અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, AFP

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે.

આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સોશિયલ મીડિયા પર શૅર કરાયેલી તસવીરોમાં ઘટનાસ્થળોની બહાર આક્રંદ કરતી મહિલાઓ જોઈ શકાય છે.

હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી દીધી છે.

line

કેવી રીતે થયો હુમલો?

ઘટનાસ્થળની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અફઘાનિસ્તાનમાં લગ્ન દરમિયાન સામાન્યપણે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહે છે, જેઓ એક મોટા હૉલમાં ભેગા થાય છે.

આ હૉલમાં મહિલાઓ અને બાળકો તેમજ પુરુષોના કક્ષ અલગ-અલગ હોય છે.

લગ્નમાં સામેલ થયેલા એક મહેમાન મોહમ્મદ ફરહાગનું કહેવું છે કે જ્યારે તેઓ મહિલાઓના કક્ષમાં હતા, ત્યારે પુરુષોના કક્ષમાંથી ધડાકાનો અવાજ સંભળાયો હતો.

AFP સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "રડતા અને બૂમો પાડતા લોકો બહાર ભાગવાં લાગ્યાં."

"આશરે 20 મિનિટની અંદર હૉલમાં ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો હતો. પુરુષોના કક્ષમાં મોટાભાગના લોકોનાં મૃત્યુ થયા હતા અથવા તો તેઓ ઘાયલ થયા હતા."

સુરક્ષાકર્મીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અહીં મિરવાઇઝ નામની વ્યક્તિનાં લગ્ન થઈ રહ્યાં હતાં.

સ્થાનિક ટીવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "મારો પરિવાર, મારી દુલ્હન અને અમે આઘાતમાં છીએ."

"તેઓ હાલ બોલી શકવાની સ્થિતિમાં પણ નથી. મારી દુલ્હન વારંવાર બેભાન થઈ જાય છે."

"મેં મારા ભાઈને ગુમાવી દીધો. મારા મિત્રોને ગુમાવી દીધા, મારા સંબંધીઓને ગુમાવી દીધા."

"હવે હું જીવનમાં ક્યારેય ખુશી નહીં જોઈ શકું."

line

આત્મઘાતી હુમલો

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

તાજેતરમાં અફઘાનિસ્તાનમાં કેટલાય મોટા આત્મઘાતી હુમલાઓ થયા છે.

ચાલુ મહિને કાબુલની બહાર એક પોલીસ ચોકીને નિશાન બનાવવામાં આવી હતી. જેમાં, 150થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

તાલિબાને એ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

એક તરફ જ્યાં તાલિબાન અને અમેરિકા વચ્ચે અફઘાનિસ્તાનમાં યુદ્ધ સમાપ્ત કરવાના મામલે ચર્ચા ચાલી રહી છે.

તો બીજી તરફ આ પ્રકારના મોટા હુમલા કરાઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર, અમેરિકા અને તાલિબાન ટૂંક સમયમાં શાંતિસમજૂતીની જાહેરાત કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો