જ્યારે સચીન તેંડુલકરે મેદાનમાં એક મહિલા ખેલાડીનો સામનો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતીય બૅટ્સમૅન સચીન તેંડુલકર 2013માં અંતિમ ટેસ્ટ મૅચ રમ્યા હતા અને ફેબ્રુઆરી 2020માં તેઓ ફરી એક વખત બેટિંગ કરવા માટે મેદાનમાં ઊતર્યા અને એ વખતે તેમણે એક મહિલા ખેલાડીના બૉલ પર બેટિંગ કરી હતી.
એક ચેલેન્જ અંતર્ગત સચીન તેંડુલકર ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે બેટિંગ કરવા મેલબૉર્નના જંક્શન ઓવલ મેદાનમાં ઊતર્યા હતા.
સચીન તેંડુલકરને એક ઑસ્ટ્રેલિયન મહિલા ખેલાડીએ રમવાની ચેલેન્જ આપી છે.
ચેલેન્જ આપનાર મહિલા ખેલાડી એલિસ પેરી છે, જેઓએ સચીન તેંડુલકર સામે બૉલિંગ કરી હતી.
સચીનને ઘણા સમયે રમતાં જોઈ પ્રેક્ષકો અને મહિલા ટીમમાં ઉત્સાહ આવી ગયો હતો.
સચીન તેંડુલકરે આ ચેલેન્જ એવા સમયે સ્વીકારી છે, જ્યારે ડૉક્ટરે તેમને નહીં રમવાની સલાહ આપી છે.

કોણ છે એલિસ પેરી?

ઇમેજ સ્રોત, Getty Images
એલિસ પેરી ઑસ્ટ્રેલિયન મહિલા ટીમનાં 29 વર્ષીય ઑલ-રાઉન્ડર ખેલાડી છે, તેમનો જન્મ સિડનીમાં થયો હતો.
તેમને 16 વર્ષની વયે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ક્રિકેટની સાથેસાથે ફૂટબૉલનાં ખેલાડી પણ છે અને તેઓ ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ માટે ફૂટબૉલ પણ રમે છે.
વન ડે ઇન્ટરનેશનલમાં તેમણે 2007માં પદાર્પણ કર્યું હતું, 22 જુલાઈ, 2007માં તેઓ ન્યૂઝીલૅન્ડની મહિલા ટીમ સામેની મૅચમાં રમ્યાં હતાં.
તેઓ અત્યાર સુધી 112 વન ડે ઇન્ટરનેશનલ મૅચ રમી ચૂક્યાં છે.
112 વન ડેમાં તેમણે 152 વિકેટ લીધી છે, તેમનો શ્રેષ્ઠ બૉલિંગ સ્કોર 7/22 છે.
તેમણે ત્રણ વન ડે મૅચમાં પાંચ કે તેનાથી વધારે વિકેટ લીધી છે.
વન ડે ઇન્ટરનેશનલમાં તેમના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેઓએ 89 ઇનિંગ્સમાં 3022 રન 77.15ની સ્ટ્રાઇક રેટ સાથે કર્યા છે. તેમનો શ્રેષ્ઠ વન ડે ઇન્ટરનેશનલ સ્કોર 112 છે.
જેમાં 2 સદી અને 27 અર્ધસદી સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 2008માં પેરી ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામે ઑસ્ટ્રેલિયન ટીમમાંથી પહેલી ટી-20 રમ્યાં હતાં.
અત્યાર સુધી તેઓ 115 ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યાં છે, જેમાં તેમણે 112 વિકેટ લીધી છે.
તેમણે 2171 બૉલમાં 2125 રન આપ્યા છે અને તેમનો ટી-20નો શ્રેષ્ઠ બૉલિંગ સ્કોર 4/12 છે.
ટી-20 કૅરિયરમાં તેમણે 68 ઇનિંગમાં 1191 રન કર્યા છે.
પેરીએ આંતરરાષ્ટ્રીય ટૅસ્ટ ક્રિકેટમાં ફેબ્રુઆરી 2008માં પદાર્પણ કર્યું હતું, તેઓ પહેલી મૅચ ઇંગ્લૅન્ડની મહિલા ટીમ સામે રમ્યાં હતાં.
તેઓ અત્યાર સુધી આઠ ટેસ્ટ મૅચ રમ્યાં છે, જેમાં તેમનો શ્રેષ્ઠ બૉલિંગ સ્કોર 9/70 રહ્યો છે.
તેમની આંતરરાષ્ટ્રીય ફૂટબૉલકારકિર્દી પણ 2007માં જ શરૂ થઈ હતી.
પેરી વિદ્યાર્થીકાળમાં ફૂટબૉલ અને ક્રિકેટ ઉપરાંત અન્ય સ્પૉર્ટ્સમાં પણ રુચિ ધરાવતાં હતાં.

શું છે ચેલેન્જ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઑસ્ટ્રેલિયન મહિલા ટીમના ટ્વિટર હૅન્ડલ પરથી શનિવારે એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.
જેમાં પેરી કહી રહ્યાં છે, "સચીન, તમે બુશફાયર મૅચને સપૉર્ટ કરવા ઑસ્ટ્રેલિયા આવ્યા છો."
"અમને ખ્યાલ છે કે તમે એક ટીમને કોચિંગ આપી રહ્યા છો પણ ગઈ કાલ રાત્રે અમે બેસીને વાત કરતાં હતાં, ત્યારે વિચાર આવ્યો કે જંક્શન ઓવલમાં તમને એક ઓવર માટે રિટાયરમૅન્ટમાંથી બહાર આવતા જોઈને આનંદ થશે."
સચીન તેંડુલકરે આ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું અને આ ચેલેન્જ સ્વીકારી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












