પાકિસ્તાનની જેલમાં છ વર્ષ પસાર કરનાર હામિદે ભારત પહોંચીને કહ્યું, "ખુશી વ્યક્ત કરવા શબ્દો નથી"

હામિદની તસવીર

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, કોહાટાની યુવતીને મળવા હામિદ પાકિસ્તાન પહોંચ્યા હતા

મુંબઈના હામિદ નિહાલ અંસારી છ વર્ષ બાદ પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા બાદ પાકિસ્તાની અધિકારીઓએ મંગળવારે વાઘા બોર્ડર ખાતે હામિદને ભારતીય અધિકારીઓને હવાલે કર્યા હતા.

વર્ષ 2012માં ફેસબુક ફ્રેન્ડને મળવા માટે હામિદ પાકિસ્તાન ગયા હતા, ત્યાં કોહાટ ખાતે તેમને જાસૂસી તથા જરૂરી કાગળિયાંના અભાવે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અહીં હામિદ તેમના પરિવારજનોને મળ્યા હતા. પરિવારે બંને દેશોનો આભાર માનતા કહ્યું, "આજનો દિવસ અમારા માટે ઈદ જેવો છે."

line

એ યુવતી જેના માટે હામિદ પાકિસ્તાન પહોંચ્યા

ઝિનત શાહજાદીની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ઝિનતે હામિદના કેસ માટે જરૂરી કાગળ એકઠાં કર્યાં

મુંબઈના હામિદે મૅનેજમૅન્ટ સાયન્સમાં અભ્યાસ કર્યો છે.

પરિવારના જણાવ્યા પ્રમાણે, હામિદ ગૂમ થયા તેના અમુક દિવસ પૂર્વે તેમણે મુંબઈની એક કૉલેજમાં લેકચરર તરીકે નોકરી શરૂ કરી હતી.

હામિદનાં માતા ફૌજિયા અંસારી મુંબઈમાં હિંદી ભાષાના પ્રોફેસર છે અને વાઇસ પ્રિન્સિપાલ છે.

તેમના પિતા નિહાલ અંસારી બૅન્કર છે, જ્યારે તેમના મોટાભાઈ ડેન્ટિસ્ટ છે.

પાકિસ્તાન અને ભારતમાં ગોંધાઈ રહેલા કેદીઓ માટે કામ કરતા સામાજિક કાર્યકર જતિન દેસાઈના કહેવા પ્રમાણે:

"ફેસબુક પર હામિદની મૈત્રી પાકિસ્તાનનાં કોહાટની રહેવાસી યુવતી સાથે થઈ હતી. હામિદ તેમને મળવા માટે પાકિસ્તાન જવા માંગતા હતા."

"પાકિસ્તાનના વિઝા મેળવવા માટે હામિદે અનેક વખત પ્રયાસ કર્યા હતા, ત્યારબાદ તેમણે ફેસબુક પર કોહાટના સ્થાનિક લોકો સાથે સંપર્ક કર્યો હતો."

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

ચાર નવેમ્બરની એ ફ્લાઇટ

પિતા નિહાલ, માતા ફૌજિયા તથા ભાઈ ડૉ. ખાલિદ
ઇમેજ કૅપ્શન, હામિદને આવકારવા માતા ફૌજિયા તેમને પસંદની ચોકલેટ લઈને પહોંચ્યાં

ચોથી નવેમ્બર 2012ના દિવસે હામિદનું જીવન હંમેશાં માટે બદલાઈ ગયું.

તેમણે પરિવારજનોને જણાવ્યું કે તેઓ એક ઍરલાઇન્સ કંપનીના ઇન્ટરવ્યૂ માટે જાય છે.

તા. 15મી નવેમ્બરે હામિદ પરત ફરવાના હતા પરંતુ કાબુલ પહોંચ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

હામિદ સાથેનો ટેલિફોનિક સંપર્ક તૂટ્યા બાદ પરિવારને શંકા પડી હતી.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયના દાવા પ્રમાણે, હામિદ અંસારી કાબુલથી જલાલાબાદ પહોંચ્યા હતા.

ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અને પાસપોર્ટ વગર તોરખમના રસ્તે પાકિસ્તાનમાં પ્રવેશ્યા.

અહીં તેઓ કૂર્કમાં રોકાયા અને ત્યાંથી કોહાટ પહોંચ્યા.

પોલીસના કહેવા પ્રમાણે, કોહાટની હોટલમાં રૂમ રાખવા માટે હામિદે બનાવટી ઓળખપત્ર આપ્યું હતું, જેની ઉપર હમઝા નામ હતું.

શંકાના આધારે પોલીસે તેમની અટકાયત કરી હતી.

હામિદ સામે જાસૂસીના કેસમાં સજા ફટકારવામાં આવી હતી અને તેમને પેશાવરની જેલમાં રાખવામાં આવ્યા હતા.

પરિવારના કહેવા પ્રમાણે, હામિદ સાથેનો સંપર્ક તૂટ્યા બાદ તેમણે હામિદનું લેપટોપ, ઈ-મેઇલ તથા ફેસબુક ચેટની તપાસ કરી હતી.

લાઇન
લાઇન

એ પાકિસ્તાની છોકરી

હામિદ તથા માતા ફૌજિયા
ઇમેજ કૅપ્શન, હામિદનાં માતા ફૌજિયા મુંબઈની એક કૉલેજમાં વાઇસ-પ્રિન્સિપાલ છે

અંસારી પરિવારના કહેવા પ્રમાણે, ફેસબુક પરની વાતચીત પરથી ખબર પડી કે તેઓ પાકિસ્તાનના ખૈબર ફખ્તૂનખ્વા પ્રાંતના કોહાટની કોઈ છોકરી સાથે વાત કરતા હતા અને તેને મળવા માગતા હતા.

માતા ફૌજિયાના કહેવા પ્રમાણે, હામિદે ફેસબુક ઉપર કેટલાક પાકિસ્તાનીઓ સાથે વાતચીત કરી હતી અને તેમના કહેવાથી જ ગેરકાયદેસર રસ્તો પકડ્યો હતો.

આ માટે હામિદના મિત્રોએ જ તેમને પ્રોત્સાહન આપ્યું હતું.

પાકિસ્તાનના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ઝિનત શાહઝાદીએ હામિદના કેસના પેપર્સ એકઠાં કર્યાં હતાં.

ઝિનતની કામગીરી વગર હામિદના કેસ માટેના જરૂરી પેપર્સ ન મળ્યાં હોત.

ઝિનત કોહાટની યુવતી, તેના પિતા તથા ફ્રેન્ડ્સને પણ મળ્યાં હતાં.

બધાયને હામિદ અંગે જાણ હતી. હાલ એ યુવતીના નિકાહ થઈ ગયા છે.

30મી ડિસેમ્બરે ઇસ્લામાબાદ ખાતે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન સાથે વાતચીત દરમિયાન ભારતીય પત્રકારોએ હામિદ અંસારી અંગે પૂછ્યું હતું.

ત્યારે ઈમરાન ખાને કહ્યું હતું, "મને આ બાબત અંગે જાણ નથી, હું તેની ઉપર ધ્યાન આપીશ."

line

પાકિસ્તાનીઓ દ્વારા મદદ

રખ્શંદા નાઝની તસવીર
ઇમેજ કૅપ્શન, સામાજિક કાર્યકર રખ્શંદા નાઝે મદદ કરી

હામિદ સ્વદેશ પરત ફરી શકે તે માટે અનેક પાકિસ્તાનીઓ એ મદદ કરી હતી.

જેમાં ઝિનત ઉપરાંત પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ રખ્શંદા નાઝના નામનો પણ સમાવેશ થાય છે.

ભારતનાં સમાજસેવિકા રીતા મનચંદાએ તેમને હામિદ અંગે જણાવ્યું હતું.

હામિદને માટે જરૂરી બધીય ચીજો રખ્શંદા મોકલાવતાં હતાં.

હામિદે તેમને માચીસની સળીઓમાંથી બનાવેલું ઘર અને પર્સ પણ ભેંટમાં આપ્યાં હતાં.

જ્યારે આજુબાજુનાં લોકો ભારતીયને મદદ કરવા માટે રખ્શંદાને ટોણો મારતા ત્યારે તેઓ કહેતાં, "હું માનવતા ખાતર લડું છું. આવું કોઈપણ ધર્મ, જાતી કે દેશની વ્યક્તિ સાથે ઘટી શકે છે."

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો