You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બજેટ 2019 : તમે રોજબરોજની વસ્તુઓ પર કેટલો ખર્ચ કરો છો?
નવેમ્બર 2018માં 4.86% ફુગાવા સાથે ભાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ક્યારેય તમે વિચાર્યું છે કે 10 વર્ષ પહેલાં તમને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુ કેટલા ભાવમાં મળતી હતી? અમારું કૅલ્ક્યુલેટર વાપરો અને જાણો તમે વધારે ખર્ચ કરો છો કે ઓછો.
કાર્યપ્રણાલી
આ પ્રોજેક્ટ માટે અમે રિટેઇલ પ્રાઇઝ ઇન્ડેક્સ (RPI)નો ઉપયોગ કર્યો છે જેનાથી એ જાણકારી મળી શકશે કે તમે જણાવેલા વર્ષમાં દર્શાવેલી વસ્તુઓ પર કેટલો ખર્ચ કરો છો. RPI વસ્તુઓના તુલનાત્મક ભાવ છે અને તે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (CPI) આધારિત છે.
CPI એ નક્કી કરે છે કે એક વ્યક્તિ કેટલીક વસ્તુઓ તેમજ કેટલીક સર્વિસ પર કેટલો ખર્ચ કરે છે. તે ફુગાવાનું મુખ્ય સૂચક છે.
હાલ ભારતમાં બે રીતે CPIની ગણતરી થાય છે. લેબર બ્યૂરો અર્થતંત્રના સૅક્ટરમાં (ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ (CPI-IW) અને એગ્રીકલ્ચરલ લેબર્સ (CPI-AL)) ઘરમાં વપરાશની વસ્તુઓ માટે CPIની ગણતરી કરે છે.
બૅઝ યર કૅલ્ક્યુલેશન :
બૅઝ યર એક સિરીઝનું પહેલું વર્ષ છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષ માટે ઇન્ડેક્સ 100 છે. આગામી વર્ષનો ઇન્ડેક્સ જણાવશે કે બૅઝ યર કરતાં વસ્તુના ભાવ કેટલાક વધ્યા છે.
વસ્તુઓની યાદી :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લૅબર બ્યૂરોના 5 મોટાં ગ્રૂપમાં 392 વસ્તુઓની યાદી છે. આ ગ્રૂપને સબ-ગ્રૂપમાં વહેંચવામાં આવ્યાં છે. અમે દરેક સબ-ગ્રૂપમાંથી રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી 26 વસ્તુઓ પસંદ કરી છે.
ગણિત :
સરકાર 392 વસ્તુઓ માટે માસિક રિટેઇલ પ્રાઇસની અનુક્રમણિકા જાહેર કરે છે. અમે દરેક મહિનાની સરેરાશ મેળવી જેનાથી એક વસ્તુનો વાર્ષિક આંકડો મેળવી શકાય. આ પ્રોજેક્ટ શરૂ કરતી વખતે વર્ષ 2018નો આંકડો માત્ર નવેમ્બર સુધી જ મળી શક્યો છે.
મર્યાદાઓ:
લૅબર બ્યૂરોની RPI સિરિઝનું બૅઝ યર વર્ષ 2001 છે. સિરિઝનો દરેક ડેટા 18 વર્ષ પહેલાંની સરખામણીથી ગણવામાં આવ્યો છે. ત્યારથી અર્થતંત્રમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. મોસ્પીને તાજેતરના વર્ષ (2010 અને 2012)ના CPIને ભેગા કરીને ગણતરી કરવાનું કામ મળ્યું હતું જેથી CPI(IW) સિરિઝની ઊણપ પૂરી કરી શકાય. લૅબર બ્યૂરો ઇન્ડસ્ટ્રીયલ કામદારોની ઘરમાં વપરાશની વસ્તુઓને ગણે છે કે જેમાં અર્થતંત્રના માત્ર 7 સૅક્ટરનો સમાવેશ થાય છે. (1. ફેક્ટરી, 2. ખાણ, 3. ખેતીવાડી, 4. રેલવે, 5. પબ્લિક મૉટર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ્સ, 6. ઇલેક્ટ્રિસિટી જનરેટિંગ અને ડિસ્ટ્રીબ્યુટીંગ એસ્ટાબ્લિશમેન્ટ અને 7. પૉર્ટ તેમજ બંદરો )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો