શું કોહિનૂર ભારત કે પાકિસ્તાનના બદલે ઈરાનનો હીરો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
કોહિનૂર દુનિયાના સૌથી વિવાદીત હીરામાંથી એક છે.
તેને પ્રાપ્ત કરવા માટે સદીઓથી ષડયંત્ર રચવામાં આવી રહ્યાં છે. લડાઈઓ લડાઈ છે. આ હીરો ક્યારેક મુગલો પાસે રહ્યો તો ક્યારેક ઈરાનીઓ પાસે.
ક્યારેક અફઘાનો પાસે તો ક્યારેક પંજાબીઓ અને મરાઠાઓ પાસે. હાલ તો આ હીરો બ્રિટનનાં રાણીનાં તાજની શોભા છે.
105 કૅરેટનો આ અમૂલ્ય હીરો 19મી સદીની વચ્ચે બ્રિટીશરોના હાથમાં પહોંચ્યો. જે તાજમાં તેને જડાયો છે, તેને ટાવર ઑફ લંડનમાં પ્રદર્શિત કરાયો છે.
વિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદે એક પુસ્તક લખ્યું, "કોહિનૂર : ધ સ્ટોરી ઑફ ધ વર્લ્ડ્સ મોસ્ટ ઇનફેમસ ડાયમંડ."
આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે તત્કાલીન ગવર્નર જનરલ લૉર્ડ ડૅલહાઉઝીને 1849માં હીરો મળ્યો હતો.
તેમણે તેને અને તેની સાથે તેના ઇતિહાસ બતાવતી એક નોટ રાણી વિક્ટોરિયાને મોકલવાનું વિચાર્યું.
તેમણે તેના પર શોધ કરવાની જવાબદારી દિલ્હીના જૂનિયર આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ થિયો મૅટકાફને સોંપી. પરંતુ બજારોમાં લોકો વચ્ચે ચાલતાં ગપ્પાં સિવાય તેમને બીજું કંઈ ન મળ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણાં પ્રકારના મિથક આ હીરા સાથે જોડાયેલા છે.
મિથક : કોહિનૂર મુખ્યત્વે ભારતનો હીરો છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, Getty Images
હકીકત : કોહીનૂર જ્યારે બ્રિટન પહોંચ્યો, તે 190.30 મેટ્રીક કૅરેટનો હતો.
આ સિવાય આ જ પ્રકારના બે બીજા હીરા હતા. એક હતો દરિયા-એ-નૂર (રોશનીની નદી), જે 175-195 મેટ્રીક કૅરેટનો હતો. તો હાલ ઈરાનમાં છે.
બીજો હતો 189.90 મેટ્રીક કેરેટનો ગ્રેટ મુગલ ડાયમંડ. વિશેષજ્ઞોનું માનવું છે કે આ હીરો ઓર્લોવ ડાયમંડ જ હતો.
ઈરાની શાસક નાદિર શાહે 1739માં ભારત પર હુમલો કર્યો તો લૂટના સામાનની સાથે આ ત્રણેય હીરા પણ લેતા આવ્યા.
કોહિનૂર 19મી સદીની શરુઆતમાં જ પંજાબ પહોંચ્યો હતો.
મિથક : કોહિનૂર હીરામાં કોઈ ખોટ ન હતી.

ઇમેજ સ્રોત, ROYAL COLLECTION TRUST/BRIDGEMAN IMAGES
હકીકત : શોધ પહેલાં હીરામાં ઘણી ખામીઓ હતી.
તેની વચ્ચોવચ પીળા રંગની લાઇન હતી. તેમાં એક લાઇન મોટી હતી અને પ્રકાશને સારી રીતે પરાવર્તિત થવા દેતી ન હતી.
આ જ કારણોસર રાણી વિક્ટોરિયાના પતિ પ્રિન્સ આલ્બર્ટે ફરી તેની બનાવટ પર ભાર આપ્યો.
કોહિનૂર દુનિયાનો સૌથી મોટો હીરો નથી. આ મામલે તે 90માં સ્થાન પર છે.
'ટાવર ઑફ લંડન'માં તેને જોવા આવતા પ્રવાસીઓ આશ્ચર્યમાં પડી જાય એટલો નાનો હીરો છે.
તેઓ જ્યારે નજીક જ મુકવામાં આવેલા બે ડાયમંડ સાથે તેની સરખામણી કરે છે તો પણ આશ્ચર્ય પામે છે.


મિથક : કોહિનૂર 13મી સદીમાં ભારતના કોલ્લુર ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો.
હકીકત : એ જાણવું અશક્ય છે કે કોહિનૂર હીરો ક્યારે અને ક્યાંથી નીકળો હતો.
કેટલાક લોકો તો એવું પણ માને છે કે આ ભગવદ ગીતાના કૃષ્ણનો હીરો છે.
મૅટકાફે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે આ હીરો 'કૃષ્ણના જીવનકાળમાં કાઢવામાં આવ્યો હતો.'
આપણે તો એ જાણીએ છીએ કે આ હીરો કોઈ ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો.
આ દક્ષિણ ભારતની કોઈ સુકી નદીમાં મળ્યો ન હતો. ભારતમાં ક્યારેય કોઈ ખાણને ખોદીને હીરો કાઢવામાં આવ્યો નથી. તે નદીઓમાંથી જ મળે છે.
મિથક : કોહિનૂર મુગલોનો સૌથી અનમોલ ખજાનો હતો.

ઇમેજ સ્રોત, PVDE/BRIDGEMAN IMAGES
હકીકત : જોકે, હિંદુ અને શીખ હીરાને સૌથી કિંમતી માનતા હતા. મુગલ અને ઈરાની મોટાં અને બનાવવામાં આવેલાં જવેરાતને મહત્ત્વ આપતા હતા.
મુગલો પાસે ઘણા બધા મૂલ્યવાન પથ્થરો હતા અને કોહિનૂર તેમાનો એક કિંમતી હીરો માત્ર હતો.
મુગલોનાં ખજાનામાં સૌથી કિંમતી પથ્થર હીરા ન હતા. તેઓ લાલ સ્પાઇનલ પથ્થર, બદક્શન અને પછી બર્માના લાલ માણિને વધારે પસંદ કરતા હતા.
મુગલ સમ્રાટ હુમાયુએ બાબરનો હીરો ઈરાનના શાહ તહમસ્પને આપી દીધો હતો. માનવામાં આવે છે કે તે કોહિનૂર જ હતો.
બાબરનો હીરો ત્યારબાદ દક્ષિણ ભારત પહોંચી ગયો હતો. એ સ્પષ્ટ નથી કે તે મુગલ દરબાર ક્યારે અને કેવી રીતે પહોંચ્યો.
મિથક : મુગલ સમ્રાટ મોહમ્મદ શાહ રંગીલા સાથે પાઘડી બદલવાની પ્રથા દરમિયાન આ હીરો ચાલાકીથી લેવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, AKG-IMAGES/PICTURES FROM HISTORY
સામાન્ય લોકોમાં આ કહાણી પ્રખ્યાત છે કે મુગલ સમ્રાટ પોતાની પાઘડીમાં છૂપાવીને કોહિનૂર રાખતા હતા અને નાદિર શાહે ચાલાકીથી તેને ઝડપી પાડ્યો હતો.
પરંતુ કોહિનૂર એકલોઅટૂલો પડેલો કોઈ મૂલ્યવાન પથ્થર ન હતો કે જેને મોહમ્મદ શાહ ગુપ્ત રુપે પાઘડીમાં રાખે અને નાદિર શાહ પાઘડી બદલવાના નામે ચાલાકીથી લઈ લે.
ઈરાની ઇતિહાસકાર મારવીએ પ્રત્યક્ષદર્શીઓના હવાલેથી જણા્યું છે કે આ હીરો પાઘડીમાં રાખી શકાતો નથી કેમ કે તે સમય સુધી બનાવવામાં આવેલા સૌથી કિંમતી ફર્નીચર મયૂરાસનમાં જડી દેવામાં આવ્યો હતો. આ સિંહાસન શાહજહાંએ બનાવ્યું હતું
મિથક : વૅનિશની એક વ્યક્તિએ ખોટી રીતે કોહિનૂરની બનાવટ કરી અને તેની પૉલિશ કરી, જેનાથી તેનો આકાર નાનો થઈ ગયો.



ઇમેજ સ્રોત, Getty Images
હકીકત : મુગલ સમ્રાટ ઔરંગઝેબે ફ્રાંસીસી પ્રવાસી જ્યાં બેપટિસ્ટ તવેનિયાને પોતાનો ખાનગી ખજાનો બતાવ્યો હતો.
તવેનિયાએ લખ્યું છે કે હોરેંશિયો બોર્જિયોએ ખરેખર મોટા હીરાને કાપીને નાનો કરી નાખ્યો હતો.
પરંતુ તે હીરો ગ્રેટ મુઘલ ડાયમંડ હતો. જેને હીરાના વેપારી મીર જુમલાએ શારજહાંને ઉપહારમાં આપ્યો હતો.
મોટાભાગના આધુનિક વિદ્વાન એ માને છે કે ગ્રેટ મુઘલ ડાયમંડ ખરેખર ઓર્લોવ હીરો હતો. આ હાલ ક્રેમલિનમાં કેથરીનના રાજદંડમાં જડેલો છે.
ગ્રેટ મુઘલ ડાયમંડને ભૂલાવી દેવામાં આવ્યો એટલે બધું ધ્યાન કોહિનૂર પર ટકેલું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













