એ અરબ દેશ જેણે 'ફીમેલ વાયગ્રા'ને મંજૂરી આપી

ઇજિપ્ત મહિલાઓની કામોત્તેજના વધારતી દવાના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપનારો પ્રથમ અરબ દેશ બની ગયો છે.
બીબીસી સંવાદદાતા સૈલી નાબિલે જાણવાની કોશિશ કરી કે સામાજિક રીતે રૂઢિવાદી માનવામાં આવતા આ દેશમાં ફીમેલ વાયગ્રાના બજારનું કદ કેટલું મોટું છે.
"આ દવાના સેવન બાદ મને થાક લાગ્યો, ઊંઘ આવવા લાગી અને મારા હૃદયના ધબકારા પણ વધી ગયા."
આ અનુભવ પ્રથમ વખત ફીમેલ વાયગ્રાનું સેવન કરનાર લૈલા(નામ બદલ્યું છે)નો છે. દવાને કેમિકલ ભાષામાં ફ્લિબાનસેરિન કહેવામાં આવે છે.
આજથી ત્રણ વર્ષો પહેલાં અમેરિકામાં દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. હવે ઇજિપ્તમાં એક સ્થાનિક કંપની આ દવાનું ઉત્પાદન કરી રહી છે.
લૈલાની ઉંમર ત્રીસ વર્ષ છે અને તેઓ એક રૂઢિવાદી પરિવારની વહુ છે.
તે પોતાની ઓળખ જાહેર કરવા નથી માંગતા કેમ કે, ઇજિપ્તમાં અન્ય મહિલાઓની જેમ તેઓ પણ માને છે કે અહીં શારીરિક સમસ્યાઓ અને જરૂરિયાતો પર વાત કરવા પર રોક છે.
તેમનું લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. તેમનું કહેવું છે કે તેમણે જિજ્ઞાસાને વશ થઈને આ દવા લેવાનો નિર્ણય કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૈલાને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નથી પણ તેમણે ડૉક્ટરની સલાહ વગર જ આ દવા લીધી હતી.
ઇજિપ્તમાં આ સામાન્ય વાત છે કેમ કે અહીં ઘણા લોકો ડૉક્ટરની સલાહ વગર જ કૅમિસ્ટ પાસેથી દવા લેતા હોય છે.

દવાથી તોબા

તેઓ કહે છે, "ફાર્માસિસ્ટે મને કહ્યું કે દરરોજ રાત્રે એક ગોળી લેવાની છે. તેણે કહ્યું હતું કે તેનાથી કોઈ આડઅસર થશે નહીં."
"હું અને મારા પતિ જોવા માંગતા હતાં કે તેનાથી શું અસર થાય છે? મેં એકવાર કોશિશ પણ કરી પરંતુ હવે હું ક્યારેય આ ગોળી નહીં લઈશ."
ઇજિપ્તમાં ડિવોર્સનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને કેટલાક સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દંપતિઓ વચ્ચે યૌન સમસ્યા તેનું એક મોટું કારણ છે.
ફ્લિબાનસેરિનના સ્થાનિક નિર્માતાનું કહેવું છે કે દેશમાં દર દસમાંથી ત્રણ મહિલાઓને કામોત્તેજના સંબંધિત સમસ્યા હોય છે. પરંતુ આ એક અંદાજો છે કેમ કે દેશમાં આ મામલેના કોઈ આંકડાઓ ઉપલબ્ધ નથી.
કંપનીના પ્રતિનિધિ અશરફ અલ મરાગી કહે છે, "આ દવાની અહીં ઘણી જરૂર છે."

તમે આ વાંચ્યું કે નહીં?


મરાગી કહે છે કે આ દવાનો ઉપયોગ સુરક્ષિત છે અને અસરદાર પણ છે. વળી તેના કારણે થાક કે ઊંઘ આવે છે તો તે લક્ષણો ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે.
જોકે, કેટલાક ફાર્માસિસ્ટ અને ડૉક્ટર આ વાત સાથે સંમત નથી.
એક ફાર્માસિસ્ટ સાથે મેં વાતચીત કરી તેમનું કહેવું છે કે આ દવાના કારણે વ્યક્તિનો રક્તચાપ ઓછો થઈને ચિંતાજનક સ્તરે પહોંચી શકે છે અને હૃદય તથા યકૃતની બીમારીથી પીડાતી વ્યક્તિએ આ દવાનું સેવન ન કરવાનું ટાળવું જોઈએ.
ઉત્તરી કાહિરામાં ફાર્મસી ચલાવતા મુરાદ સાદિક કહે છે કે તેઓ તેની આડઅસર વિશે તેમના ગ્રાહકોને હંમેશાં માહિતગાર કરે છે. પરંતુ તેઓ તેમને દવા ખરીદવા માટે રાજી પણ કરે છે.
"રોજ લગભગ દસ લોકો આ દવા ખરીદવા આવે છે. તેમાં મોટેભાગે પુરુષ હોય છે. મહિલાઓ શરમના કારણે તેને ખરીદવા માટે સ્ટોર પર નથી આવતી."

'આ દૃષ્ટિકોણનો મામલો છે'

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
મુરાદની દવાની દુકાનમાં મેં જોયું કે ફ્લિબાનસેરિનને એક જાહેરાતમાં 'ગુલાબી ગોળી' કહેવામાં આવી છે. તેને 'ભૂરી ગોળી'નું મહિલા સંસ્કરણ(વર્ઝન) કહેવામાં આવી રહ્યું છે.
ઇજિપ્તમાં પુરુષો માટેની વાયગ્રાને 'ભૂરી ગોળી' કહેવામાં આવે છે.
પરંતુ દવાના ઉત્પાદનકર્તાઓનું કહેવું છે કે દવાને ફીમેલ વાયગ્રા કહેવું ખોટું છે. મરાગી કહે છે કે આ શબ્દ મીડિયાએ પ્રયોજેલો શબ્દ છે.



પુરુષોમાં વાયગ્રા શિશ્નમાં રક્તનો પ્રવાહ વધારીને ઈરેક્ટાઇલ ડિસફંક્શનને ઠીક કરે છે. જ્યારે મહિલાઓમાં ફ્લિબાનસેરિન મજગમાં કૅમિકલ બૅલેન્સ કરીને તેમાં અવસાદરોધક ઑષધિ અને યૌન ઇચ્છા વધારવાનું કામ કરે છે.
સેક્સ થેરપિસ્ટ હીબા કૌતુબે તેમની પાસે આવતા દર્દીઓને આ દવા લખી આપવાનું બંધ કરી દીધું છે. તેઓ કહે છે તેને ફીમેલ વાયગ્રા કહેવું ખોટું છે.
તેઓ કહે છે, "શારીરિક અને માનસિક સમસ્યાઓથી પરેશાન મહિલાઓ માટે આ દવા ક્યારેય કારગત નહીં નીવડશે."
"મહિલાઓ માટે સેક્સ એક ભાવનાત્મક પ્રક્રિયા છે. તેમના માટે તે એક વૈચારિક મામલો છે. જો કોઈ મહિલા સાથે તેનો પતિ દુર્વ્યવહાર કરે છે, તો તે મહિલા આ વ્યક્તિ સાથે ક્યારેય યૌન સંબંધ નહીં રાખી શકે. આવા કેસમાં કોઈ દવા કામ નહીં આવશે."
હીબા કૌતુબ કહે છે કે ફ્લિબાનસેરિનથી ઘણો ઓછો લાભ થાય છે અને તે જોખમ લેવા લાયક દવા નથી.
તેઓ ચેતાવણી આપતા કહે છે, "રક્તચાપ ઓછો થવો ગંભીર મુશ્કેલી સર્જી શકે છે."
પોતાની યૌન સમસ્યાઓ વિશે ખુલીને વાત કરતા ઇજિપ્તની મહિલાઓને હજુ લાંબો સમય લાગશે.

'પુરુષ આ નાજુક બાબતને સમજતા નથી'
લૈલા કહે છે, "તેઓ એવી ઘણી મહિલાઓને ઓળખે છે જેમણે લગ્નજીવનમાં તણાવના કારણે યૌન સંબંધોમાં ખટાસ આવ્યા બાદ, તલાક માટે અરજીઓ કરી હોય."
"જો યૌન સંબંધમાં તમારા પતિ કમજોર હોય તો તમે તેને મદદ કરી શકો છો અને સારવાર કરી શકો છો. આવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે તેને પ્રેમ કરતા હોવ. પણ જો તમારા પતિ જ તમને પરેશાન કરતા હોય તો તેમનામાં તમે આ પ્રકારનો રસ નથી લેતા."
"વળી તે બિસ્તરમાં શારીરિક ક્રિયામાં ઠીક હોય તો પણ કોઈ ફરક નથી પડતો. પણ પુરુષ આ નાજુક બાબતને સમજતા નથી."
જોકે, ફ્લિબાનસેરિનના વેચાણ શરૂ થયે હજુ વધારે સમય નથી થયો પરંતુ મુરાદ સાદિકને આશા છે કે તેની માંગ વધશે.
પરંતુ કૌતુબ લગ્ન પર તેના સંભવિત પ્રભાવ મામલે ચિંતા વ્યક્ત કરે છે.
તેઓ કહે છે, "જો કોઈ પુરુષ એવું માનશે કે દવા લીધાં પછી પણ પત્નીની કામોત્તેજના વધતી નથી, તો તે તનો દોષ મહિલા પર જ નાખશે."
"તે સંબંધોમાં તણાવ અને અસરવિહિન દવાને દોષ નહીં આપશે. તે પોતાની પત્નીને છુટાછેડા પણ આપી શકે છે."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












