ICC Women's T20 World Cup Semifinal : ભારતીય મહિલા ટીમ ઇંગ્લૅન્ડ સામે મૅચ રમ્યા વિના જ ફાઇનલમાં પ્રવેશી

ટીમ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી-20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં એક પણ બૉલ રમ્યા વિના ફાઇનલમાં પ્રવેશી છે.

ગુરુવારે ટી-20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ટુર્નામેન્ટમાં ગ્રૂપમાં નંબર-બેની ટીમ ઇંગ્લૅન્ડ સામે હતો.

આ મૅચ સિડનીમાં ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગે શરૂ થવાની હતી. જોકે, મૅચ પૂર્વે સિડનીમાં ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો અને વધુ વરસાદની આગાહી છે.

News image

ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ માટે રિઝર્વ દિવસ રાખવામાં નથી આવ્યો અને એ સંજોગોમાં મૅચ રદ થતાં ભારતની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી ગઈ.

ભારતની ડાયરેક્ટ ફાઇનલ ઍન્ટ્રીનું કારણ એ છે કે ભારતની ટીમ આ ટી-20 વર્લ્ડ કપમાં એક પણ મૅચ નથી હારી અને ટોચને સ્થાને રહી છે. આની સામે ઇંગ્લૅન્ડની ટીમ બીજા સ્થાને છે.

ઇંગ્લૅન્ડની ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ વર્તમાન ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે.

જો આ મૅચમાં પણ વરસાદ પડે તો ઑસ્ટ્રેલિયાની ટીમ ટી-20 વર્લ્ડ કપથી બહાર ફેંકાઈ જશે, કેમ કે તે પણ એમના ગ્રૂપમાં બીજા સ્થાને હતી.

જોકે, સાઇમન કિંગનું કહેવું છે બીજી સેમિફાઇનલ અગાઉ વરસાદ બંધ થઈ જાય એવી શક્યતા પણ છે.

મેદાન

ઇમેજ સ્રોત, Getty Images

જો ભારતની સેમિફાઇનલમાં વરસાદ પડે તો બીજી સેમિફાઇનલ માટે મેદાન તૈયાર કરી શકાશે કે નહીં એ સવાલ પણ ઊભો રહ્યો છે.

બીજી સેમિફાઇનલ મોડી શરૂ થઈ શકે એવી અટકળો પણ લગાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ રવિવારે મેલબર્નમાં રમાવાની છે અને ભારતની ટીમને આ વર્લ્ડ કપની મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો