વિકસિત દેશોને એ જાણ નથી કે દુનિયા પહેલાં કરતાં સારી બની છે, ગરીબી ઘટી રહી છે

    • લેેખક, જૂલિયસ પ્રોપ્સ્ટ
    • પદ, બીબીસી ફ્યૂચર

આ દુનિયા ખૂબ જાલિમ છે.

જમાનો ખૂબ ખરાબ છે.

પહેલાનાં લોકો સારા હતા, પહેલાનો સમય સારો હતો.

આપણે કાયમ આવી વાતો સાંભળીએ છીએ. આજના વખતને ભાંડવામાં ફક્ત વયસ્કો જ નહીં, બલકે યુવા પેઢી પણ સામેલ છે. પણ શું ખરેખર આવું છે?

સ્વીડનના સ્વર્ગસ્થ વિદ્વાન હાન્સ રોઝલિંગે તેમના અનુભવને આ રીતે વ્યક્ત કર્યો હતો-

વિકસિત દેશોમાં ઘણા બધા લોકોને એ વાતનો અંદાજ જ નથી કે દુનિયા પહેલા કરતાં કેટલી સારી બની છે. તેઓ આ હકીકતથી વિરુદ્ધ વિચારે છે.

જોકે, આમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી. આજે સમાચારોમાં આફત, કટ્ટરપંથી હુમલા, યુદ્ધો અને દુષ્કાળની ખબરો છવાયેલી રહે છે.

આ સ્થિતિમાં લોકોનું આવું વિચારવું સહજ છે કે આજનો જમાનો પહેલાં કરતાં ખરાબ છે.

આ સ્થિતિમાં જો કોઈને એમ જણાવવામાં આવે કે આજે દરરોજ બે લાખ લોકો ગરીબી રેખાની બહાર આવે છે અથવા તો પછી રોજ દુનિયાભરમાં લગભગ 3 લાખ લોકો વીજળી અને સ્વચ્છ પાણીની સગવડ પ્રથમ વાર મેળવે છે, તો આ વાત પર કોણ વિશ્વાસ કરશે?

વિકસિત દેશોમાં ગરીબ દેશોની આ ઉપલબ્ધિઓ વિશે કોઈ ચર્ચા નથી થતી.

આ સફળતાઓ સમાચારોનો ભાગ નથી બનતી. પરંતુ જેવું કે હાન્સ રોઝલિંગએ પોતાના પુસ્તક 'ફેક્ટફૂલનેસ'માં લખ્યું છે કે આપણે તમામ ખરાબ સમાચારોને એક ખાસ દૃષ્ટિકોણથી તોળીને જોવા જોઈએ.

એમાં કોઈ બેમત નથી કે ભૂમંડલીકરણે વિકસિત દેશોના મધ્યમ વર્ગના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.

પરંતુ એ પણ હકીકત છે કે આ ગ્લોબલાઇઝેશનને લીધે લાખો લોકો ગરીબી રેખાથી ઉપર આવી શક્યા છે. આ પ્રગતિનો એક મોટો હિસ્સો ભારત જેવા દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં આવેલો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આજે દુનિયાભરમાં લોક-લુભામણી રાજનીતિનું ચલણ વધી રહ્યું છે.

પશ્ચિમના દેશો, મુખ્યત્વે અમેરિકા અને પશ્ચિમી યુરોપમાં આ ચલણ જોવા મળે છે.

બ્રિટને યૂરોપીય યૂનિયનથી અલગ થવાનો નિર્ણય કર્યો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશને ઘણી આંતરરાષ્ટ્રીય સંધિઓના અંકુશથી આઝાદી અપાવી.

ભારતમાં હાલની કેન્દ્ર સરકાર હોય કે રાજ્યોની સરકારો, ખેડૂતોની દેવા માફી અને ગરીબોની અન્ય સગવડો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી રહી છે.

યુરોપીયન દેશો ઇટાલી અને હંગરીની ચૂંટણીઓમાં પણ આવા વાયદા કરનારા નેતાઓ ચૂંટણી જીતે છે.

આ દેશોના નેતા, લોકોને ગ્લોબલાઈઝેશનની જવાબદારીથી બચાવવાના વાયદાઓની મદદથી સત્તામાં આવ્યા છે.

પરંતુ જાણકારો કહે છે કે જો આપણે વિકાસના ફાયદા માનવતામાં સમાનતાથી વહેંચવા ઇચ્છીએ છીએ, તો તેનું એક જ માધ્યમ છે- વૈશ્વિકરણ.

એટલે કે તમામ દેશોની અર્થવ્યવસ્થાઓ એક બીજા સાથે જોડાઈને, કદમથી કદમ મિલાવીને સાથે ચાલે.

એવું ન બને કે જર્મની પોતાની દિશામાં ચાલે અને અમેરિકા પોતાની મરજીથી. તો પછી આ દેશોની અમીરીથી માનવતાનું ભલું નહીં થાય.

આમ તો વયસ્કોની આદત હોય છે કે પહેલાનાં જમાનો સારો હતો, જેવી ઉક્તિઓ કહે.

પરંતુ સત્યતા એ છે કે દુનિયા આજ જેટલી સારી પહેલા ક્યારેય નહોતી.

માનવતાનો આર્થિક ઇતિહાસ કહે છે કે હાલના કેટલાંક દશકાઓથી અગાઉ દુનિયાની વસતીનો એક મોટો ભાગ ખૂબ જ ગરીબીમાં જીવન વિતાવતો આવ્યો છે.

માનવતાના ઇતિહાસમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે આર્થિક પ્રગતિના ફાયદા દુનિયાના ગરીબો સુધી પહોંચી રહ્યાં છે.

અમે આ સાત આંકડાઓ દ્વારા તમને જણાવીએ છીએ કે કેમ દુનિયા આજે પહેલા કરતાં સારી છે.

આજથી કેટલાક દાયકાઓ પહેલાની સ્થિતિ કરતાં આપણે પ્રગતિના કેટલા સોપાન સર કરી લીધાં છે.

1. સરેરાશ ઉંમર સતત વધી રહી છે

વિકસિત દેશોમાં ગરીબ દેશોની આ ઉપલબ્ધિઓ વિશે કોઈ ચર્ચા નથી થતી.

આ સફળતાઓ સમાચારોનો ભાગ નથી બનતી. પરંતુ જેવું કે હાન્સ રોઝલિંગએ પોતાના પુસ્તક 'ફેક્ટફૂલનેસ'માં લખ્યું છે કે આપણે તમામ ખરાબ સમાચારોને એક ખાસ દૃષ્ટિકોણથી તોળીને જોવા જોઈએ.

એમાં કોઈ બેમત નથી કે ભૂમંડલીકરણે વિકસિત દેશોના મધ્યમ વર્ગના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે.

પરંતુ એ પણ હકીકત છે કે આ ગ્લોબલાઇઝેશનને લીધે લાખો લોકો ગરીબી રેખાથી ઉપર આવી શક્યા છે. આ પ્રગતિનો એક મોટો હિસ્સો ભારત જેવા દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોમાં આવેલો છે.

2. બાળ મૃત્યુદર સતત ઘટી રહ્યો છે

એક સદી પહેલાની જ વાત કરીએ, તો અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પણ 100માંથી દસ બાળકોનું મોત જન્મ સમયે થઈ જતું હતું.

પરંતુ, મેડિકલ સાયન્સની પ્રગતિ અને જનતા માટે ઉપલબ્ધ સ્વાસ્થ્ય સુવિધાઓના વિકાસને લીધે અમીર દેશોમાં નવજાત બાળકોનું મૃત્યુ હવે નહીવત્ પ્રમાણમાં થાય છે.

આ જ રીતે, બ્રાઝિલ અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં આજે બાળકોનો મૃત્યુદર ઓછો થઈ ગયો છે.

આજે ભારત અને બ્રાઝિલમાં નવજાત બાળ મૃત્યુદર એક સદી પહેલાંના અમીર દેશોના દરથી ખૂબ ઓછો થઈ ગયો છે.

3. વસતી વધારાની ગતિ મંદ પડી રહી છે

આજે ઘણા બધા દેશોમાં જનસંખ્યા વિસ્ફોટની વાત થાય છે.

અર્થશાસ્ત્રી કહે છે કે વસતી વધવાના દર પર લગામ લાગવી જોઈએ.

પરંતુ સત્ય તો એ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં દુનિયાભરમાં વસતી વધવાનો દર ઘટ્યો છે.

સંયુક્ત રાષ્ટ્ર પોપ્યુલેશન ફંડનું અનુમાન છે કે આ સદીના અંત સુધીમાં દુનિયાની વસતી 11 અબજની આસપાસ પહોંચીને સ્થિર થઈ જશે.

બ્રાઝિલ, ચીન અને ઘણા આફ્રિકી દેશોમાં જનસંખ્યાનો વિકાસ દર ખૂબ જ ઓછો થઈ ગયો છે.

વિકસિત દેશોમાં વસતી વધારાના આ દરને પ્રાપ્ત કરવામાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ પણ 100 વર્ષ લાગી ગયા હતા.

પરંતુ ઘણા વિકાસશીલ દેશોએ વસતી વધારાની ઝડપ પર એક-બે દાયકામાં જ કાબૂ મેળવી લીધો.

4. વિકસિત દેશોનો વિકાસ દર વધી રહ્યો છે

અમેરિકા અને પશ્ચિમ યુરોપ, જેઓ ટેકનિકની બાબતે ખુબ જ આગળ છે, તેઓ આજે વાર્ષિક બે ટકાના દરથી પ્રગતિ કરી રહ્યા છે.

તેમનો આ વિકાસ દર ગત 150 વર્ષોથી યથાવત જળવાયેલો છે. જેનો મતલબ એ છે કે આ દેશોમાં સરેરાશ આવક દર 36 વર્ષે બમણી થઈ જાય છે.

આ દરમિયાન 20મી સદીના ત્રીજા દેશમાં ગ્રેટ ડિપ્રેશન જેવી ભયંકર આર્થિક મંદી પણ આવી. અને 2008ની મંદીનો ઝટકો પણ દુનિયાએ સહન કર્યો.

પરંતુ, લાંબા ગાળાની વાત કરીએ, તો પ્રગતિની ગતિ થોડે વધતે અંશે આ જ રહી છે.

ચીન અને ભારત જેવા ઓછી આવક ધરાવતા દેશ તો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. તેના કારણે આ દેશ અર્થવ્યવસ્થાની બાબતે ખૂબ ઝડપથી પશ્ચિમી દેશોના સ્તરે પહોંચી જશે.

લાંબા ગાળા સુધી જો કોઈ દેશનો વિકાસ દર 10 ટકાની આસ-પાસ રહે તો સામાન્ય લોકોની આવક સાત વર્ષમાં બમણી થઈ જાય છે. હવે આ ઉપલબ્ધિ જો ગરીબ જનતાની સાથે વહેંચવામાં આવે, તો સારા સમાચાર જ છે.

5. વૈશ્વિક અસમાનતામાં ઘટાડો થયો છે

વૈશ્વિકરણના લીધે ઘણાં બધા દેશોમાં આર્થિક સમાનતા વધી છે. પરંતુ છેલ્લા સાત દાયકાઓમાં સરેરાશ જોઈએ, તો એમાં ઘટાડો થયો છે.

એનું કારણ છે, વિકાસશીલ દેશોમાં કરોડો લોકો ગરીબી રેખાની ઉપર આવ્યા છે. એમાં ચીન અને ભારતનું નામ સૌથી મોખરે છે.

ઘણાં વિકાસશીલ દેશોમાં રહેન-સહેનનું સ્તર સારું બન્યું છે. પાયાની સગવડો સુધી મોટા ભાગની વસતી પહોંચી શકી છે.

ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે પહેલી વખત આ મુકામ ઉપર છીએ, જ્યાં દુનિયાની અડધી વસતીને મધ્યમ વર્ગ કહેવામાં આવે છે.

6. વધારે લોકો લોકતાંત્રિક દેશોમાં રહે છે

માનવતાના ઇતિહાસમાં લાંબો સમય એવો રહ્યો છે જ્યારે જનતાએ જુલમ કરનારી અલોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં રહેવું પડ્યું છે. પરંતુ, આજે દુનિયાની અડધી વસતી લોકતાંત્રિક વ્યવસ્થામાં રહે છે.

આજે જેટલાં લોકો અલોકતાંત્રિક દેશોમાં રહે છે, એમાંથી 90 ટકા તો માત્ર ચીનમાં જ રહે છે.

7. દુનિયામાં યુદ્ધ ઓછાં થઈ રહ્યાં છે

માનવતાનો ઇતિહાસ લોહીયાળ સંઘર્ષનો રહ્યો છે.

વર્ષ 1500થી માંડીને અત્યાર સુધીની વાત કરીએ, તો દુનિયાની બે મોટી શક્તિઓ સતત એક-બીજા સાથે યુદ્ધમાં ગૂંચવાયેલી રહી છે.

20મી સદીએ તો મુખ્યત્વે અનહદ હિંસક દોર જોયો. જ્યારે બે દાયકાઓમાં બે-બે વિશ્વ યુદ્ધ થયાં, જેમાં કરોડો લોકો માર્યા ગયાં.

પરંતુ, બીજા વિશ્વ યુદ્ધ પછીથી દુનિયા સામાન્ય રીતે શાંતિના સમયમાં જીવી રહી છે.

પશ્ચિમ યુરોપમાં પાછલી ત્રણ પેઢીઓએ કોઈ પણ યુદ્ધ નથી જોયું.

યુરોપીયન યૂનિયન અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવા સંગઠનોની હાજરીથી વિશ્વમાં સ્થિરતા આવી છે.

તો, આમ કહીને ભાંડવાનું બંધ કરો કે જમાનો ખરાબ થઈ ગયો છે. સાચું એ છે કે આજે દુનિયા પહેલાં કરતાં વધુ બહેતર બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો