જ્યારે મેં દીપડાને જોઈને મારી માતાને શ્રદ્ધાંજલી આપી

દીપડો

ઇમેજ સ્રોત, FELIX ODELL

    • લેેખક, માર્સિયા ડીસૅંક્ટિસ
    • પદ, બીબીસી ટ્રાવેલ

એ ઘણો ગંભીર દિવસ હતો. મેં જરાય નહોતું વિચાર્યું કે એક દુઃખદ સમાચાર ઝડપથી મારી પાસે આવી રહ્યા છે.

આ એવા સમાચાર હતા જે મારી જિંદગીને બે ટુકડામાં વહેંચી નાખવાના હતા. હું કૉફી અને ટોસ્ટ લઈને મારા કૅમ્પની બહાર બેઠી હતી.

હું આફ્રિકાના દેશ બોત્સવાનાના ઓકાવાંગો ડેલ્ટામાં એક જંગલ સફારી પર નીકળી હતી. હું આ સફારી પર એક રિપોર્ટિંગ ઍસાઇનમૅન્ટ માટે ગઈ હતી.

સવારે જંગલમાં ફર્યા બાદ હું થોડી વાર માટે એ વસ્તુઓ પર ધ્યાન આપવા માગતી હતી, જેને મેં અત્યાર સુધી જોઈ હતી.

મેં જંગલમાં વિવિધ પ્રકારનાં જાનવરો જોયાં હતાં. બબૂન(વાંદરાની એક પ્રજાતિ), દરિયાઈઘોડાના પગનાં નિશાન, માખી ખાતા જીવ, લીલા રંગનાં પક્ષીઓ.

સવારના સમયે આવો રંગબેરંગી સુંદર નજારો ઘણો દિલચસ્પ હતો.

line

વરસાદી દિવસો

જંગલ

ઇમેજ સ્રોત, FELIX ODELL

બે દિવસ પહેલાં જ અમારા ગાઇડ સિમોન બાઇરન મને અને મારા સાથી ફોટોગ્રાફર ફેલિક્સ ઓડેલને એક દલદલવાળા રસ્તેથી અહીં લાવ્યા હતા.

અમે જંગલમાં ઘણા દૂર સુધી આવી ગયાં હતાં. અમારા દિવસો સ્યાહ નદીના કિનારે ટૅન્ટમાં વીતી રહ્યા હત્યા.

ઓકાવાંગો ડેલ્ટામાં ત્રણ તબક્કાવાળા અમારા અભિયાનનો આ બીજો તબક્કો હતો.

પ્રથમ ચરણમાં અમે માત્ર સવારથી સાંજ સુધી મોટી ગાડીઓમાં જ સફર કરતાં હતાં. અમે ગાડીમાં બેસીને જ જંગલી જીવોને નિહાળતાં હતાં. વસરાદના દિવસો પૂર્ણ થઈ રહ્યા હતા.

જંગલી સૂવરનાં નાનાં બચ્ચાંઓ પોતાનાં મા-બાપ પાછળ છલાંગ લગાવતાં દેખાતાં હતાં. સવાનાનું આ મેદાન વન્યજીવથી ભરપૂર લાગી રહ્યું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ફૂલોની સુંગધ

પરંતુ હજુ સુધી અમે અહીંના પ્રખ્યાત દીપડાને નહોતા જોયા. દીપડાને ઘાતક પ્રાણી માનવામાં આવે છે.

બોત્સવાનામાં દીપડો જોવાની મને તીવ્ર ઇચ્છા હતી. સફરના આગામી ચરણમાં અમે જંગલમાં એવી જગ્યાઓ પર જવાનાં હતાં જ્યાં અમે અગાઉ નહોતાં ગયાં.

જોકે, દરમિયાન સફરમાં અમારી પાસે કોઈ ડિવાઇસ નહોતાં જે અમારી શાંતિ ભંગ કરી શકે. જંગલી વનસ્પતિઓ અને ફૂલોની સુંગધ ચોફેર પથરાયેલી હતી.

મને થયું કે આ કુદરતી નશો તો નથીને? બાઇરને અમને જણાવ્યું કે તેમણે સવારના સમયે એક દીપડાનો અવાજ સાંભળ્યો હતો.

અમારે બોત્સવાનામાં હજુ કેટલાક દિવસો પસાર કરવાના હતા. આથી આશા હતી કે કદાચ કોઈ દીપડો જોવા મળી જશે. અને એ જ બપોરે બાઇરનને એક સંદેશો મળ્યો.

line

ભયંકર બર્ફિલું તોફાન

જંગલ

ઇમેજ સ્રોત, FELIX ODELL

તેમણે મને કહ્યું કે ઘરે ફોન કરી લો કેમ કે દુનિયા સાથે સંપર્ક કરવાનો આ એકમાત્ર માર્ગ હતો. અમારી પાસે સેટેલાઇટ ફોન હતો તે સંપર્કનું એકમાત્ર સાધન હતું. મને કંઈક અનહોની ઘટવાની ભીતિ અનુભવાઈ.

મને લાગ્યું કે મારા કોઈ બાળકને કંઈક થઈ ગયું છે. પરંતુ જ્યારે મેં ઘરો ફોન કર્યો તો ત્યાંથી અવાજ આવ્યો, "તેણે શાંતિથી આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેના કષ્ટ દૂર થઈ ગયા."

ત્યારબાદ ફોન કટ થઈ ગયો. મારાં માતાનું નિધન થયું હતું. તેમ છતાં મને એક હળવાશ હતી. એક સપ્તાહ પહેલાં જ મેં તેમને મારા બોસ્ટોનના ઘરમાં જોયાં હતાં.

ત્યારે જ મારા પિતાનો ફોન આવ્યો કે માતાએ મારી પાસે આવવાનો ઇન્કાર કરી દીધો છે. પછી હું તોફાનની વચ્ચે જ માતા પાસે જવાં માટે રવાના થઈ ગઈ હતી.

line

એક ડર

જંગલ

ઇમેજ સ્રોત, FELIX ODELL

મારાં માતા છેલ્લાં ચાર વર્ષોથી અલ્ઝાઈમરનાં દર્દી હતાં. તેઓ ન કોઈ ભાષા બોલી શકતાં કે ન સમજી શકતાં હતાં. તેઓ એક અજાણ્યા ડરથી ગ્રસ્ત હતાં.

તેઓ ઘણીવાર પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કરી દેતાં હતાં. એક સમય હતો જ્યારે હું ચાર બાળકોમાં તેમની સૌથી પ્રિય હતી.

પણ હવે તેઓ અમને જરાય ઓળખતાં નહોતાં. તેઓ જીવતે જીવ મરી ગયાં હતાં. મેં તેમને પહેલાં જ ગુમાવી દીધાં હતાં.

તેમના નિધનના સમાચાર સાંભળતા જ મને તેમની સાથેની આખરી મુલાકાત યાદ આવી ગઈ.

તેમનો રૂમ ગરમ હતો. મારા પિતા અને મારી એક બહેન તેમનું પ્રિય ગીત સાંભળી રહ્યાં હતાં. મેં લેમૉનેડમાં એક કાહો ડુબાડ્યો અને તેમને ચાટવા માટે આપ્યો. તેમણે તેને ખાઈ લીધો અને સ્મિત કરવાં લાગ્યાં.

લાઇન
લાઇન

રહસ્યમય બીમારી

ઝિબ્રા

ઇમેજ સ્રોત, FELIX ODELL

બાળક જેમ લૉલીપૉપ ખાય તે રીતે તેઓ તેને ખાઈ રહ્યાં હતાં. મેં તેમને પૌત્ર-પૌત્રીઓના કિસ્સા સંભળાવ્યા. તેમને ચહેરો શાંત હતો. બહાર 29 ઇંચ મોટી બરફની ચાદર ફેલાઈ ગઈ હતી. મારા પિતા એક ડૉક્ટર હતા.

તેમને આશા નહોતી કે મારાં માતા ફરી વાર ઊંઘમાંથી ઉઠશે. પણ આ બીમારીમાં આગળ શું થશે તે કોઈ નક્કર રીતે કહી નહોતું શકતું.

મારે આફ્રિકા જવાનું હતું. ફ્લાઇટનો ટાઇમ નક્કી હતો. પરિવારે મને કહ્યું કે હું સમયસર ફ્લાઇટ પકડવા માટે નીકળી જાઉં.

મેં મારી માતાના કાનમાં ધીમેથી કહ્યું,"તમને બે સપ્તાહ બાદ મળીશ મમ્મી. હું તમારા પ્રિય દીપડાને શોધીશ. આ મારું વચન છે."

line

મિશન અધૂરું

દીપડો

ઇમેજ સ્રોત, FELIX ODELL

મારાં માતા કુદરતી રીતે જ માર્ગ શોધી લેવામાં કુશળ હતાં. તેમને ક્યારેય નકશો જોવાની જરૂર નહોતી પડતી.

અમે બન્ને સાથે જ ઍમેઝૉન નદીના ડેલ્ટાની સફરે ગયાં હતાં.

પરંતુ તેમનો સૌથી પ્રિય પ્રવાસ કૅન્યા સફારી ગયાં હતાં તે હતો. અમારી સાથે પિતા પણ હતા.

આ સફારીમાં તેમણે એક દીપડો જોયો હતો તેને તેઓએ લેપિડ કહેતાં હતાં.

મારાં માતાને દીપડા ઘણા પસંદ હતા. તેમની ઝડપ તેમને પસંદ હતી. તેની તાકતથી તેમને ઘણું આશ્ચર્ય થતું.

પરંતુ તેમના નિધનના સમાચાર આવ્યા તો મને લાગ્યું કે જો મને સફારીમાં દીપડો જોવા ન મળ્યો તો મારું મિશન અધૂરું રહી જશે.

મારી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે મારે દીપડો જોવો હતો. બાઇરન અને ફેલિક્સ ઓડેલ અગ્નિ પાસે મારી રાહ જોઈ રહ્યા હતા.

લાઇન
લાઇન

રંગબેરંગી પક્ષીઓ

હાથી

ઇમેજ સ્રોત, FELIX ODELL

મેં તેમને મારાં માતાના નિધન વિશે જણાવ્યું. બાઇરને મને પૂછ્યું કે શું હું પરત જવા માગું છું?

અમે બોટમાં બેસીને જંગલના ઘુમાવદાર રસ્તા પર રવાના થઈ ગયાં. નદીનો ડેલ્ટા વિવિધ પ્રકારનાં વન્યજીવોથી ભરેલો હતો.

રંગબેરંગી પક્ષીઓ, ખતરનાક જીવ અને પંતગિયાં, આ બધું જ એક સુંદર નજારો સર્જી રહ્યું હતું. કાળાં વાદળોમાં વરસાદનાં પગલાંનો પગરવ સંભળાઈ રહ્યો હતો.

બાઇરને મને તેમનો સેટેલાઇટ ફોન આપ્યો અને મેં થોડો વખત મારા પરિવાર સાથે વાતચીત કરી.

તેમણે જણાવ્યું કે માતાની અંત્યેષ્ટિ ત્રણ સપ્તાહ બાદ જ થઈ શકશે. મારી બહેને કહ્યું કે હું પરત ફરવાં કરતાં બોત્સવાના જ રોકાઈ જાવ અને મારું મિશન પૂર્ણ કરું.

line

શિકારી જાનવર

માતા પણ આવું જ કહેતાં હતાં. હવે મને એક જ ઇચ્છા હતી. મારે દીપડાને જોવો હતો. બોત્સવાનામાં મને જંગલમાં એક સાથે મૃત્યુ અને જીવનનો દીદાર થઈ રહ્યો હતો.

આ પશુઓ વચ્ચે મને મારી માતાનો ચહેરો દેખાઈ રહ્યો હતો. ક્યાંક જંગલી કૂતરાં એક હરણને ઘસેડી રહ્યાં હતાં, તો બીજી તરફ એક બારહશિંગુ ઊછળીને તેના સમૂહમાં જતું રહ્યું.

ક્યાંક માદા બંદર તેના બાળકની સુરક્ષા કરતું હતું, તો ઝીબ્રા અને હાથી પોતાનાં બાળકો સાથે રમી રહ્યાં હતાં. મને ત્યારે મારી માતાની ખૂબ જ યાદ આવી.

તે પણ બાળપણમાં મને દરેક મુસિબતથી બચાવવા માટે તેના ખોળામાં મને છુપાવી લેતી.

બોત્સવાનામાં આખરી દિવસો ઘણા જ નિરાશાજનક હતા. બીજે દિવસે સવારે અમારી ફ્લાઇટ હતી.

લાઇન
લાઇન

ભીની ધરતી

ગેંડા

ઇમેજ સ્રોત, WYNNTER/GETTY

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

જંગલમાં તોફાનની આગાહી હતી પણ મને આશા હતી કે હું દીપડાને જોઈ શકીશ. જોકે કુદરત કોઈ વાતની ગૅરંટી નથી આપતી.

તેમ છતાં હું એક આશા સાથે સૂઈ ગઈ. સવારે 4:30 વાગ્યે મારી આંખ ખૂલી. મેં કૉફી લીઘી અને મારા નવા ગાઇડ ડેવ લક સાથે બહાર ફરવા માટે નીકળી ગઈ.

આસમાની દીવાલની સીમામાં ફરતા ફરતા અમને કલાકો થઈ ગયા. ભીની ધરતીમાંથી તાજી અને સરસ સોડમ આવતી હતી.

સૂર્યોદય થતા વાદળો હટી ગયા આથી દીપડાને જોવાની આશા પણ ખતમ થતી હોય એવું લાગ્યું.

બીજી તરફ ડેવ લક એવી રીતે ગાડી ચલાવી રહ્યા હતા કે સ્ટેશન પર કોઈ ટ્રેન પકડવાની હોય.

તેમણે શિકારી જાનવરોના પગનાં નિશાન પર ટૉર્ચથી પ્રકાશ કર્યો. અને કહ્યું કે આ વાઘના પગનાં નિશાન છે. એક કલાક પછી મારી ફ્લાઇટ હતી.

line

ક્યાં જઈ રહ્યા છો?

વાઘ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

ઘરે પરત જઈને અમારે માતાના અંતિમ સંસ્કાર કરવાના હતા. એક કલાકના ડ્રાઇવિંગ બાદ ડેવ લક એક ખાસ દિશામાં નીકળી પડ્યા.

મેં અને ઓડેલે એકબીજાની સામે જોયું અને મનમાં જ સવાલ થયો કે અમે ક્યાં જઈ રહ્યાં છીએ. ડેવએ કહ્યું કે આપણે ઉતાવળ કરવી જોઈએ.

મેં મારી આંખો મીચી લીધી અને મુઠ્ઠી બાંધી દીધી. મારાં ફેફસાં શ્વાસથી ભરાઈ ગયાં. પછી અમે એક જગ્યાએ ઊભાં રહ્યાં તો મારી નજર દીપડાના ચહેરા પર પડી.

તે એક વૃક્ષની તૂટેલી શાખા પર બેઠો હતો. તે આરામમાં હતો. ડેવ લકે મને કહ્યું કે આ મારોથોડી છે.

તેનો અર્થ છે બરખાની બુંદ. આ માદા દીપડાની માતાનું નામ પુલા છે.

તેનો અર્થ વરસાદ થાય છે. મને ડર લાગ્યો કે અમારો અવાજ સાંભળીને તે ભાગી ન જાય. આથી હું આંખોને પલકારા પણ નહોતી મારતી.

લાઇન
લાઇન

સાચી શ્રદ્ધાંજલિ

દીપડાએ ફરીથી તેના પગ સરખા કર્યા અને આરામથી વૃક્ષની શાખા પર પગ લંબાવી દીધા. હું તેને ખૂબ જ શાંતિથી જોઈ રહી હતી. મને ખબર હતી કે તેની પાસે મારા કરતાં ઘણી વધારે તાકત છે.

હું તેને જોઈને રડવાં લાગી. હું ઇશ્વરનો આભાર માની રહી હતી કે તેમણે મારા મનની વાત સાંભળી લીધી.

મને લાગ્યું કે આ દીપડાને જોવું મારી માતાને એક સાચી શ્રદ્ધાંજલિ હતી.

મેં તેમને કરેલો આખરી વાયદો નિભાવ્યો હતો. મેં એક માદા દીપડો અને તેની દીકરીને જોઈ. તેઓ મને ઘૂરીને જોઈ રહ્યાં હતાં.

જાણે કે તેઓ મને કહી રહ્યાં હતાં કે હું ત્યાં જ છું, જ્યાં મારી માતા ઇચ્છતી હતી. જોકે, થોડીક જ ક્ષણોમાં તેઓ જંગલમાં ગાયબ થઈ ગયાં.

(બીબીસી ટ્રાવેલ પર આ લેખ મૂળ અંગ્રેજી ભાષામાં વાંચવા માટે અહીં ક્લિક કરો. બીબીસી ટ્રાવેલને આપ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર ફૉલો કરી શકો છો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો