લૉકડાઉન : ક્રૂડ પર ઊતર્યો કોરોનાનો કેર, ઇતિહાસમાં પહેલી વાર ભાવો નૅગેટિવ

જેક પમ્પની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકાના ક્રૂડઑઈલના ભાવ નૅગેટિવ થયા હતા એટલે કે તે શૂન્યની સપાટીથી પણ નીચે ઊતરી ગયા હતા.

ક્રૂડની વર્તમાન સપાટીએ અત્યાર સુધીના સૌથી નીચેના સ્તરે છે. પેટ્રોલિયમ પેદાશોની માગમાં ઘટાડો તથા સ્ટોરેજની ક્ષમતામાં ઘટને કારણે આ કડાકો જોવા મળી રહ્યો છે.

મતલબ કે ક્રૂડઑઈલનું ઉત્પાદન કરનારા દેશો હવે ખરીદદારોને નાણાં આપીને પોતાનો માલ ખરીદવા વિનંતી કરી રહ્યાં છે, કારણ કે તેમને ભીતિ છે કે જો આમ નહીં થાય તો તેમની સ્ટોરેજની સમસ્યા વકરશે.

ભારત સહિત દુનિયાના અનેક દેશોએ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન જાહેર કર્યું છે, જેને કારણે જાહેર તથા ખાનગી પરિવહનવ્યવસ્થા ઠપ છે.

જેથી પેટ્રોલ-ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશોની માગમાં જંગી ઘટાડો થયો છે.

line

સમસ્યા સંગ્રહની

સ્ટોરેજની સમસ્યાને પહોંચી વળવા માટે અનેક કંપનીઓએ ક્રૂડઑઈલની હેરફેર કરતાં ટૅન્કર ભાડે લીધા છે, જેથી કરીને તેમાં સંગ્રહ કરી શકાય.

જોકે, તેની અસર અમેરિકામાં ક્રૂડના ભાવો ઉપર પડી હતી, જે શૂન્યથી નીચે જતી રહી હતી.

અમેરિકન ક્રૂડ માટેના સૂચકાંક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI)માં કિંમત ઘટીને 37.63 ડૉલર પ્રતિબૅરલ થઈ ગઈ હતી.

અમેરિકાની સંગ્રહક્ષમતા ઉપર તેલના વપરાશમાં ઘટાડોને કારણે ભારણ પડ્યું હતું.

સોમવારના આ ઘટાડાની અસર દુનિયાભરના ક્રૂડઑઈલના બજારો પર જોવા મળી હતી.

ઇન્ટરનેશનલ બૅન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડના ભાવોમાં પણ 8.9 ટકાનો કડાકો બોલી ગયો હતો અને તે 26 ડૉલર પ્રતિબૅરલ પર આવી ગયો હતો.

અગાઉ જ માંગમાં ઘટાડો અને ઉત્પાદક દેશ વચ્ચે પ્રોડક્શન ઘટાડવા અંગે સહમતી ન સધાતા ઇન્ડસ્ટ્રી ઉપર સંકટના વાદળ ઘેરાયેલાં હતાં.

એપ્રિલ મહિનાના શરૂઆતના સમયમાં જ ઑપેક તથ ક્રૂડનું ઉત્પદાન કરતા અન્ય દેશો 10 ટકા જેટલો ઘટાડો લાવવા માટે સહમત થયા હતા. જે ઘટાડા અંગે અત્યારસુધીની સૌથી મોટી ડીલ હતી.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આમ છતાં સમસ્યાઓમાં ખાસ ઘટાડો નથી થયો. ઍક્સિકૉર્પના ચીફ ગ્લોબલ સ્ટ્રેટજિસ્ટ સ્ટિફન ઇન્સના કહેવા પ્રમાણે :

"બજારને એ વાત સમજાઈ ગઈ હતી કે વર્તમાન સંજોગોમાં ઑપેક પ્લસ તેલના ભાવોને જાળવી રાખવામાં નિષ્ફળ રહેશે."

line

ભાવો હજુ ઘટશે?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બીબીસીના આર્થિક સંવાદદાતા એડ્રયૂ વૉકરનું કહેવું છે કે હાલમાં દુનિયા પાસે વપરાશ કરતાં વધુ ક્રૂડઑઈલ છે. આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડાને કારણે વિશ્વભરમાં ક્રૂડના ભાવોમાં ઘટાડો નોંધાયો છે.

ક્રૂડઑઈલની નિકાસ કરતા દેશોના સંગઠન ઑપેક તથા રશિયા જેવા રાષ્ટ્રો ઉત્પાદનમાં રેકર્ડ ઘટાડો લાવવા સહમત થયા હતા. અમેરિકા તથા અન્ય દેશો પણ ક્રૂડઑઈલનું ઉત્પાદન ઘટાડવા માટે સહમત થયા હતા, આમ છતાં દુનિયામાં જરૂરિયાત કરતાં વધુ ક્રૂડનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ક્રૂડના ભાવ ઉપર નજર

તેમના મતે માત્ર વપરાશ જ નહીં, પરંતુ લૉકડાઉન ખુલે તથા સ્થિતિ સામાન્ય થાય ત્યારસુધી સંગ્રહ કરવો બરાબર છે કે કેમ, તે મુદ્દો પણ વિચારણીય છે.

દરિયા તથા જમીનની સંગ્રહવ્યવસ્થા ઝડપભેર ભરાઈ રહી છે, જેથી કરીને સંગ્રહની નવી સમસ્યા ઊભી થઈ છે. ઉપરાંત કોરોનાના સંકટમાંથી ઉગરી જશે તે પછી પણ સ્થિતિને સામાન્ય થતાં કેટલો સમય લાગશે, તે અનિશ્ચિત છે.

વિશ્વભરની આરોગ્યસેવાઓ આ સંકટને કેવી રીતે પહોંચી વળે છે, તેની ઉપર પણ ઘણો ધાર રહેશે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો