You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ ભારતને અપાયેલી અપાયેલી વિશેષ કરમુક્તિને અટકાવવાના મૂડમાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને તુર્કીમાંથી આયાત કરાઈ રહેલા કરોડો રૂપિયાના કરમુક્ત સામાન પર અમેરિકા રોક લગાવવા ઇચ્છે છે.
કૉંગ્રેસને લખેલા પત્રમાં ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકામાંથી આયાત કરતા સામાન પર કર વધારી દીધો છે, ત્યારે તુર્કી હવે વિકાસશીલ દેશ નથી રહ્યો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં અબજો રૂપિયાની આયાતને કરમુક્તિની છૂટ આપતા કાર્યક્રમનો અંત લાવવાનો ઈરાદો છે.
કૉંગ્રેસને એક પત્ર લખી ટ્રમ્પે કહ્યું કે આ પગલું અમેરિકાની નિકાસ પર ભારતે લગાવેલા આકરા કરોની પ્રતિક્રિયાના રૂપમાં હતું.
કૉંગ્રેસના નેતાઓને લખેલા પત્રમાં ટ્રમ્પે જણાવ્યું કે બન્ને દેશો વચ્ચે મજબૂત સંબંધો હોવા છતાં પોતાનાં બજારમાં અમેરિકાને યોગ્ય અને વાજબી રીતે પ્રવેશ અપાવવાની ખાતરી ભારત અપાવી શક્યું નથી.
વર્ષ 1970માં અમેરિકાએ એક ખાસ આયાત નીતિ અપનાવી હતી, જે અંતર્ગત અમેરિકાએ ભારત અને તુર્કીને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે ખાસ છૂટ આપી હતી.
જે અંતર્ગત ભારત વિકાસશીલ દેશના રૂપમાં અમેરિકા પાસેથી 5.6 બિલિયન ડૉલરની આયાત પર કર મૂક્તિ મેળવે છે.
અમેરિકાને નુકસાન
જોકે, અમેરિકામાંથી ભારતમાં કરાતી આયાત પર આકરા કરો લાદવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પે એવું પણ લખ્યું કે ભારત, અમેરિકાને એ વિશ્વાસ અપાવવામાં નિષ્ફળ નીવડ્યો છે કે તેઓ પોતાની બજારમાં ન્યાયસંગત અને વાજબી પ્રદાન કરશે.
બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ રાજનીતિક અને સુરક્ષા સંબંધો છે, પરંતુ વેપાર મામલે તેમના સંબંધો વણસી રહ્યા છે.
સમાચાર ઍજન્સી રૉયટર્સના રિપૉર્ટ પ્રમાણે, અમેરિકન વેપાર પ્રતિનિધિ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે સંબંધિત મામલે કૉંગ્રેસ અને ભારત સરકારને જાણ કરાયાના ઓછામાં ઓછા 60 દિવસ સુધી જનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (GSP)માંથી ઓછામાં ઓછા 60 દિવસ સુધી તો ભારતને નહીં હટાવાય.
રૉઇટર્સના અહેવાલમાં એવું પણ જણાવાયું કે રાષ્ટ્રહિતની જાહેરાત બાદ આ પગલું અમલમાં આવશે.
અમેરિકન વેપાર પ્રતિનિધિ કાર્યાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર સેવામાં 27.3 બિલિયન અમેરિકન ડૉલરની ખાધ સર્જાઈ હતી.
ભારત જનરલાઈઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (GSP)નો લાભ લેતો સૌથી મોટો દેશ છે અને જો તેની ભાગીદારનો અંત આવશે, તો 2017માં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછીની ભારત સામેની આ સૌથી મોટી દંડાત્મક કાર્યવાહી હશે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો