You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇન્સ્ટાગ્રામ સ્ટાર બનવાં ગયાં એન્જલિના જૉલી પણ થઈ ગઈ ધરપકડ
સહર તાબાર એન્જલિના જૉલીના "ઝોમ્બી" વર્ઝન જેવી દેખાતાં હોવાના કારણે લાઇમલાઇટમાં આવ્યાં હતાં.
ઈરાની ઇન્સ્ટાગ્રામ સ્ટારે અમેરિકન ઍક્ટ્રેસ એન્જલિના જૉલી જેવાં દેખાવવા માટે તમામ હદો વટાવી દીધી અને તેમની ધરપકડ કરાઈ છે.
તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર સહર તાબારની ઈશનિંદા અને હિંસા ઉશ્કેરવા જેવા આરોપો હેઠળ ધરપકડ કરાઈ છે.
નોંધનીય છે કે ગયા વર્ષે તાબારની કેટલીક તસવીરો વાઇરલ થતાં તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગયાં હતાં.
કહેવાય છે કે તેઓ 50 પ્લાસ્ટિક સર્જરી કરાવી ચૂક્યાં છે. જોકે, તેમના દ્વારા પોસ્ટ કરાયેલી તમામ તસવીરો એડિટ થયેલી હતી.
સહર તાબાર છે કોણ?
બીબીસી મિડલ ઇસ્ટ ઍનાલિસ્ટ સેબેશ્ચિયન અશર પ્રમાણે, 22 વર્ષીય સહર તાબાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગયાં હતાં, જેમાં તેમને એન્જલિના જૉલીના ઝૉમ્બી વર્ઝન ગણાવાયાં હતાં.
તેઓ જણાવે છે કે એન્જલિના જૉલી જેવો દેખાવ મેળવવા માટે કરાયેલી સર્જરીઓને કારણે તેમનાં ગાલ, હોઠ અને નાક વિચિત્ર બની ગયાં છે.
તેઓ પોતાના પ્રશંસકોને એ વાતનો પણ સંકેત આપી ચૂક્યાં છે કે આ ઝૉમ્બી જેવો દેખાવ મેક-અપ અને ડિજિટલ એડિટિંગને કારણે શક્ય બન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, સામાન્ય જનતા દ્વારા કરાયેલી ફરિયાદો બાદ સહરની ધરપકડ કરાઈ હતી. તેમનાં પર ઈશનિંદા, ગેરકાયદેસર રીતે સંપત્તિ મેળવવી, દેશના ડ્રેસ-કોડનું અપમાન, યુવાનોને ભ્રષ્ટાચારના આચરણ માટે ઉશ્કેરવા તેમજ હિંસા માટે ઉશ્કેરણી જેવા ગંભીર આરોપો લગાવાયા છે.
ત્યાર બાદથી જ તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દેવાયું છે.
આ સાથે જ તેઓ ઘણા એવા ઈરાની ઑનલાઇન સ્ટાર અને ફૅશન બ્લૉગરની યાદીમાં સામેલ થઈ ગયાં છે જેઓ દેશના કાયદા સાથે સંઘર્ષમાં આવ્યા છે.
તેમની ધરપકડ થતાં સોશિયલ મીડિયામાં લોકો સત્તાધીશોના આ પગલાને વખોડી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો