You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Asteroid : નાસાએ કહ્યું, બે કિલોમિટર મોટો ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થશે
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા પ્રમાણે બુધવારે સવારે પૃથ્વીની નજીકથી એક મોટો ઉલ્કાપિંડ પસાર થશે જે આકારમાં આશરે બે કિલોમિટર જેટલો મોટો હશે.
નાસા પ્રમાણે આ ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી પસાર થશે પણ તેનાથી નુકસાનની શક્યતા નથી.
સંયુક્ત રાષ્ટ્રના ઍસ્ટરૉઇડ ડે નામના ટ્વિટર હૅન્ડલે પણ જાહેરાત કરી હતી કે 29 એપ્રિલે પૃથ્વીની નજીકથી ઉલ્કાપિંડ સુરક્ષિત રીતે પસાર થઈ જશે અને તેનું લાઇવ પ્રસારણ પણ દેખાડવામાં આવશે.
1998 ઓઆર2 નામનો આ ઉલ્કાપિંડ અમેરિકાના સમય પ્રમાણે સવારે 5.55 વાગ્યે પૃથ્વીની સૌથી નજીક આવી જશે.
નાસા પ્રમાણે આ ખગોળશાસ્ત્રીઓ માટે ઉલ્કાપિંડ પર અધ્યયન કરવાનો સારો અવસર છે.
આમ તો આ ઉલ્કાપિંડ પૃથ્વીથી ઘણાં મોટા અંતરે હશે પરંતુ ખગોળશાસ્ત્રીઓ માટે આ અંતર ઘણું નજીક કહેવાય.
આ ઉલ્કાપિંડ પૃથ્વીથી લગભગ 63 લાખ કિલોમિટર દૂરથી પસાર થઈ જશે , આ અંતર પૃથ્વી અને ચંદ્રમાં વચ્ચેના અંતર કરતાં આશરે 16 ગણું વધારે થયું.
નાસા પ્રમાણે 1998 ઓઆર2 ને જુલાઈ 1998માં નાસાના જેટ પ્રૉપલ્શન લૅબોરેટરીના નીયર અર્થ ઍસ્ટરૉઇડ ટ્રૅકિંગ પ્રોગ્રામ હેઠળ શોધવામાં આવ્યો હતો અને આશરે બે દાયકાથી ખગોળશાસ્ત્રીઓ તેના પર નજર રાખી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલે તેની ઑર્બિટલ ટ્રૅજેક્ટરીને બહુ ચોક્કસાઈથી સમજી શકવાનો દાવો નાસા કરી રહ્યું છે.
નાસાનો દાવો છે કે આવનારા 200 વર્ષ સુધી આ ઉલ્કાપિંડની પૃથ્વી પર કોઈ અસર નહીં થાય.
અત્યાર બાદ આ ઉલ્કાપિંડ પૃથ્વીથી વર્ષ 2079માં પૃથ્વીની નજીકથી પસાર થશે અને ત્યારે તેનું અંતર પૃથ્વી અને ચંદ્રના અંતરથી ચારગણું હશે.
નાસાનું કહેવું છે કે આટલા મોટા ઉલ્કાપિંડનું પૃથ્વીની નજીકથી પસાર થવું એ અનોખી ઘટના છે.
છેલ્લે આવો મોટો ઉલ્કાપિંડ ઍસ્ટરૉઇડ ફ્લૉરેન્સ વર્ષ 2017માં પૃથ્વી નજીકથી પસાર થયો હતો, તે આકારમાં પાંચ કિલોમિટર મોટો હતો અને પૃથ્વી તથા ચંદ્રના અંતરથી 18 ગણાં અંતરે પૃથ્વી પાસેથી પસાર થયો હતો.
નાસાનું કહેવું છે કે દર પાંચ વર્ષે સરેરાશ ઍસ્ટરૉઇડ પૃથ્વીની નજીકથી પસાર થતા હોય છે.
આ પ્રકારના ઉલ્કાપિંડ પર દૂરબીનથી નજર રાખી શકાય છે.
નાસાનો દાવો છે કે 1998 ઓઆર2ના આકારના 98 ટકા જેટલા ઉલ્કાપિંડ અથવા તેનાથી મોટા આકારના ઉલ્કાપિંડને શોધીને ટ્રૅક કરવામાં આવી રહ્યા છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો