નરેન્દ્ર મોદી ચીન પાસેથી 'સારા સમાચાર'ની અપેક્ષા શા માટે રાખે છે?

ચીનના સરકારી સમાચાર પત્ર 'ગ્લોબલ ટાઇમ્સ' જણાવે છે કે ચીન રોજગારી વધારવામાં ભારતની મદદ કરી શકે તેમ છે.

અખબારનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં ચીનના રોકાણને પ્રોત્સાહન આપે તો આનાથી રોજગારી વધશે અને મોદીને લોકસભાની ચૂંટણીઓમાં પણ ફાયદો થશે.

લોકસભાની ચૂંટણી 2019 પહેલાં ભારતીય મીડિયામાં કરવામાં આવેલા સર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના ગ્રાફમાં લગભગ 46 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

નરેન્દ્ર મોદી પ્રત્યેની નારાજગી વધી છે કારણ કે લોકોમાં, એમના સુધારણા કાર્યક્રમોથી રોજગાર વધ્યો હોવા અંગે શંકા છે.

જોકે, 'ગ્લોબલ ટાઇમ્સ' જણાવે છે કે ચીન માટે આ સારા સામચાર નથી.

અમને આશા છે કે મોદી પોતાની જાહેર છબીમાં સુધારો કરી શકે છે અને આગળ સફળતા મેળવી શકે છે.

ભારત સરકાર પોતાની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માગે છે અને રોજગાર વધારવા માટે વિદેશી રોકાણને આકર્ષવા માગે છે.

ચીનને ભારતમાં રોકાણ કરવા રાજી કરવાથી તેમને મદદ મળવાની શક્યતા છે.

ગ્લોબલ ટાઇમ્સે સાથોસાથ એ પણ લખ્યું છે કે 'ચીનની કંપનીઓ માટે ભારતના લોકોમાં અવઢવની સ્થિતિ છે.'

મોદી કઈ રીતેછાપ સુધારી શકે છે?

ગ્લોબલ ટાઇમ્સ લખે છે કે 'એક વર્ષ પહેલાં બન્ને દેશો વચ્ચે ડોકલામ મુદ્દે મતભેદ પેદા થયા હતા.'

'બન્ને દેશોની સેનાઓ સામસામે હતી અને અરસપરસના સંબંધો ડહોળાઈ ગયા હતા. પણ ફરી એક વખત બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે.'

'અમને આશા છે કે લોકોનો મોદી પ્રત્યેનો દૃષ્ટિકોણ જરૂર બદલાશે. જેનાથી દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં અને ભારત-ચીન સહયોગ વધારવામાં પૂરતું સમર્થન પ્રાપ્ત થઈ થકશે.'

તમે આ વાંચ્યું કે નહીં?

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે, "ભારતના સમાચાર પત્ર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ જણાવ્યું છે કે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લડતમાં ચીનથી હારી રહ્યું છે.'

'એમાં એ પણ લખવામાં આવ્યું છે કે એક વર્ષ પહેલાં ગૂગલ પ્લે સ્ટોર પર ટૉપ-100 ઍપ્સમાં માત્ર 18 ચીની મોબાઈલ ઍપ્સ હતી પણ આજે એની સંખ્યા બેવડી થઈ ગઈ છે."

હવે જો નવી દિલ્હી ચીનના રોકાણ પર પ્રતિબંધ મૂકી દે છે તો ત્યાં રોજગારીમાં મોટો ઘટાડો થશે.

ભારતમાં ચીનનું રોકાણ માત્ર શ્રમ પ્રધાન સેક્ટરમાં જ છે. જેમ કે સ્માર્ટફોન સંયંત્રનું નિર્માણ. આનાથી દક્ષિણ એશિયાના દેશોમાં રોજગારનું સર્જન કરી શકાશે.

....તો મળશે મોદીને વિજય

ભારત પોતાને ચીની રોકાણ માટેનું એક ઉમદા સ્થાન બનાવી શકે છે. આનાથી ત્યાં રોજગારીમાં વધારો કરી શકાશે.

જોકે, પોતાની નીતિઓ અનુસાર દરેક દેશની આગવી પ્રાથમિકતા હોઈ શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર આ મહિનાની શરૂઆતમાં ભારતમાં 10 કરોડ લોકો બે દિવસની હડતાલ પર ઊતરી ગયા હતા. જેનાથી આખા દેશમાં અડચણ પેદા થઈ હતી.

આજે ભારતને રોજગારી વધારવામાં અને મજૂરોની સ્થિતિ સુધારવામાં મુશ્કેલી પડી રહી છે.

બીજા શબ્દોમાં કહીએ તો નીતિ અનુસાર રોજગાર વધારવા પગલું ઉઠાવવામાં આવશે. આવનારી ચૂંટણીઓ પહેલાં મોદી સરકારને નોકરીઓ વધારી શકે તેવા 'સારા સમાચાર'ની જરૂર છે.

ભારતના શ્રમ પ્રધાન સેક્ટરમાં ચીનની કંપનીઓને રોકાણ માટે પ્રોત્સાહન આપી આ લક્ષ્ય પાર પાડી શકાય તેમ છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ચીનના રોકાણમાં ઝડપ વધારવામાં આવે તો સામાન્ય ચૂંટણીઓ પહેલાં મોદીને એમની રાજનૈતિક સ્થિતિ મજબૂત કરવામાં મદદ મળશે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો