કોરોના સ્પૉર્ટસ : સેક્સ ડૉલ્સ ઑડિયન્સમાં, બંધ સ્ટેડિયમમાં રમાયેલી ફૂટબૉલ મૅચ પર વિવાદ

કોરોના સંક્રમણનો ભય ખેલ જગત પર છવાયેલો છે. લૉકડાઉનને પગલે રમતના મેદાનો બંધ છે અને દુનિયાભરમાં જ્યાં પણ લીગ પ્રતિસ્પર્ધા રમાય છે ત્યાં આયોજકો સામે પ્રશ્ન છે કે ખાલી સ્ટેડિયમમાં રમત યોજવામાં આવે તો ત્યાંનો માહોલ કેવી રીતે સુધારવો.

જોકે, દક્ષિણ કોરિયાના સિયોલની ફૂટબૉલ ક્બલે એફસી સિયોલે જે રીત અપનાવી કદાચ જ અન્ય સ્પૉર્ટસ ક્લબ તેનું અનુસરણ કરશે.

એફસી સિયોલે લીગ મૅચ દરમિયાન ઑડિયન્સ સ્ટેન્ડમાં માં સેક્સ ડૉલ્સ બેસાડી હતી અને તેને લઈને વિવાદ ઊભો થયો હતો તેમજ ચાહકો તરફથી ટીકાનો સામનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, એ પછી એફસી સિયોલે માફી પણ માગી હતી.

એફસી સિયોલની દલીલ હતી કે, આ સેક્સ ડૉલ્સ નહીં પરંતુ પ્રીમિયમ ગુણવત્તા ધરાવતી પૂતળાં-પૂતળીઓ છે.

જોકે પાછળથી તેમણે સ્વીકાર્યું હતું કે સેક્સ ટૉય્ઝ બનાવતા એક સપ્લાયરે આ તેને તૈયાર કર્યા હતા.

દક્ષિણ કોરિયામાં પોર્નોગ્રાફી પર પ્રતિબંધ હોવા છતાં આમાંથી કેટલાક પૂતળીઓ એક્સ રેટેડ વેબસાઇટની જાહેરાતો ધરાવતી હતી.

પૂતળાંઓના ઉત્પાદકે બીબીસીને જણાવ્યું કે તેમણે એફસી સિયોલની માફી માગી છે.

જોકે તેમનું પણ કહેવું હતું કે આ પ્રીમિયમ ગુણવત્તાવાળા પૂતળાં જ છે.

મૅચમાં શું થયું?

રવિવારે, એફસી સિયોલે કે લીગ સિઝનની પહેલી મૅચ રમી હતી. કોવિજ-19 મહામારીને કારણે સ્ટેડિયમ ખાલી રાખવામાં આવ્યું હતું.

મૅચ શરૂ થતા પહેલા ડૅલકૉમ નામની કંપનીએ સ્ટેડિયમની ખાલી સીટો ભરી આપવાની ઑફર કરી હતી અને ક્લબ પણ આ વાત માટે માની ગયું હતું.

કુલ 28 પૂતળીઓ અને 2 પુરૂષ પૂતળાં સ્ટેડિયમમાં મૂકવામાં આવ્યા.

જોકે, ઑનલાઇન મૅચ જોઈ રહેલા કેટલાક પ્રશંસકોએ કહ્યું કે કેટલાંક પૂતળીઓ ખરેખર સેક્સ ડૉલ્સ હતી અને એક્સ રેટેડ વેબસાઇટની જાહેરાતો ધરાવતી હતી. આને લઈને એફસી સિયોલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર માફી માગવી પડી હતી.

ડૅલકૉમે કહ્યું કે વિજ્ઞાપન એ સેક્સ ટૉય્ઝ કંપની તરફથી હતા જેમણે ડૅલકૉમ કંપનીને ઑર્ડર આપ્યો હતો અને મૅચ શરૂ થતા પહેલાં પૂતળીઓનાં ફોટો તે કંપનીને મોકલવાના હતા.

ડૅલકૉમ કમ્પનીના ડાયરેક્ટર ચો યંગ-જૂને બીબીસીને કહ્યું, “મૅચ શરૂ થાય તે પહેલા આ લોગો હઠાવવાના હતા.”

“પરંતુ પૂતળીઓ પર કેટલાક હૅર બૅન્ડ અને લોગો રહી ગયા જે દર્શકોની નજરે ચઢી ગયા.”

એફસી સિયોલના અધિકારી લી જી હૂને બીબીસીને કહ્યું કે ડૅલકૉમના પૃષ્ઠભૂમિની તપાસ નહોતી કરવામાં આવી એટલે ધ્યાને ન આવ્યું કે આ કંપની સેક્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે.

તેમણે કહ્યું કે આ પૂતળીઓ ખરેખર જીવતા મનુષ્યો જેવી લાગતી હતી પરંતુ તેમને જરા પણ અહેસાસ ન થયો કે આ સેક્સ ટૉય હોઈ શકે છે.

દક્ષિણ કોરિયામાં ક્યારે થઈ ફૂટબૉલની શરૂઆત?

2020 કે લીગ સીઝન ફેબ્રુઆરીમાં શરૂ થવાની હતી પરંતુ મહામારીને કારણે તે ન રમાઈ શકી.

દક્ષિણ કોરિયાએ કોરોના વાઇરસને માત આપીને ફૂટબૉલની શરૂઆત કરી દીધી છે.

આઠ મેના કે લીગની શરૂઆત થઈ અને આખી દુનિયાનું ધ્યાન તેના પર હતું.

પ્રથમ મૅચનું પ્રસારણ બીબીસીએ પણ કર્યું હતું. ખાલી સ્ટેડિયમમાં એ મૅચ રમાઈ હતી. સિવાય હાથ મિલાવવા પર પ્રતિબંધ હતો અને કોચને પણ માસ્ક પહેરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

કે લીગના અધિકારીઓ મુજબ ખેલાડીઓને થૂંકવા અને નાક સાફ કરવાથી પણ રોકવામાં આવ્યા છે અને એક બીજાની નજીક ન જવાનું કહેવામાં આવ્યું છે.

બીજે ક્યાં ફૂટબૉલ શરૂ થયો?

જર્મનીમાં પણ ફૂટબૉલની રમત શરૂ થઈ છે, અહીં પણ સ્ટેડિયમમાં દર્શકો હાજર નથી રહી શકતા.

ઇંગ્લૅન્ડમાં પ્રીમિયર લીગ 12 જૂને શરૂ થવાની શક્યતા છે. ત્યારે ફ્રાન્સમાં લીગ 1ની સિઝન રદ કરી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો