સોમાલિયા : હોટલ પર થયેલા આત્મઘાતી હુમલોમાં 26નાં મૃત્યુ, 50 ઘાયલ

ઇમેજ સ્રોત, AFP
દક્ષિણ સોમાલિયાની એક હોટલમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે.
રિપોર્ટ પ્રમાણે મૃતકોમાં એક પત્રકાર અને ઘણા વિદેશી નાગરિકો સામેલ છે. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન અલ-શબાબે લીધી છે.
અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં એક સ્થાનિક નેતા સિવાય કીનિયા અને તંઝાનિયાના ત્રણ-ત્રણ, અમેરિકાના બે અને એક બ્રિટિશ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે એક આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને કિસમાયો શહેરની હોટલમાં ઘૂસી ગયો હતો અને પછી હુમલા કર્યા.
જ્યારે હુમલો થયો એ જ વખતે આ હોટલમાં સ્થાનિક નેતા ચૂંટણી સંદર્ભે ચર્ચા કરવા આવ્યા હતા.
જાણવા મળે છે કે આ હુમલામાં પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિનું મૃત્યુ થયું છે.

પ્રત્યક્ષદર્શીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, AFP
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેમણે બ્લાસ્ટ પહેલાં ઘણા હથિયારધારી લોકોને અંદર જતા જોયા.
એક પ્રત્યક્ષદર્શી હુસૈન મુખ્તારે કહ્યું, "હુમલા પછી અહીં અફરાતફરી થઈ ગઈ હતી. પાસેની ઇમારતમાંથી મૃતદેહોને લઈ જતા જોયા અને અન્ય ઘણા લોકોને ભાગદોડ કરતા પણ જોયા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તંત્રને હોટલ ફરી નિયંત્રણમાં લેવામાં કલાકો લાગી ગયા.
જુબાલૅન્ડના પ્રમુખ અહમદ મોહમ્મદે મૃતકોની સંખ્યા 26 જણાવી છે. તેમણે એવું પણ કહ્યું છે કે ઘટનામાં 50થી વધુ લોકોને ઈજા થઈ છે.
પોલીસે કરેલી જવાબી કાર્યવાહીમાં ચાર હુમલાખોરોનાં મૃત્યુ થયાં છે.

હુમલામાં કોનાં મૃત્યુ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સ્થાનિક મીડિયા અને સોમાલિયા પત્રકાર સંઘે જણાવ્યું કે મૃતકોમાં 43 વર્ષીય પત્રકાર હોડેન નાલિયાહ અને તેમના પતિ ફરીદ સામેલ છે.
નાલિયાહ ઇંટીગ્રેશન ટીવી ચલાવતાં હતાં જેમાં સોમાલિયા સાથે જોડાયેલી કહાણીઓ બતાવવામાં આવતી હતી.
છ વર્ષની ઉંમરે તેઓ પોતાના પરિવાર સાથે કૅનેડા જતાં રહ્યાં હતાં. પછીથી તેઓ સોમાલી સમુદાયના પ્રશ્નો ઉઠાવતાં હતાં.
બે બાળકોનાં માતા નાલિયાહ તાજેતરમાં જ સોમાલિયા પરત આવ્યાં હતાં.
સોમાલિયા પત્રકાર સિંડિકેટે કહ્યું કે નાલિયાહ સાથે જ અન્ય એક રિપોર્ટર મોહમ્મદ ઓમાર સહલ પણ આ હુમલામાં માર્યા ગયા હતા. પત્રકારોના હુમલામાં મોત થયાં હોય એવી આ વર્ષની આ પ્રથમ ઘટના છે.

આ હુમલો કેટલો મોટો?
સોમાલિયાએ ઘણા ઉગ્રવાદી હુમલા જોયા છે પણ 2012માં અલ-શબાબને કિસમાયોથી બહાર ખદેડી દેવાયા બાદ આ દરિયાકાંઠાનું શહેર ઘણું શાંત રહ્યું છે.
જોકે આફ્રિકન શાંતિ સેના અને અમેરિકા પ્રશિક્ષિત સોમાલિયન સેનાના અસ્તિત્વ છતાં રાજધાની મોગાદિશુમાં સતત ઉગ્રવાદી હુમલા થતા રહ્યા છે.
અલ-શબાબને અલ-કાયદા સાથે સંબંધ રહ્યો છે અને સોમાલિયાના ગ્રામીણ વિસ્તારોમાં તેમની પકડ મજબૂત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












