'ત્યારે કુહાડી અને દાંતરડાંથી માર્યા, આજે વિમાનો અને તોપ છે પછી શું ડર અને શું ધમકી' : બ્લૉગ

    • લેેખક, મોહમ્મદ હનીફ
    • પદ, લાહોરથી વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઇમરાન ખાન જ્યારે યુવાન હતા અને ક્રિકેટ રમતા, ત્યારે તેમને સમગ્ર દુનિયાનો પ્રેમ મળ્યો હતો અને ભારતમાં તે સરખામણીએ વધારે જ મળ્યો હતો.

ત્યારે પાકિસ્તાનમાં લોકો મજાક પણ કરતાં કે ઇમરાન ખાન જો ભારતમાં ચૂંટણી લડે તો વડા પ્રધાન બની જાય. પણ ઇમરાન ખાન પાકિસ્તાની હતા અને વડા પ્રધાન પણ પાકિસ્તાનના જ બન્યા.

વડા પ્રધાન બનતાં જ તેઓ મુશ્કેલીમાં પડી ગયા છે.

પહેલું કે ઘરમાં પૈસાની અછતની તકલીફ ઊભી થઈ અને બીજું ભૂખમરો આવી ગયો.

હજુ તો ઇમરાન ખાન ઘરનો ખર્ચ ચલાવવા માટે દુનિયામાંથી પૈસા એકઠાં કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે ફરી એક વખત જૂની સમસ્યા આવીને ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇન્ડિયાએ હુમલો કરી દીધો

હવે કેટલાંક લોકો કહેશે કે હુમલો પહેલાં ઇન્ડિયાએ નથી કર્યો. અહીંથી કોઈ મૌલાનાના છોકરાઓ ગયા અને તેમણે પહેલાં હુમલો કર્યો.

ઇમરાન ખાન નવા-નવા આવ્યા છે. ખબર નથી તેમના હાથમા કંઈ છે કે નહીં, પણ એટલું તો કહી શકાય છે કે આ મૌલાના અને જેહાદી તેમના હાથમાં નથી.

ઇમરાન ખાનથી જે થઈ શકતું હતું એ તેમણે કર્યું.

સંસદમા પણ ગયા. જોકે, ખાન સાહેબને સંસદમાં જવું બહુ પસંદ નથી.

ત્યાં ઊભા થઈને તેમણે જાહેરાત કરી કે અમે ઇન્ડિયાના પાઇલટને પકડ્યા હતા, જેમને મુક્ત કરી રહ્યા છીએ.

હવે અલ્લાહની મહેરબાનીથી તેઓ તેમના ઘરો પહોંચી ગયા હશે અને અમારું મીડિયા તેમજ બંને તરફના મીડિયાના નિષ્ણાતો શાંત થઈ ગયા હશે.

અહીં મારા પાકિસ્તાની મિત્રો કહેશે કે, ના અમે તો પત્રકારત્વ કરી છીએ.

આ ઇન્ડિયાવાળા જ છે જેઓ મીડિયા પર બેસીને જેહાદ કરે છે.

હવે આ જ્ઞાનીઓ સાથે ચર્ચા તો થઈ શકશે નહીં. તેમને તો વિનંતી જ કરી શકાય અથવા તેમને થોડો ઇતિહાસ સંભળાવી શકાય.

એટલું યાદ રાખો કે વર્ષ સુડતાલીસ (1947)નું હતું અને આપણને આઝાદી મળી સાથે જ 10 લાખ લોકો પણ માર્યા ગયા.

સાથે જ એ પણ યાદ રાખો કે ત્યારે અમારી પાસે એફ-16 નહોતા કે ભારત પાસે મિરાજ.

ન આટલાં ટૅન્ક અને તોપો. અમે કુહાડી અને દાંતરડાંથી 10 લાખ લોકોને મારી નાખેલા.

હવે તો આપણી પાસે હથિયાર છે, ઇચ્છીએ તો સમગ્ર દુનિયાની આગ લગાવી શકીએ છીએ.

હવે એકબીજાથી શેનો ડર? હવે એકબીજાને ધમકીઓ આપવાનો શું ફાયદો?

આપણી અંદર ઝાંખવાની જરૂર છે. ખાન સાહેબ પણ પોતાના પોતાના મૌલાનાને શોધે, એમને થોડા ઠંડા કરે.

ભારતના લોકો પણ કાશ્મીરીઓને માણસના સંતાન સમજે અને પોતાના ભાઈઓ સાથે બેસીને વાત કરે.

આપણે બધાં મળીને જાણીતા શાયર ઉસ્તાદ દામનને યાદ કરીએ, જેમણે લખ્યું...

ભલે મોંથી ન કહીએ પણ અંદરથી,

ખોવાયા તમે પણ છો, ખોવાયા અમે પણ,

લાલાશ આંખોની જણાવે છે,

રડ્યાં તમે પણ છો અને રડ્યાં અમે પણ છીએ(પંજાબી કવિતાનો ગુજરાતી અનુવાદ)

રબ રાખાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો