ઇઝરાયલનું વિમાન પાકિસ્તાન શા માટે આવ્યું, ભારે ચકચાર

ઇઝરાયલનું વિમાન

ઇમેજ સ્રોત, PAUL KENNEDY / AIRPORT-DATA.COM

    • લેેખક, તાહિર ઈમરાન
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, ઇસ્લામાબાદ

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એવી ખબરો ફરી રહી છે કે એક કથિત ઇઝરાયલી વિમાન ઇસ્લામાબાદમાં આવ્યું છે.

આ મુદ્દે ઘણા પ્રકારની ટિપ્પણીઓ થઈ રહી છે અને લોકો અનેક સવાલો પૂછી રહ્યા છે. સવાલ પૂછવામાં પત્રકારોનો પણ સમાવેશ થાય છે.

જિયો નેટવર્કના એક પત્રકાર તલત હુસૈને સવાલ કર્યો છે, "ઇઝરાયલના વિમાનનું પાકિસ્તાન આવવું અને કથિત મુસાફરોના પરત ફરવાની ખબર મીડિયામાં ફેલાઈ રહી છે. સરકારે આ અંગે ખુલાસો કરવો જોઈએ."

"ઈરાન અને અન્ય દેશો આ સમાચાર તરફ કાન આપી રહ્યા છે."

બીબીસી ઉર્દૂ પર આ સમાચાર છપાયા બાદ પાકિસ્તાન સિવિલ ઍવિયેશન ઑથૉરિટીના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું, "ઇઝરાયલનું કોઈપણ વિમાન પાકિસ્તાનના એકપણ ઍરપોર્ટ પર આવ્યું હોવાની અફવા ખોટી છે. કારણ કે આવું કંઈ થયું જ નથી."

આ પહેલાં પૂર્વ મંત્રી અને મુસ્લિમ લીગ નવાઝના નેતા અહસન ઇકબાલે સરકારને આ મુદ્દે સ્પષ્ટીકરણ કરવાની માગ કરી છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા ઈમરાન ખાન સરકારમાં સૂચના મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ જણાવ્યું, "સાચું તો એ છે કે ઈમરાન ખાન ના તો નવાઝ શરીફ છે, ના તો તેમની કૅબિનેટમાં તમારા જેવા ખોટા ઍરિસ્ટૉટલ છે."

"અમે ના તો મોદી સાથે ખાનગીમાં વાતો કરીએ છીએ, ના તો ઇઝરાયલ સાથે. તમે જેટલી ચિંતા અત્યારે બતાવો છો તેવી પહેલાં બતાવી હોત તો પાકિસ્તાનની હાલત આવી ના હોત. ખોટી ચિંતા ન કરો, પાકિસ્તાન સુરક્ષિત છે."

ફવાદ હુસૈન ચૌધરીના જવાબમાં અહસન ઇકબાલે લખ્યું, "માત્ર સ્પષ્ટીકરણની માગ કરવાથી સૂચના મંત્રી ભડકી ગયા, તે ઉપરથી લાગે છે કે દાળમાં કંઈક કાળું છે."

line

ઇઝરાયલી વિમાન પાકિસ્તાનમાં શા માટે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ICIJ

આ સમાચાર આવ્યા બાદ બીબીસી ઉર્દૂએ તપાસ કરી તો જાણવા મળ્યું કે સમગ્ર મામલો એક ઇઝરાયલી પત્રકાર અવી શાર્ફના એ ટ્વીટથી શરૂ થયો જે 25 ઑક્ટોબરના રોજ 10 વાગે કરવામાં આવ્યું હતું.

આ ટ્વીટની તપાસમાં માલૂમ પડ્યું કે એક જહાજ પાકિસ્તાન આવ્યું અને 10 કલાક બાદ ફરી રડાર પર જોવા મળ્યું.

વિમાનોની અવરજવર અથવા ઍર ટ્રાફિક પર નજર રાખી રહેલી વેબસાઇટ 'ફ્લાઇટ રડાર' પર આ વિમાનનું ઇસ્લામાબાદ આવવાના અને 10 કલાક બાદ પરત ફરવાના પુરાવા છે.

આ ઘટના પર અનેક પ્રકારના તર્ક કરવામાં આવી રહ્યા છે. અમુક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે ઇઝરાયલના વિમાનનું પાકિસ્તાન આવવું કોઈ સામાન્ય ઘટના નથી.

બીજી તરફ પાકિસ્તાન સિવિલ ઍવિયેશન ઑથૉરિટીના પ્રવક્તાએ આ વાતનું ખંડન કર્યું છે. આમાંથી અમુક સવાલોના જવાબ બીબીસી ઉર્દૂએ આપવાનો પ્રયાસ કર્યો.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન
line

શું ઇઝરાયલનું વિમાન પાકિસ્તાન આવી શકે છે?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે રાજનૈતિક સંબંધો નથી. એટલા માટે બન્ને દેશમાં રજિસ્ટર્ડ થયેલાં વિમાનો એકબીજાના હવાઈ ક્ષેત્રમાં નથી આવી શકતાં.

જો ઇઝરાયલી રજિસ્ટર્ડ વિમાનને દિલ્હી અથવા અમૃતસર જવું હોય, તો પછી ચીન અથવા અરબ સાગરના રસ્તેથી આવવું પડશે.

મતલબ કે ગમે તે રીતે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રથી બચવું પડશે.

શું ઇસ્લામાબાદની જમીન પર આવનાર કથિત વિમાન ઇઝરાયલનું છે?

ઍરક્રાફ્ટ કૅનેડામાં રજિસ્ટર્ડ થયું છે

ઇમેજ સ્રોત, ISLE

જે વિમાન અંગે વાતો થઈ રહી છે તે કૅનેડાની વિમાન બનાવતી કંપની બમ્બાર્ડ ઍરનું બનાવેલું છે તેનું નામ ગ્લોબલ એક્સપ્રેસ એક્સઆરએસ છે.

આ વિમાનનો સીરિયલ નંબર 9394 છે. તે 22 ફેબ્રુઆરી 2017ના બ્રિટનના સંપ્રભુ રાજ્ય આયલ ઑફ મેનમાં રજિસ્ટર્ડ છે. આ પહેલાં તેનું રજિસ્ટ્રેશન કેમૈન દ્વીપમાં હતું.

આયલ ઑફ મેનના રજિસ્ટ્રર મુજબ આ વિમાનની માલિકી મલ્ટિબર્ડ ઓવરસીઝના નામથી છે.

ઑફશોર એકાઉન્ટ મુજબ અહીંનું સરનામું પ્રખ્યાત દ્વીપ બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં છે. આ સરનામે અન્ય 38 કંપનીઓ રજિસ્ટર્ડ છે.

લાઇન
લાઇન
line

આ કહાણીમાં ઇઝરાયલ ક્યાંથી આવ્યું?

આ કહાણી ખૂબ જ રસપ્રદ છે. વિમાનની અવરજવર અંગે ઇઝરાયલી અખબાર હાર્ટ્ઝના સંપાદક અવી શાર્ફના ટ્વીટ મારફતે પ્રથમ દસ્તાવેજ મળ્યો.

ખાસ વાત એ છે કે અવી શાર્ફે બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વિમાન 24 ઑક્ટોબરના રોજ સવારે તેલ અવીવથી ઇસ્લામાબાદ પહોંચ્યું હતું.

ઇઝરાયલી અખબાર મુજબ આ જહાજના પાયલટે વિમાન ઉડાવતી સમયે ચાલાકી વાપરી હતી.

તેમના અનુસાર આ વિમાન તેલ અવીવથી ઊડીને પાંચ મિનિટ માટે જોર્ડનની રાજધાની અમ્માનના ક્વીન આલિયા ઍરપોર્ટ પર ઊતર્યું અને ત્યાંથી જ ફરીથી ઊડ્યું.

એટલા માટે આ ફ્લાઇટ તેલ અવીવથી ઇસ્લામાબાદને બદલે તેલ અવીવથી અમ્માન સુધીની ફ્લાઇટ બની ગઈ.

અમ્માનમાં પાંચ મિનિટ ઊતરવા અને ફરીથી ઊડીને ઇસ્લામાબાદ જવાથી આ ફ્લાઇટ અમ્માનથી ઇસ્લામાબાદની બની.

આ રીતે રસ્તો બદલવાથી ફ્લાઇટના વિશેષ કોડ પણ બદલાય છે. આ રીતે તેમણે પાકિસ્તાન જવા માટેનો રસ્તો સાફ કર્યો.

પોતાની વાતને સ્પષ્ટ કરવા માટે અવી શાર્ફે આ પ્રકારનું અન્ય એક ઉદાહરણ આપ્યું છે.

આ ફ્લાઇટ આબુધાબીથી સાઉદીની ઉપરથી ઊડીને તેલ અવીવ ગઈ પરંતુ તેણે અમ્માનનો રસ્તો પસંદ કર્યો.

આ વિમાન ત્યાં ઊતર્યું અને નવો કોડ જનરેટ કરીને રવાના થઈ ગયું.

line

વિમાન પાકિસ્તાન કેમ આવ્યું?

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તકનીકી રીતે આ ફ્લાઇટ ઇઝરાયલની ના કહેવાય. હવે સવાલ એ છે કે વિમાનમાં કોણ બેઠું હતું? વિમાન પાકિસ્તાન શા માટે ઊતર્યું?

સામાન્ય રીતે અફવાઓ ઘણી છે પરંતુ પુરાવા નથી. આ મામલે બીબીસી ઉર્દૂએ પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીનો સંપર્ક કર્યો પરંતુ કોઈ ઉત્તર મળ્યો નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો