સેક્સથી થનારી ચાર નવી ખતરનાક બીમારીઓ

ઇમેજ સ્રોત, ISTOCK
રોજ નવી-નવી બીમારીઓ સામે આવે છે અને યૌન સંક્રમણથી થનારી બીમારીઓ(એસટીઆઈ)માં કોઈ અપવાદ નથી.
આ જ રીતે ચાર બૅકટેરિયા વિષે અમે તમને જણાવી રહ્યા છીએ જે લોકોનાં સ્વાસ્થ્યને મોટું નુકસાન કરી શકે છે.

નાઇસેરિયામેનિન્જાઇટિસ

ઇમેજ સ્રોત, ISTOCK
નાઇસેરિયા મેનિન્જાઇટિસ જેને મેનિન્ગોક્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બૅક્ટેરિયા દિમાગ અને કમરનાં હાડકાંને ચેપ લગાડી શકે છે. પરંતુ આનાથી ઘણું વધારે આ યૂરોજેનિટલ ચેપ માટે ઓળખાય છે.
70ના દશ્કાનું અધ્યયન જણાવે છે કે કેવી રીતે એક ચિમ્પૅન્ઝીના નાક અને ગળાથી પસાર થઈને આ બૅક્ટેરિયા તેના જનનાંગ સુધી પહોંચ્યા અને એને યૂથરલ ચેપ લાગ્યો.
લગભગ 5થી 10 ટકા યુવાનોમાં નાઈસેરિયા મેનિન્જાઇટિસ બૅક્ટેરિયા ગળા અથવા નાક દ્વારા પહોંચે છે.
એક અધ્યયન અનુસાર આ ચેપ એક વ્યક્તિ દ્વારા તેના પાર્ટનરમાં ઓરલ સેક્સ (મુખ મૈથુન) અથવા અન્ય રીતે સંપર્કમાં આવવાથી લાગી શકે છે.
કુલ પાંચ પ્રકારના નાઇસેરિયા મેનિન્જાઇટિસ દુનિયાભરમાં થનારા યૌન સંક્રમણ માટે જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ બૅક્ટેરિયા માટે બે વૅક્સિન ઉપલબ્ધ છે જેની મદદથી આ બૅક્ટેરિયાના પ્રભાવને ઓછો કરી શકાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

માઈક્રોપ્લાઝમા જેનિટેલિયમ

ઇમેજ સ્રોત, ISTOCK
માઈક્રોપ્લાઝમાં જેનિટેલિયમ દુનિયાના સૌથી સૂક્ષ્મ બૅક્ટેરિયામાંના એક છે, પરંતુ આનાથી થનારા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ સંક્રમણ દુનિયામાં મોટી સમસ્યાનું કારણ બની રહ્યું છે.
તેને 1980ના દશકામાં ઓળખવામાં આવ્યા. આ બૅક્ટેરિયાએ આ સમયે લગભગ 1ટકાથી 2 ટકા લોકોમાં ચેપ ફેલાવ્યો છે. ખાસ કરીને યુવાનો અને વયસ્કોમાં આ વધુ ઝડપથી ફેલાય છે.
આ બૅક્ટેરિયા મહિલાઓની પ્રજનન પ્રણાલીમાં પેલ્વિક સોજાનું કારણ બને છે. જેનાથી વાંઝીયાપણું, ગર્ભપાત, સમય પહેલાં પ્રસૂતિ એટલે સુધી કે ભ્રૂણનું પણ મૃત્યુ થઈ શકે છે.
કૉન્ડોમનો ઉપયોગ આ ચેપને પાર્ટનર સુધી પહોંચતા અટકાવી શકે છે.
સંશોધકોએ એમ જેનિટેલિયમને અટકાવવા માટે ઍન્ટિબાયોટિક દવાઓ ખાસ કરીને એઝીથ્રોમાઇસિન અને ડૉક્સિસાઇક્લિનનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે.


શિગેલા ફ્લેક્ઝેનરી
આને શિગ્લોસિસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ માનવમળના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સંપર્કમાં આવવાથી ફેલાય છે.
આ સંક્રમણ બાદ પેટમાં ખૂબ દુખાવો, ડાયરિયા જેવી ફરિયાદો ઉઠે છે અને આ રીતે આ બૅક્ટેરિયા પોતાનું સંક્રમણ આગળ સુધી ફેલાવે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે એસ. ફ્લેક્ઝેનરી મૂળ રૂપે ઓરલ સેક્સ અને એનલ સેક્સ દ્વારા ફેલાય છે. દુનિયાભરમાં આના સંક્રમણના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે.

લિમ્ફોગ્રાનુલોમા વેનેરેઉમ(એલજીવી)

ઇમેજ સ્રોત, ISTOCK
ક્લૈમાઇડિયા ટ્રેકોમૈટિસના અસામાન્ય તણાવને લીધે થનારા આ એસટીઆઈ(સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફૅક્શન), 'ભયાનક સંક્રમણ'નું કારણ બની શકે છે.
એલજીવીના સંક્રમણના કારણે અસ્થાયી પિમ્પલ, જનનાંગમાં અલ્સરની સમસ્યા થઈ શકે છે અને પછી એના બૅક્ટેરિયા શરીરના લાસિકા તંત્ર ઉપર આક્રમણ કરી દે છે.
રેક્ટલ સંક્રમણ આંતરડા સાથે જોડાયેલી બીમારીઓ આપી શકે છે. મળાશયની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
છેલ્લા એક દશકાથી એલજીવી યૂરોપ અને ઉત્તર અમેરિકામાં ઝડપથી વધતા જઈ રહ્યા છે. ખાસ કરીને આ બીમારી બાયસેક્સ્યુઅલ અને ગે લોકોમાં સામાન્ય થતી જાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












