ઈદની તારીખ સમગ્ર વિશ્વમાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

રમઝાનના અન્તમાં એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ત્યોહાર આવે છે, ઈદ. લોકો તૈયાર થઈને નવા કપડાં પહેરીને પોતાના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓને મળવા જાય છે.

અવનવાં પકવાન સાથે ભોજનું આયોજન પણ કરવામાં આવે છે.

પરંતુ દુનિયામાં મનાવવામાં આવતા આ ત્યોહારની તારીખ નક્કી કેવી રીતે થાય છે? સાઉદી અરેબિયામાં આજે ઈદ છે, પણ ભારતમાં સોમવારે, આવું કેમ?

બીબીસી ઉર્દૂના અયમાન ખ્વાજા અને આમિર રાવિશે સહેલી રીતે, સાદા શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

ચંદ્રમાની પરિસ્થિતિ

સમગ્ર વિશ્વમાં લગભગ બે અબજ મુસ્લિમ રમઝાન મહિનાના અન્તમાં ચાંદને જોવે છે. મુસ્લિમ લોકો ચંદ્ર કેલેન્ડરને (લૂનર કેલેન્ડર) માને છે.

ચંદ્રમાના અલગઅલગ રૂપોમાં દેખાવા પ્રમાણે મુસ્લિમ ચંદ્ર કેલેન્ડરમાં તારીખ નિર્ધારિત કરવામાં આવે છે.

દર વર્ષે આ કેલેન્ડરમાં લગભગ 11 દિવસનું અંતર જોવા મળે છે. ચંદ્ર કેલેન્ડર મુસ્લિમો માટે બહ અગત્યનું છે.

આ કેલેન્ડર અને ચંદ્રમાંને જોઈને રમઝાનની તારીખો નિર્ધારિત કરવામાં આવે છે સાથે જ ઈદનો દિવસ પણ નિર્ધારિત કરવામાં આવે છે.

રમઝાનમાં રોજા રાખતા મુસ્લિમ લોકો જો સૌર કેલેન્ડર (સૂર્ય પર આધારિત કૅલેન્ડર) પર ભોરોસો કરતા હોત, તો રમઝાન દુનિયામાં અલગઅલગ સમયે અને ભિન્ન મહિનાઓમાં ઉજવાતી હત.

અમુક દેશોમાં ડિસેમ્બરમાં રમઝાન મનાવાવમાં આવત તો અમુક દેશોમાં જૂન મહિનામાં,પરંતુ ચંદ્ર કૅલેન્ડરના હિસાબથી બધા મુસ્લિમ દુનિયામાં રમઝાન એક સાથે ઉજવે છે.

સમગ્ર વિશ્વમાં એકસાથે, પરંતુ અલગઅલગ મોસમમાં રમઝાન મનાવવામાં આવે છે.

શા માટે આવું?

ઈદનો દિવસ ચંદ્ર કેલેન્ડરના દસમા મહિના 'શવ્વાલ'ની પ્રથમ તારીખે આવે છે, પરંતુ ઇસ્લામમાં એ વાત પર ચર્ચા થતી આવી છે કે ઈદનો મૂળ દિવસ કયો છે અને તેને કેવી નક્કી કરવો જોઈએ.

કેટલાક દેશોમાં મુસ્લિમ પોતે ચાંદ જોવાની જગ્યાએ દેશના એ અધિકારીઓ પર નિર્ભર રહે છે જેમને ચાંદ જોવાની જવાબદારી સોંપવામાં આવી હોય છે.

જ્યારે અમુક લોકો આ દિવસ સૌર કેલેન્ડર જોઈને પણ નક્કી કરે છે. કેટલીક જગ્યાએ લોકો ખોગળશાસ્ત્રની મદદથી નવો ચંદ્રમાં જોવે છે.

આખી દુનિયામાં ક્યારેય એક જ દિવસે ઈદ ઊજવવામાં નથી આવતી. જોકે ઈદ ઉજવવાની તારીખમાં ઓછામાં ઓછા એક કે બે દિવસનો અંતર હોય છે.

ખગોળ વિજ્ઞાન

દાખલા તરીકે સાઉદી અરબમાં ઈદ ક્યારે ઉજવાશે, તેનો નિર્ણય ત્યારે કરવામાં આવે છે, જ્યારે સામાન્ય લોકોમાંથી અમુક લોકોને ચાંદ દેખાયો હોય.

કેટલાક મુસ્લિમ દેશોમાં એ જ દિવસે ઈદ હોય છે, જ્યારે સાઉદી અરેબિયામાં ઈદ હોય છે.

પરંતુ શિયા વસતી ધરાવતા દેશ ઈરાનમાં ઈદ ક્યારે ઉજવાશે તે સરકાર નક્કી કરે છે.

જોકે ઇરાક, જ્યાં શિયા અને સુન્ની મુસ્લિમ બંને રહે છે ત્યાં બંને સમુદાયોના લોકો પોતપોતાના ધાર્મિક નેતાઓનું અનુસરણ કરે છે.

ઇરાકમાં વર્ષ 2016માં પ્રથમ વખત શિયા અને સુન્ની મુસ્લિમોએ એક સાથે ઈદ ઊજવી હતી.

ત્યારે ધર્મનિરપેક્ષ દેશ તુર્કીમાં ઈદનો દિવસ નક્કી કરવા માટે ખગોળ વિજ્ઞાનની મદદ લેવામાં આવે છે. યુરોપમાં મુસ્લિમ સમુદાયના નેતા ઈદનો દિવસ નક્કી કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો