શુદ્ધિકરણને નામે 55 મહિલાઓને ઠાર કરનાર પોલીસ અધિકારી

રશિયાના એક પૂર્વ પોલીસકર્મીને બીજી વખત આજીવન કેદની સજા થઈ છે. મિખાઇલ પૉપકોવને રશિયનો સૌથી ખતરનાક સિરિઅલ કિલર માનવામાં આવે છે, જેને 78 લોકોની હત્યા માટે સજા થઈ છે.

સાઇબેરિયામાં તૈનાત આ પોલિસકર્મીને 56 મહિલાઓની હત્યાનો દોષી ઠેરવીને બીજી વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પૉપકોવ પહેલાંથી જ અન્ય 22 લોકોની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.

મોડી રાત્રે મહિલાઓને પોતાની કારમાં ફેરવવાના બહાને બોલાવવી અને તેમની નિર્મમ હત્યા કરી નાખવી એવી પૉપકોવની મૉડસ ઑપરેન્ડી હતી.

હત્યા સિવાય પૉપકોવ પર લગભગ 11 મહિલાઓ સાથે બળાત્કારનો પણ આરોપ હતો અને આવા ત્રણ કેસમાં તો તેઓ પોતાની ફરજ પર પોલિસની ગાડીમાં હતાં ત્યારે બનેલા છે.

આજથી છ વર્ષ પહેલાં ડીએનએ ટેસ્ટના આધારે પૉપકોવની ધરપકડ કરવામાં આવી હતી.

તેમણે 15 થી 40 વર્ષની મહિલાઓની હત્યા કરી હતી જેમાં તેમજ તેમાં એક પોલિસકર્મી પણ સામેલ છે.

આ બધી જ હત્યાઓ 1992થી 2007 દરમિયાન થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ચરિત્રહીન મહિલાઓને શુદ્ધ કરવાનો દાવો

પૉપકોવે ઇર્કુત્સ્કના અંગર્સ્ક શહેરની આસપાસ કુહાડી અને હથોડા વડે આ મહિલાઓની હત્યા કરી હતી. તેમજ તેમનાં ટૂકડા રસ્તાને કિનારે અથવા બાજુના સ્મશાનમાં ફેકી દીધા હતાં.

આ બાબતે પૉપકોવનો દાવો છે કે, તેણે અંગર્સ્કની કહેવાતી ચરિત્રહીન મહિલાઓને શુદ્ધ કરી છે.

આ પહેલાં રશિયામાં એલેક્ઝાંડર પિચુશ્કિને, સૌથી વધુ 48 વ્યક્તિઓની હત્યા કરી હતી. તે પહેલાં સોવિયતકાળમાં આંદ્રે ચિકાતિલોએ 52 લોકોની હત્યા કરી હતી.

જો કે, એ વાત માનવામાં નથી આવતી કે તેણે દરેક પ્રકારની મહિલાઓને પોતાની કારમાં ફેરવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો