You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવે વાઈ-ફાઈથી કરી શકાશે મોબાઇલ ચાર્જ? જાણો શું છે નવી ટૅકનૉલૉજી?
કલ્પના કરો, માત્ર એક વાઈ-ફાઈ સાથે જોડવાથી તમારો ફોન ચાર્જ થઈ જાય તો.
યૂએસની મૅસૅચ્યુસેટ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટૅકનૉલૉજીના સંશોધકો સાથે મળીને સ્પૅનિશ એન્જિનીયર ટોમસ પૅલૅસિયસે આ ભવિષ્યના સપના જેવી ટૅકનૉલૉજી વિકસાવી છે.
આ એક નાનું ડિવાઇસ છે, જે વાઇફાઈના ઇલ્ક્ટ્રૉમૅગ્નેટિક તરંગોને સીધા ઇલેક્ટ્રિસીટી પાવરમાં રૂપંતરીત કરે છે.
તેનાથી સ્માર્ટ ફોન ચાર્જ થશે. સાથે જ કૉમ્પ્યૂટર અને દરેક પ્રકારનાં સેન્સર તેમજ વૅરેબલ ટૅકનૉલૉજીથી ચાલતાં સ્માર્ટ વૉચ જેવાં સાધનોમાં પણ ઉપયોગી થશે.
જોકે, આ રીતે તરંગોનો ઇલેક્ટ્રિક ડિવાઈસને ચાર્જ કરવા માટે ઉપયોગ કરવો એ નવી બાબત નથી.
આ પ્રકારની પ્રક્રિયાને શક્ય બનાવતાં ઍન્ટેનાને રેક્ટેના(રેક્ટિફાઇંગ ઍન્ટેના) કહેવાય છે.
પરંતુ પ્રથમ વખત એક એવું ડિવાઇસ બન્યું છે, જે વિવિધ સાધનોમાં કોઈ મોટી વ્યવસ્થા વિના ઉપયોગમાં લઈ શકાય છે.
પૅલૅસિયસ અને તેમની ટીમે મોલિડેનિયમ ડિસલ્ફાઇડ(MoS2) નામના નવા પદાર્થમાંથી તે બનાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે દુનિયાનું સૌથી નાજૂક સેમીકંડક્ટર માનવામાં આવે છે.
તે કેવી રીતે કામ કરે છે?
આ ઍન્ટેના વાઈ-ફાઈ સિગ્નલો દ્વારા ડિવાઇસ સાથે જોડાઈ જાય છે.
પછી આ તરંગો એ નવા પદાર્થમાંથી પસાર થાય છે, જે તરંગોને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરીત કરે છે.
જે બૅટરીને કે તેનાં જેવી અન્ય પાવર સર્કિટને ચાર્જ કરી શકે છે.
એમઆઇટીના બ્લૉગ પર પ્રકાશિત થયેલાં લેખમાં પૅલૅસિયસ લખે છે, "અમે વાઈ-ફાઈના તરંગોને એકત્રિત કરીને ઇલેક્ટ્રિસીટી સીસ્ટમને ચાર્જ કરવાની ભવિષ્યની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા છીએ."
સંશોધકો એવું પણ સૂચન કરે કે આ ટૅકનૉલૉજીમાં મોટાપાયા પર પણ ઉપયોગમાં લઈ શકાય તેવી ક્ષમતા છે.
નેચર જનરલને તેમણે કહ્યું, "જ્યારે તમારી પાસે આમાંનું કોઈ એક ડિવાઇસ હોય ત્યારે તમે 7 દિવસ અને 24 કલાક ઊર્જા ગ્રહણ કરતા રહો છો...તમે તમારું ડેસ્ક ઇલેક્ટ્રૉનિક ટેબલ ક્લૉથથી ઢાંકી દો અથવા એ માત્ર ટેબલ પર પડ્યું જ હશે તો પણ તમે એ સમય દરમિયાન ઊર્જાનો સંગ્રહ કરતા હશો."
તમે આ વાંચ્યું કે નહીં?
મેડિસિન ક્ષેત્રે પણ અમલ
આ જ ટીમના અન્ય એક સ્પૅનિશ સભ્ય, ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મૅડ્રિડના જીસસ ગ્રજલ ઉંમેરે છે કે અન્ય એક એવી શક્યતા છે કે તેનો મેડિકલ ડિવાઇસમાં પણ ઉપયોગ કરવામાં આવે.
તેઓ આ ડિવાઇસની બનાવનારી ટીમના સભ્ય હતા.
ઉદાહરણ તરીકે, સંશોધકોએ એવી ગોળી વિકસાવવાની શરૂઆત કરી છે જે શરીરમાં નાખવાથી મેડિકલ ડાયગ્નોસિસના તારણો એકત્રિત કરવામાં ઉપયોગી થઈ શકે છે.
ગ્રજલ જણાવે છે, "આદર્શ બાબત એ છે કે બૅટરી ચાર્જ કરવી પડે એવા સાધનનો ઉપયોગ શરીરમાં કરી શકાય નહીં."
"કારણ કે, તેમાંથી જો લિથિયમ નીકળે તો દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે."
"તેથી શરીરમાં રહેલી આ ગોળીઓને વાતાવરણમાં રહેલી ઊર્જાથી કાર્યાન્વિત રાખી શકાય તે વધારે યોગ્ય છે."
વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, સામાન્ય વાઈ-ફાઈ સાથે જોડવાથી પણ આ ડિવાઇસ 40 માઇક્રોવૉટ્સ પાવર ઉત્પન્ન કરી શકે છે. જે સેલફોન ચાલુ કરવા માટે પૂરતો છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો