કોરોના વાઇરસ : શું મોટા ભાગના લોકોએ માસ્ક પહેરવા જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડેવિડ શુકમૅન
- પદ, સાયન્સ ઍડિટર
શું કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે આપણે સૌએ માસ્ક પહેરવો જોઈએ?
વિશ્વ આરોગ્ય સંસ્થાના સલાહકારોની એક પેનલ આ સવાલ પર વિચારણા કરી રહી હતી.
પેનલના સભ્યો સંશોધનોને આધારે એ નક્કી કરવા કોશિશ કરી કે અગાઉની ધારણા કરતાં શું દૂર સુધી ચેપ લાગવાની શક્યતા છે ખરી.
બીબીસી ન્યૂઝ ઑનલાઇનના હૅલ્થ ઍડિટર મિશેલ રૉબોર્ટસ વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણનો ટાંકીને કહે છે કે મેડિકલ માસ્ક આરોગ્યકર્મીઓ પૂરતા સીમિત રહેવા જોઈએ અને સામાન્ય લોકોએ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ જેનામાં લક્ષણો હોય કે જે સંદિગ્ધ લોકની સારવારમાં રત હોય તેમણે માસ્ક પહેરવો જોઈએ.
વિશ્વ આરોગ્ય સંસ્થા દરેક લોકો માટે માસ્કની ભલામણ નથી કરતી કેમ કે કાઢવામાં અને પહેરવામાં ચેપનો ખતરો ઊભો થઈ શકે છે અને તે ઉપરાંત જો અન્ય કોઈએ તેનો વપરાશ કરેલો હોય તો તેમનો ચેપ પણ લાગી શકે છે.
આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે માસ્કને લીધે સુરક્ષિત હોવાનો ખોટો અહેસાસ પણ વ્યક્તિમાં આવી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થા સલામત સામાજિક અંતર અને હાથ ધોવા પર વધારે ભાર આપવાનું કહે છે.
અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે ઉઘરસ આવે તેના કારણે 6 મીટર સુધી અને છીંકને કારણે 8 મીટર સુધી છાંટા ઊડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ પેનલના વડા પ્રોફેસર ડેવિડ હેયમૅને બીબીસી ન્યૂઝને જણાવ્યું કે નવા સંશોધન પછી માસ્ક પહેરવા વિશેની સલાહમાં ફેરફાર થઈ શકે છે તેવી વાત કરી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર રહી ચૂકેલા હેયમૅને જણાવ્યું કે "WHO નવા પુરાવાના આધારે તે બાબતની ફરી ચર્ચા કરી રહી છે કે શું માસ્ક પહેરવા માટે અપાયેલી સલાહમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં."
હાલમાં શું સલાહ આપવામાં આવેલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
WHO દ્વારા હાલમાં અપાયેલી સલાહ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ ખાંસી ખાતી હોય કે છીંક ખાતી હોય તેનાથી કમસે કમ એક મીટરનું અંતર રાખવું જોઈએ, જેથી ચેપ લાગવાનું જોખમ ટાળી શકાય.
જે લોકો બીમાર હોય અને અથવા જેમનામાં ચેપનાં લક્ષણો દેખાયાં હોય તેમણે માસ્ક પહેરવો જોઈએ તેવી સલાહ પણ અપાયેલી છે.
જોકે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સલાહ આપેલી છે કે તંદુરસ્ત લોકોએ ત્યારે જ માસ્ક પહેરવાની જરૂર છે જ્યારે કોઈ દર્દીની સંભાળ લઈ રહ્યા હોય. અન્ય કોઈ વ્યક્તિને ચેપ લાગ્યાની શક્યતા હોય તો તેની સંભાળ લેનારી વ્યક્તિએ માસ્ક પહેરવો જોઈએ. આ ઉપરાંત ખાંસી થઈ હોય કે છીંકો આવી રહી હોય ત્યારે પણ તંદુરસ્ત વ્યક્તિએ માસ્ક પહેરવો જોઈએ.
જોકે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માસ્ક પહેરવાનો ફાયદો ત્યારે જ છે, જ્યારે સાથોસાથ વારંવાર હાથ ધોવાની કાળજી લેવાતી હોય. સાથે જ માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ અને યોગ્ય રીતે તેનો નિકાલ થવો જોઈએ.
યુકેમાં તથા અમેરિકા સહિતના અન્ય દેશોમાં બે જણ વચ્ચે અંતર જાળવવાની સલાહ આપવામાં આવી છે, તેમાં ઓછામાં ઓછું 2 મીટરનું અંતર જાળવવાનું કહેવાયું છે.
આ સલાહ એવા પુરાવાના આધારે આપવામાં આવી છે કે વાઇરસ લિક્વિડના ડ્રૉપમાં એટલે કે ખાંસી કે છીંકના છાંટામાં હોય ત્યારે જ બીજાને લાગે છે.
અત્યારે એવું સમજવામાં આવે છે કે મોટા ભાગના કેસમાં છાંટા હવામાં વિખેરાઈ જાય છે અથવા વ્યક્તિમાંથી નીકળ્યા પછી નજીકમાં જમીન પર પડી જાય છે.


- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

નવું સંશોધન શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅમ્બ્રિજની મેસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (એમઆઈટી)ના સંશોધકોએ હાઇસ્પીડ કૅમેરા તથા બીજા સેન્સર્સનો ઉપયોગ કરીને એ જાણવાની કોશિશ કરી હતી કે કોઈ ખાંસી કે છીંક ખાય ત્યારે શું થાય છે.
સંશોધકોએ જોયું કે જોરથી બહાર છાંટા ઊડે તે પછી તેનાથી તેજ ગતિ ધરાવતા નાનકડા વાદળ જેવું બને છે, જેની અંદર નાનીમોટી અનેક સાઇઝના ભીના છાંટા હોય છે. તેમાંથી જે છાંટા સૌથી નાના હોય તે વધુ દૂર સુધી ફેંકાતા હોય છે.
લૅબોરેટરી કન્ડિશનમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં જોવા મળ્યું હતું કે ખાંસી ખાવાને કારણે 6 મીટર સુધી અને છીંક ખાવાથી 8 મીટર સુધી બહુ ઝડપથી છાંટા ઊડે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેનાથી શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
આ અભ્યાસની આગેવાની લેનારા એમઆઈટીના પ્રોફેસર લિડિયા બોરોઇબાએ જણાવ્યું કે હાલમાં 'સલામત અંતર' કેટલું કહેવાય તેના વિશેની જે ધારણા છે તેનાથી પોતે ચિંતિત છે.
"આપણે જ્યારે બહાર કશુંક છોડીએ, ખાંસી ખાઈએ કે છીંક ખાઈએ ત્યારે તેનાથી ગેસનું ક્લાઉડ બને છે તે બહુ ઝડપથી ગતિ કરતું હોય છે. તે દૂર જઈ શકે છે અને દરેક સાઇઝના છાંટાને પોતાની અંદર રાખીને કમરામાં દૂર સુધી જઈ શકે છે," એમ તેઓ કહે છે.
"તેથી એક કે બે મીટરના અંતરે રહેવાથી સલામત રહેવાશે, કોઈક રીતે છાંટા નીચે જમીન પર પડી જશે એવું માની લેવાયું છે તે કોઈ અભ્યાસના આધારે નથી. માપ લઈને, વિઝ્યુઅલાઇઝ કરીને કે વારંવારના પ્રયોગો કરીને આવું નક્કી કરાયું નથી."
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
તો શું માસ્ક વિશેની સલાહમાં ફેરફાર કરવો જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર બોરોઇબાનું માનવું છે કે કેટલીક સ્થિતિમાં, ખાસ કરીને બંધ કમરામાં અને ઓછા હવાઉજાસવાળા કમરામાં માસ્ક પહેરવાથી જોખમ ઘટાડી શકાશે.
દાખલા તરીકે, કોઈને ચેપ લાગેલો હોય ત્યારે તેમને સામેથી મળવાથી માસ્ક હોય તો તેનાથી તેમના શ્વાસને અને તેમના મોંમાંથી નીકળતા છાંટાને તમારા મોંમાં જતા અટકાવી શકાય છે.
પ્રોફેસર બોરોઇબા કહે છે, "જોકે નબળા પ્રકારના માસ્કને કારણે બહુ નાના એવા પાર્ટીક્યુલેટ્સ રોકી શકાતા નથી. તેમાં યોગ્ય ફિલ્ટ્રેશન ના હોવાથી હવામાં રહેલા કણ અટકી શકશે નહીં."
"જોકે માસ્કના કારણે એવું થઈ શકે કે ક્લાઉડ ઊડતું હોય છે તે સીધું આવવાને બદલે બાજુની તરફ વાળી શકાય."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
WHOના સલાહકારો શું વિચારી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર હેયમૅનના જણાવ્યા અનુસાર એમઆઈટી તથા અન્ય ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા થયેલા અભ્યાસોનું મૂલ્યાંકન કરવામાં આવશે, કેમ કે તેમાં એવું જણાવાઇ રહ્યું છે કે ધારણા કરતાં ખાંસી અને છીંકથી વધુ દૂર સુધી છાંટા જઈ શકે છે.
તેમણે કહ્યું કે જો પુરાવા આ બાબતને સાબિત કરશે તો પછી "અંતર રાખવા જેટલું જ અથવા તો તેનાથી વધારે સલામત એ રહેશે કે માસ્ક પહેરવામાં આવે."
જોકે તેઓ ચેતવણી આપે છે કે માસ્કને યોગ્ય રીતે પહેરવો પડે. નાક ફરતે સીલ હોવું જોઈએ. જો માસ્ક ભીનો થઈ જાય તો પાર્ટિકલ્સ તેમાંથી પસાર થઈ શકે છે એમ પ્રોફેસર હેયમેન જણાવે છે.
માસ્કને યોગ્ય રીતે દૂર કરવો જોઈએ જેથી તેના કારણે હાથને ચેપ ના લાગે.
તેમણે ઉમેર્યું કે સતત માસ્ક પહેરી રાખવો પણ જરૂરી બને.
"માસ્ક પહેર્યો હોય અને પછી તેને કોઈક કારણસર દૂર કરવામાં આવે તે યોગ્ય નથી. સિગારેટ પીવા કે જમવા માટે હઠાવી દેવામાં આવે તેનો અર્થ નથી. સતત માસ્ક પહેરી રાખવો પડે," એમ તેઓ કહે છે.
ચેપના જોખમની બાબતમાં તૈયાર કરવામાં આવેલી, સ્ટ્રેટેજિક એન્ડ ટેકનિકલ ઍડવાઇઝરી ગ્રૂપના નામે તૈયાર કરવામાં આવેલી આ પેનલની આગામી વર્ચ્યુઅલ મિટિંગ થોડા દિવસોમાં યોજાવાની છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના પ્રવક્તાએ જણાવ્યું કે ક્લિનિકલ સેટિંગ સિવાય અન્ય જગ્યાએ માસ્ક પહેરવાનો બહુ ફાયદો નથી.
"ફેસમાસ્ક યોગ્ય રીતે પહેરવો પડે, વારંવાર બદલવો પડે, યોગ્ય રીતે તેને દૂર કરવો પડે અને સલામત રીતે તેનો નિકાલ કરવો પડે. આ ઉપરાંત તેને સ્વચ્છતાના અન્ય નિયમો સાથે વાપરવો પડે તો જ અસરકારક થાય.
"સંશોધન જણાવે છે કે લાંબો સમય માસ્ક પહેર્યા પછી આ બીજી બધી બાબતોમાં થોડી ઢીલ આવી જતી હોય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
શું માસ્ક પહેરવા વિશે દેશોમાં સલાહમાં ફેરફાર નથી થઈ રહ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
લાંબા સમયથી એશિયામાં લોકપ્રિય રહેલા માસ્ક હવે અમેરિકાની સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ પર જાહેર જનતાના ઉપયોગ માટે વિચારવા લાગી છે.
ઑસ્ટ્રિયામાં પણ લોકો તેને પહેરવા લાગ્યા છે અને પોલીસ સાથે જેમણે પણ કામ પાર પાડવાનું હોય તેમણે પહેરવો જ પડે છે. સુપરમાર્કેટ્સમાં પણ આગ્રહ રાખવામાં આવે છે કે ગ્રાહકો માસ્ક પહેરે.
યુરોપમાં સામાન્ય રીતે માસ્ક પહેરેલા લોકો જોવા મળતા નહોતા, પણ હવે વિશ્વ આરોગ્ય સંસ્થાની સલાહને કારણે કદાચ વધુ લોકો માસ્ક સાથે ફરતા જોવા મળશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













