You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મીઢબે 100 કરોડની લૂંટ અને એ પણ ઍરપૉર્ટમાં ઘૂસીને
100 કરોડની લૂંટની ખૂબ જ મોટી કહી શકાય એવી એક ઘટના બની છે.
લુટારુઓની એક હથિયારધારી ટોળકી 15 મિલિયન ડૉલર એટલે કે લગભગ 110 કરોડ રૂપિયા લઈને છૂ થઈ ગઈ છે અને હાલ પોલીસ તેમને શોધી રહી છે.
મહત્ત્વની વાત એ છે કે આટલી મોટી લૂંટ તેમણે ઍરપૉર્ટમાં ઘૂસીને કરી છે.
આ ટોળકી ચિલીના સાન્ટિઆગો ઍરપૉર્ટ પર કાર્ગો એરિયામાં ઘૂસી અને બંદૂકના નાળચે આખું કન્સાઇન્મૅન્ટ જ ઉઠાવી લીધું.
આટલી મોટી રકમ લૂંટ થઈ તે અગાઉ જ વિદેશથી ઍરપૉર્ટ પર આવી હતી અને તે કાર્ગો વિસ્તારમાં રાખવામાં આવેલી હતી.
આ રકમને ચિલીની બૅન્ક સુધી પહોંચાડવાની હતી. જોકે તે પહેલાં જ તેની લૂંટાઈ ગઈ.
7 સભ્યોની લુટારુ ટોળકી બે વાહનોમાં ઍરપૉર્ટમાં ઘૂસી ગઈ હતી.
ખાસ રીતે રંગરોગાન કરેલું એક વાહન તેમણે રાખ્યું હતું જેના પર ડીએચએલ કંપનીનો લોગો પ્રિન્ટ કરવામાં આવેલો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ હાલ આ 7 લોકોને શોધી રહી છે. પોલીસનું માનવું છે કે આ ઘટનામાં અંદરનો જ કોઈ માણસ સંડોવાયેલો હોઈ શકે છે.
લૂંટની આ ઘટનામાં ઍરપૉર્ટના એક સિક્યૉરિટી ગાર્ડ ઘવાયા છે.
લૂંટમાં વપરાયેલી એક વાન અર્ધબળેલી સ્થિતિમાં બિનવારસી મળી આવી છે.
પોલીસનું કહેવું છે કે જે વાન મળી આવી છે તે કુરિયર કંપની ડીએચએલની નથી, પરંતુ તેને તેવી રીતે રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આટલી મોટી લૂંટની ઘટના આ પહેલી નથી.
અગાઉ 2014માં અતુરો મેરિનો બેનિતેઝ ઍરપૉર્ટ પરથી એક ગૅંગે 10 મિલિયન ડૉલરનું આખું કન્સાઇન્મૅન્ટ લૂંટી લીધું હતું.
આ લૂંટને પગલે ઍરપૉર્ટની સુરક્ષાના મુખ્ય અધિકારીને હાંકી કાઢવામાં આવ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો