You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સઆદત હસન મંટોથી હજી કેમ ડરી રહ્યું છે?
- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, લાહોરથી, બીબીસી ગુજરાતી માટે
દક્ષિણ એશિયામાં સઆદત હસન મંટો અને ફૈઝ અહેમદ ફૈઝ સૌથી વધારે શિક્ષિત લેખક છે.
છેલ્લાં 70 વર્ષોમાં મંટોના પુસ્તકની માંગ સતત વધી રહી છે. એક રીતે જોઈએ તો તેઓ દરેક ઘરમાં જાણીતું નામ બની ગયા છે.
તેમના પુસ્તકોની કૉપીઓ સતત છપાતી રહે છે અને વેચાઈ જાય છે. એ વાત પણ સાચી છે કે મંટો અને પ્રતિબંધોનો સંબંધ ચોલી-દામનના સાથ જેવો છે.
દર વખતે તેમના પર પિશાચ હોવાનો આરોપ લાગે છે અને પ્રતિબંધો લાગી જાય છે.
'ઠંડા ગોશ્ત', 'કાલી સલ્વાર' અને 'બો' નામની કહાણીઓ પર પ્રતિબંધ લાગી ગયો.
મંટોને લેખક તરીકે પ્રતિબંધોનો ખૂબ ફાયદો થયો. મંટોની કહાણીઓ પર પાંચ વખત પ્રતિબંધ લાગ્યો અને તેમને દોષિત જાહેર કરવામાં ન આવ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
હવે એક તરફ નંદિતા દાસની નવી ફિલ્મ 'મંટો' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે અને બીજી તરફ લાહોરના સાંસ્કૃતિક કેન્દ્ર અલહમરાએ 'મંટો મેળા' પર પ્રતિબંધ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 જાન્યુઆરીના રોજ લાહોર આર્ટ્સ કાઉન્સિલ- અલહમરાએ પોતાના ફેસબુક પેજ પર નેશનલ સમાચારપત્રના સમાચાર શૅર કર્યા હતા જેના આધારે મંટો મેળો ફેબ્રુઆરીના મધ્યાંતરમાં યોજાવા જઈ રહ્યો છે.
આ પ્રતિબંધના કારણે મંટોની કહાણીઓનું બોલ્ડ નેચર સાંભળવા મળ્યું છે.
એવી પણ ચર્ચા છે કે આ પ્રતિબંધના કારણે મિનિસ્ટ્રી ઑફ કલ્ચરમાં ધાર્મિક કટ્ટરવાદોનો પ્રભાવ છે.
તેમનું માનવું છે કે લેખકની કૃતિઓ નિષ્ક્રિયતા ફેલાવવાનું કારણ છે.
લોકોના દબાણના કારણે અલહમરાએ આ મેળા પર પ્રતિબંધ લગાવવાના બદલે તેને આગળ કરવાની દલીલ આપી છે. પરંતુ હજુ સુધી કોઈ તારીખની જાહેરાત થઈ નથી.
આ મંટો મેળામાં ચાર નાટક મંડળીઓ દ્વારા નાટક યોજાવની હતી જેમાં પાકિસ્તાનના વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત અજોકા થિયેટરનો પણ સમાવેશ થયો છે.
આ બધી જ નાટક મંડળીઓ ઘણા દિવસોથી રિહર્સલ કરી રહી હતી.
નંદિતા દાસની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા વિશે એ દલીલો સામે આવી છે કે બોર્ડને કોઈ તકલીફ ન હતી પણ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના ભાગલાનો યોગ્ય રીતે ઉલ્લેખ થયો નથી.
હવે ફિલ્મ નૅટફ્લિકસ પર મૂકી દેવાઈ છે અને તેને કોઈ પણ જોઈ શકે છે.
પ્રતિબંધનો વિરોધ
આ ફિલ્મ પર પ્રતિબંધ વિરુદ્ધ લાહોર, પેશાવર અને મુલતાનમાં વિરોધ પ્રદર્શન થયા છે. લાહોરમાં મંટો મેમોરિયલ સોસાયટીના પ્રધાન સઈદ અહેમદ અને બીજા બુદ્ધિજીવીઓની સાથે મળીને આ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
તેમણે ગત અઠવાડિયે એક સમારોહ મંટો ફિલ્મ માટે જ કર્યો હતો. આ સમારોહમાં હાજરી આપતા ઇતિહાસકાર આયશા જલાલે મહત્ત્વના મુદ્દા રાખ્યા.
આયશા જલાલ વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત ઇતિહાસકાર છે અને તેમનાં ઘણાં પુસ્તકો મહત્ત્વના માનવામાં આવે છે. તેઓ મંટોનાં સંબંધી પણ છે અને તેમણે મંટો તેમજ ભારત-પાકિસ્તાનના ભાગલા પર એક પુસ્તક પણ લખ્યું છે.
તેમને પૂછવામાં આવ્યું કે 70 વર્ષમાં શું બદલાયું છે? કેમ કે ત્યારે પણ મંટો પર વિવાદ હતો, આજે પણ છે.
ફિલ્મ વિશે વાત કરતા તેમણે પાકિસ્તાનમાં બનાવવામાં આવેલી સરમદ ખોસ્ટની ફિલ્મની પણ વાત કરી અને કહ્યું કે નંદિતા દાસની ફિલ્મ ઇતિહાસને ધ્યાનમાં રાખીને સારી છે. તેમણે કહ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પણ તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે તો પ્રતિબંધનો કોઈ મતલબ નથી.
તેમણે કહ્યું કે ભાગલાની સામાજિક ટીકા અલગ મામલો છે. જો કોઈ ટીકા સહન કરી શકતા નથી તો તેમાં મંટોની કોઈ ભૂલ નથી. આ તેમનો ખાનગી મામલો છે અથવા તો સાહિત્ય અંગે તેમની સમજનો મામલો છે. મંટોના લેખનનો સવાલ નથી.
આયશા જલાલે એમ પણ કહ્યું છે કે વસ્તીવાદીના જમાનાના કાયદા હજુ પણ મંટો વિરુદ્ધ લાગુ કરવામાં આવી રહ્યા છે.
આ જ કાયદો વસ્તીવાદીના જમાનામાં તેમની વિરુદ્ધ લાગુ કરવામાં આવતા હતા. આયશાનું કહેવું એ પણ છે કે અત્યારનો પ્રસંગ એકદમ અલગ છે. મંટો પર ઘણી વખત આરોપ પણ લાગ્યા છે, પણ વધુમાં વધુ તેમણે માત્ર દંડ ભરવો પડ્યો છે.
તે સમારોહમાં એ વાત પણ થઈ કે મંટોને નાખુશ બતાવવામાં આવ્યા છે અને તેમનો પાકિસ્તાન આવવાનો અનુભવ પણ સારો ન હતો.
આયશાએ કહ્યું કે જે કંઈ હોય, અહીં આવવાનું મન હોવા છતાં તેમને ઘણી ફરિયાદ હતી. તેમના અસ્તિત્વને ક્યારેય માનવામાં આવ્યું ન હતું.
એક દિવસે તેમને સૌથી સારા લેખક માની લેવામાં આવે છે અને આગામી દિવસે કહેવામાં આવે છે કે ફ્લેટ ખાલી કરો.
આ જ બધું નંદિતા દાસની ફિલ્મમાં છે. પણ આ ફિલ્મ એક ભારતીય ફિલ્મકારે બનાવી છે અને આપત્તિ એ છે કે એક ભારતીય અમને કેવી રીતે જણાવી શકે છે કે જે વ્યક્તિ પાકિસ્તાન આવી હતી તે નાખુશ હતી.
તેમણે એમ પણ ઉમેર્યું કે મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ જ અમારી નિષ્ફળતાની નિશાની છે. અમે જેટલા નિષ્ફળ થયા છીએ એટલા જ વધારે કારણ વગરના કાયદા બનાવવામાં આવી રહ્યા છે.
લાગે તો એવું છે કે છેલ્લા 70 વર્ષમાં કંઈ બદલ્યું નથી. જો અન્યાય કરતા લોકો, જુલમ કરતા લોકો, કબજો કરતા લોકો અને જબરદસ્તી કરતા લોકોથી ડર લાગે છે તો પછી મંટો પણ નથી બદલ્યા.
મંટો એવા જ છે અને જીવીત છે. તેઓ માટીની નીચે દફન નથી પણ આપણી સાથે બેસીને હસી રહ્યા છે.
(લેખક લાહોરમાં પંજાબી ભાષાના કાર્યકર્તા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો