ઈરાનમાં કાસિમ સુલેમાનીના જનાજામાં નાસભાગ, 40નાં મૃત્યુ અને 200થી વધુ ઘાયલ

ઈરાનના સૈન્યના કમાન્ડર કાસિમ સલેમાનીના જનાજામાં નાસભાગ થઈ હતી.

આ ઘટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાંની માહિતી મળી રહી છે અને 48 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સુલેમાનીના જનાજામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ વખતે આ દુર્ઘટના ઘટી હતી.

સુલેમાની કેરમન શહેરીથી હતા. તેમના મૃતદેહને ઇરાકથી પહેલાં અહવાઝ, અને પછી તેહરાન અને હવે કેરમન લાવવામાં આવ્યો હતો. અહીં જ તેમની દફનવિધિ થનાર છે.

શુક્રવારે બગદાદમાં હવાઈ હુમલામાં ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાની માર્યા ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો