ઇઝરાયલઃ જેરૂસલેમ શા માટે દુનિયાનું સૌથી વિવાદિત સ્થળ?

ઇમેજ સ્રોત, Getty Images
આરબ નેતાઓએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે ઇઝરાયલ સ્થિત અમેરિકન દૂતાવાસને જો રાજધાની જેરૂસલેમમાં ખસેડવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકન દૂતાવાસને તાત્કાલિક ધોરણે જેરૂસલેમ લઈ જવાનો આદેશ નહીં આપે.
તમને આ પણ વાંચવું ગમશે
આરબ દેશોના નેતાઓનું કહેવું છે કે આ પગલું મુસ્લિનોની લાગણી ભડકાવનારું હશે અને મધ્યપૂર્વના દેશોમાં તેનું વિપરિત પરિણામ આવશે.

શા માટે ચાલી રહ્યો છે વિવાદ?

ઇમેજ સ્રોત, AFP
જેરૂસલેમ યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે મહત્વનું શહેર છે.
વર્ષ 1967નાં મધ્યપૂર્વનાં યુદ્ધ સુધી જેરૂસલેમના પશ્ચિમી વિસ્તાર પર જ ઇઝરાયલનો કબજો હતો.
જ્યાં ઇઝરાયલનું સંસદભવન પણ આવેલું છે. શહેરના પૂર્વ વિસ્તાર પર પેલેસ્ટાઇનનો કબજો હતો.
1967નાં યુદ્ધ દરમિયાન ઇઝરાયલે પૂર્વ ભાગ પર પણ કબજો જમાવી જેરૂસલેમને પોતાની અવિભાજિત રાજઘાની ઘોષિત કરી હતી.
હજુ પણ પેલેસ્ટાઇન પૂર્વ જેરૂસલેમને પોતાની ભવિષ્યની રાજધાની ગણાવે છે અને તેના પર અધિકાર મેળવવા માટે આંતરારષ્ટ્રીય સ્તરે માગણી કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
વર્ષ 1993માં ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે એક સંધિ થઈ હતી.
જેમાં શહેરના પૂર્વ વિસ્તાર વિશેના નિર્ણયો ભવિષ્યની શાંતિમંત્રણાઓમાં થાય તેવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
તેથી ઇઝરાયલના સૌથી નજીકના મિત્રરાષ્ટ્ર અમેરિકાએ પણ તેમનો દૂતાવાસ તેલ અવીવમાં જ રાખ્યો છે.
બીજી તરફ જેરૂસલેમના પર ઇઝરાયલના અધિકારને આંતરરાષ્ટ્રીય મંજૂરી ક્યારેય નથી મળી.
આ વિવાદના કારણે ઇઝરાયલમાં દૂતાવાસ સ્થાપનારા દરેક દેશોના દૂતાવાસ તેલ અવીવ શહેરમાં આવેલા છે.
જોકે, અમેરિકના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આગ્રહ છે કે અમેરિકન દૂતાવાસને જેરૂસલેમમાં ખસેડવો જોઈએ.
ટ્રમ્પનું કહેવું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે સુમેળ કરાવવા માટે તેઓ આવું કરી રહ્યા છે.

ત્રણ ધર્મો માટે મહત્વનું શહેર

ઇમેજ સ્રોત, BBC WORLD SERVICE
જેરૂસલેમના 'ધ ચર્ચ ઑફ ધ હોલી સેપલ્કર'ની યાત્રાએ દર વર્ષે હજારો ખ્રિસ્તીઓ પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવા માટે આવે છે.
ઈસુ ખ્રિસ્તને આ શહેરમાં જ વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા અને અહીં તેમનું દેહાંત થયું હતું.
અહીં આવેલી 'મસ્જિદ અલ અક્સા' ઇસ્લામ ધર્મનું ત્રીજા નંબરનું સૌથી પવિત્ર સ્થાન છે.
ઇસ્લામી માન્યતા પ્રમાણે મોહમ્મદ પયગંબરે મક્કાથી જેરૂસલેમનો પ્રવાસ એક રાતમાં કરી અહીં આત્માઓ સાથે વાતચીત કરી હતી.
આ સ્થળથી થોડે દૂર 'ડોમ ઑફ ધ રોક્સ' નામની જગ્યા છે જ્યાં પવિત્ર પથ્થર રાખવામાં આવ્યો છે.
મોહમ્મદ પયગંબરે અહીંથી જન્નત તરફ પ્રયાણ કર્યુ હોવાનું માનવામાં આવે છે.
'વૉલ ઑફ ધ માઉન્ટ' તરીકે ઓળખાતી દિવાલ અહીં આવેલી છે.
એવું માનવામાં આવે છે કે યહૂદીઓનું પવિત્ર મંદિર એકસમયે અહીં હતું.
આ દિવાલની અંદર 'ધ હોલી ઑફ ધ હોલીઝ' નામે ઓળખાતું યહૂદીઓનું સૌથી પવિત્ર ધર્મસ્થાન હોવાની માન્ચતા છે.
યહૂદીઓને માને છે કે આ સ્થળેથી જ વિશ્વનું નિર્માણ થયું હતું.
કેટલાક યહૂદીઓની એવી પણ માન્યતા છે કે 'ડૉમ ઑફ ધ રૉક' જ વાસ્તવમાં 'હોલી ઑફ ધ હોલીઝ' છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
આંતરરાષ્ટ્રીય સમુદાય અમેરિકાના નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે. ટ્રમ્પ છઠ્ઠી ડિસેમ્બરે આ મુદ્દે જાહેરાત કરે તેવી શક્યતા છે.
આ પગલું એવો સંકેત જઈ શકે કે અમેરિકા આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ પડી નિર્ણય કરી રહ્યું છે અને જેરૂસલેમના પૂર્વ વિસ્તાર પર ઇઝરાયલના કબજાને માન્યતા આપી રહ્યું છે.
અમેરિકાના મધ્યપૂર્વના મિત્ર દેશો તેનો વિરોધનો સૂર વધુ ઊંચો કરી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












