જવાબ છે ' મેડ ઇન ચાઇના' - 2025

2015માં ચીનની સરકારે 10 વર્ષનું એક વીઝન નક્કી કર્યું હતું.

જેનો હેતુ હતો ચીનને ઉદ્યોગ અને ટેકનૉલૉજી ક્ષેત્રમાં શક્તિશાળી બનાવવું.

ચીન ખુલ્લી રીતે કહી ચૂક્યું છે કે તેઓ સસ્તા જૂતાં, કપડાં અને રમકડાં સપ્લાય કરનાર દેશ તરીકેની પોતાની છાપને બદલવા માગે છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ચીનને સાયબર પાવર બનાવવા માગે છે.

આ યોજના માટે ચીન ખૂબ પૈસા રોકી રહ્યું છે, વિદેશી કંપનીઓ પર પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ટેકનૉલૉજી ટ્રાન્સફર કરવા દબાણ પણ વધારી રહ્યું છે.

line

આ કેવી રીતે થાય છે?

ચીનમાં એક મહિલાએ એવા સ્માર્ટ ચશ્મા પેહેર્યાં છે જેમાં સ્પીચને ટેક્સ્ટમાં ફેરવાઈને ચશ્મા પર દેખાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં એક મહિલાએ એવા સ્માર્ટ ચશ્મા પેહેર્યાં છે જેમાં સ્પીચને ટેક્સ્ટમાં ફેરવાઈને ચશ્મા પર દેખાય છે

ચીનના માર્કેટમાં ઘૂસવા માટે કોઈ વિદેશી કંપનીને લોકલ કંપની સાથે જોડાવું જ પડે છે. તે સિવાય ચીન પોતાની રણનીતિ અંતર્ગત વિદેશી કંપનીઓને ખરીદે પણ છે.

જેમકે મર્સિડિઝ બેન્ઝ કાર બનાવનારી જર્મન કંપની ડૅમલરમાં ચીની કંપની ગીલી સૌથી મોટી શેર હોલ્ડર બની ગઈ છે.

તે સિવાય ચીનના ઘણાં કાયદા છે જે ટેકનૉલૉજિકલ કંપનીઓને કાયમી રહેવા માટે મજબૂર કરે છે.

ઉદાહરણ તરીકે એપલ ચીનમાં એક સ્થાનિક કંપની સાથે પોતાનું પહેલું ડેટા સ્ટોરેજ સેન્ટર ખોલવા જઈ રહ્યું છે.

જેમાં તેઓ ચીની સરકારના નવા નિયમોનું પાલન કરશે. તેનાથી કંપનીથી જોડાયેલી બધી મુખ્ય જાણકારી ચીનને મળી જશે.

ચીન પોતાની સેનામાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધારી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હથિયારોના ઉપયોગથી દૂર બેસીને જ યુદ્ધને કંટ્રોલ કરી શકે છે.

ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કામ કરતી મિસાઇલોને વિકસાવી રહ્યું છે, જે ટાર્ગેટની ભાળ મેળવીને કોઈ પણ માનવીય મદદ વગર તેના પર હુમલો કરી શકે છે.

line

ડ્રોન બનાવવામાં ચીન આગળ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ચીનનાં શેન્જેન શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરનારી અનેક કંપનીઓ છે.

જેમાંથી ઘણી કંપનીઓ હૅલ્થકેર સેક્ટરને વધુ આધુનિક બનાવવાનું કામ કરી રહી છે.

ચીનની સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે 2007થી ચીન એક એવું સૉફ્ટવેર વિકસિત કરી રહ્યું છે જે યુદ્ધ મેદાનમાં ઝડપથી સટીક નિર્ણયો લેવામાં મદદરૂપ સાબિત થશે. ઉદાહરણ તરીકે ડ્રોન ટેકનૉલૉજીને જ લઈ લો.

અમેરિકાએ પોતાની ડ્રોન ટેકનૉલૉજી કોઈ પણ અન્ય દેશને આપવાની મનાઈ કરી દીધી છે. જોકે, ચીન આથી અલગ દિશામાં છે. ચીને તેઘોષણા કરી છે તેઓ પોતાની ડ્રોન ટેકનૉલૉજી બીજા દેશોને નિકાસ કરશે.

એમાં પણ ચીને ટાર્ગેટ સેટ કર્યું છે કે તે એ દેશોને સૈન્ય ટેકનૉલૉજી નિકાસ કરશે, જે અમેરિકાની નજીક નથી.

ચીન દુનિયાભરમાં ડ્રોનના એક મુખ્ય સપ્લાયર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.

ઇન્ટરનેશલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ પ્રમાણે ચીને નાઇજીરિયા, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને મ્યાંમારને ડ્રોન વેચ્યા છે.

ધ ઇકોનૉમિસ્ટ પ્રમાણે ચીને છેલ્લાં 20 વર્ષોમાં કોઈ પણ દેશથી વધારે ઝડપથી ન્યૂક્લિયર ન્યુક્લિઅર પ્લાન્ટ પણ બનાવ્યા છે.

ચીનમાં 43 જીગાવૉટ કેપેસિટિના ન્યુક્લિઅર પ્લાન્ટ છે અને તે માત્ર અમેરિકા અને ફ્રાન્સથી જ પાછળ છે.

તો આટલું બધું ચીન કેવી રીતે કરી શકે છે?

line

સ્ટાર્ટઅપ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

કારણકે ચીનની સ્ટાર્ટ અપ કંપનીઓને ટૅક્સમાં છૂટ મળે છે, સરકારી કૉન્ટ્રૅક્ટ મળે છે, ઑફિસ માટે જગ્યા મળે છે.

ચીનની સરકાર મોટી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે જેમકે બાઇડુ, અલીબાબા, ટૅનસેન્ટ.

આ રીતે ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ અપ માટે સૌથી મોટું બજાર બની ગયું છે.

ચીનને પાસે ડેટાનો અને સસ્તા મજૂરોનો ફાયદો મળે છે વળી ચીન આખી દુનિયા માટે એક મહત્તવપૂર્ણ સપ્લાય ચેઇન પણ છે.

તેના શિનઝેન અને ગુઆંગઝોઉ શહેરમાં લગભગ દરેક ચીજના પાર્ટ્સ બને છે.

તમારા હાથોમાં રહેતા સ્માર્ટફોન્સની લગભગ બધી જ ચિપ્સ ચીનમાં બને છે.

આને કારણે દુનિયાભરની ટેકનૉલૉજીમાં ચીનની પહોંચ છે.

જોવા જઈએ તો ટેકનિકલ શક્તિ મેળવવા માટે ચીન આવિષ્કારને જરૂરી નથી માનતું, તેના માટે જરૂરી છે કે ટેકનૉલૉજી કોઈની પણ હોય, તેઓ તે મેળવે, વાપરે.

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ પ્રમાણે ચીન આવિષ્કારમાં પાછળ છે. સ્માર્ટફોનના ચિપ ડિઝાઇન ટૂલ માટે પણ અમેરિકા અને જર્મની તરફ જ જવું પડે છે.

સેમિકંડક્ટર બનાવવા માટે પણ ચીન સફળતા મેળવી નથી શક્યું.

સાયબર થ્રેટની રમતમાં ચીન ખૂબ આગળ નીકળી ચૂક્યું છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા જેવા દેશ ચીન પર બૌદ્ધિક સંપત્તિ ચોરી કરવાના આરોપો લગાવી ચૂક્યા છે અને તેની અમુક કંપનીઓ પર કાર્યવાહી પણ કરી ચૂક્યું છે.

જો કોઈ પૂછે કે ચીન માટે શું જરૂરી છે, નફો કે સત્તાની શક્તિ તો એ કહેવું ખોટું નહીં હોય કે ચીન માટે નફો જ તાકાત છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો