You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Assembly Election Result 2018: વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસને જીત બદલ શુભેચ્છા પાઠવી
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમ ચૂંટણી પરિણામોનું સતત અપડેટ.
10:52 ત્રણ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો
તેલંગણા અને મિઝોરમ ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યાં છે.
તેલંગણામાં 119 બેઠકો માટે થયેલા મતદાનમાં સ્થાનિક પક્ષ ટીઆરએસ 88 બેઠકો મેળવી પોતાની જીત નોંધાવી છે. અહીં હાલના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવની સૌથી મોટી જીત છે.
બીજી તરફ મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટને બહુમતી મેળવી જીત નોંધાવી છે.
રાજસ્થાનમાં કૉંગ્રેસ 99 બેઠકો અને ભાજપે 73 બેઠકો જીતી લીધી છે. અહીં બીએસપી 6 બેઠકો જીતી શકી છે. આઈએનડી 13, આરએલડી 1 અને અન્ય પક્ષને 7 બેઠકો મળી છે.
રાજસ્થાનમાં સરકાર રચવા માટે 199 બેઠકોમાંથી 100 બેઠકોની આવશ્યક્તા છે.
છત્તીસગઢમાં કૉંગ્રેસે 48 બેઠકો જીતી લીધી છે જ્યારે ભાજપે 7 અને બીએસપી 1 બેઠક જીત્યું છે. મતલબ કે અહીં કૉંગ્રેસની સરકાર બની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે 230 બેઠકોમાંથી 116 બેઠકોની જરૂર છે. અહીં કૉંગ્રેસે 100 બેઠકો જીતી લીધી છે અને 15 બેઠકો પરથી તેઓ આગળ છે.
ભાજપે 93 બેઠકો જીતી લીધી છે અને 15 બેઠકો પરથી તેઓ આગળ ચાલી રહ્યા છે. હજુ મધ્ય પ્રદેશનું ચિત્ર સ્પષ્ટ નથી થયું.
આ સાથે જ અમે આ અપડેટ્સ અહીં પર સમાપ્ત કરીએ છીએ.
22:09 વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસને શુભેચ્છા પાઠવી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેલંગણા અને મિઝોરમમાં ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જ્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં હજુ મતગણતરી ચાલું છે પરંતુ કૉંગ્રેસ પક્ષનું પલળું ભારે જણાઈ રહ્યું છે.
કૉંગ્રેસ તરફી પરિણામોને જોતા વડા પ્રધાન મોદીએ ટ્વિટર પર કૉંગ્રેસને શુભેચ્છા પાઠવી છે.
તેમણે ટ્વીટ કર્યું, "હું કૉંગ્રેસ જીત બદલ શુભેચ્છા પાઠવું છું. સાથે જ તેલંગણામાં જીત બદલ કેસીઆર ગારુ અને મિઝોરમમાં જીતેલા મિઝો નેશનલ ફ્રંટને શુભેચ્છા પાઠવું છું."
"અમે જનમતને આવકારીએ છીએ. આ સાથે જ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જનતાનો પણ આભાર કે અમને તેમની સેવા કરવાની તક મળી."
મોદીએ એવું પણ લખ્યું કે ભાજપના કાર્યકરોએ દિવસ-રાત મહેનત કરી છે, તેમને સલામ. જીત અને હાર જીવનનો ભાગ છે.
21:42 ધાર્યા કરતાં અલગ પરિણામો આવ્યાં: અરુણ જેટલી
પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના નાણાપ્રધાન અરુણ જેટલીએ આ અંગે પોતાનો મત જાહેર કર્યો છે.
જેટલીએ કહ્યું, "પરિણામ અમારી અપેક્ષાથી અલગ આવ્યાં છે. હાલમાં અમારે થોભી વિશ્લેષણ કરવાની જરૂર છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અમે 15 વર્ષથી સત્તામાં હતા. મને નથી લાગતું કે આ પરિણામો પાછળ વિરોધી લહેર હોય."
21:15વસુધંરા રાજેએ કૉંગ્રેસને શુભેચ્છા પાઠવી
રાજસ્થાનમાં ધીમે-ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કૉંગ્રેસે 96 બેઠકો જીતી લીધી છે અને ત્રણ બેઠકો પરથી તે આગળ ચાલી રહ્યો છે.
બીજી તરફ ભાજપે 73 બેઠકો જીતી લીધી છે.
આ પરિણામો બાદ રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું કૉંગ્રેસને શુભેચ્છા પાઠવું છું. હું આ જનમતને આવકારું છું. ભાજપે પાચં વર્ષમાં જનતા માટે ઘણાં કાર્યો કર્યાં છે. મને આશા છે કે આગામી સમયમાં પક્ષ યોગ્ય નીતિઓ અપનાવી કામ કરશે."
20:38 મધ્ય પ્રદેશમાં નિરીક્ષક તરીકેકૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નિયુક્તિ
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી જામી છે. કૉંગ્રેસ 112 બેઠકો જ્યારે ભાજપ 110 બેઠકો સાથે આગળ ચાલી રહ્યા છે. અહીં બીએસપી અથવા સ્વતંત્ર ઉમેદવારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
આ બધાની વચ્ચે મધ્ય પ્રદેશમાં કટોકટીની સ્થિતિ માટે નિરીક્ષક તરીકે કૉંગ્રેસે વરિષ્ઠ નેતા એ. કે. એન્ટોની નિયુક્તિ કરી છે, જ્યારે છત્તીસગઢ માટે મલ્લીકાર્જુન ખગડેની નિયુક્તિ કરી છે.
છત્તીસગઢમાં કૉંગ્રેસ 67 બેઠકો અને ભાજપ 16 બેઠકો સાથે આગળ ચાલી રહ્યા છે.
20:08 નોટબંધી અને જીએસટીને કારણે અર્થતંત્ર પ્રભાવિત થયું: રાહુલ ગાંધી
પાંચ રાજ્યોની વિધાનસભાનાં પરિણામોની વચ્ચે કૉંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી.
તેમણે કહ્યું હતું કે ભાજપ સરકારે રોજગારનો અથવા અર્થતંત્રને લઈને જે વાયદાઓ કર્યા હતા તે પૂરા નથી કરી શક્યા.
રાહુલે એવું પણ જણાવ્યું હતું કે અમારા મુખ્ય મુદ્દાઓ રોજગારી અને ખેડૂતોને લૉનમાફી છે.
રાહુલે કહ્યું, "અમે ભાજપને હરાવીશું કારણ કે અમે તેમની વિચારધારાથી સહમત નથી. અમે ભારતમાંથી કોઈને મીટાવવા નથી માગતા કે કોઈથી મુક્ત કરાવવા નથી માગતા."
તેમણે એવું પણ કહ્યું કે મોદી સરકારને કારણે ભારતીય અર્થતંત્રને નુકસાન થયું છે. નોટબંધી અને જીએસટીને કારણે અર્થતંત્ર પ્રભાવિત થયું છે.
રાહુલે કહ્યું, "પાચં વર્ષ પહેલાં જનતાએ મોદીને કામ કરવા માટે ખૂબ જ મોટી તક આપી હતી. પરંતુ તેમણે ઘમંડમાં આવીને દેશની જનતાનો અવાજ ના સાંભળ્યો."
19:30 મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. કુલ 230 બેઠકો પર થયેલા મતદાનમાં ભાજપ 108 અને કૉંગ્રેસ 113 બેઠકો સાથે આગળ ચાલી રહ્યા છે.
નવી સરકાર રચવા માટે કોઈ એક પક્ષને 116 બેઠક જીતવી ફરજિયાત છે.
તેલંગણામાં ટીઆરએસ (તેલંગણા રાષ્ટ્ર સમિતિ)ને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજ્યના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવના પક્ષે 87 બેઠકો સાથે જીત મેળવી લીધી છે. જ્યારે કૉંગ્રેસને 19 બેઠકો મળી છે.
છત્તીસગઢની કુલ 90 બેઠકોમાં કૉંગ્રેસ 66 બેઠકો સાથે આગળ ચાલી રહ્યો છે જ્યારે ભાજપ 17 બેઠકો સાથે આગળ ચાલી રહ્યો છે. અહીં સરકાર રચવા માટે કુલ 46 બેઠકો જીતવી આવશ્યક છે.
રાજસ્થાનમાં સત્તા પક્ષ ભાજપ 74 બેઠકો સાથે આગળ ચાલી રહ્યો છે જ્યારે કૉંગ્રેસ 99 બેઠકો સાથે આગળ ચાલી રહ્યો છે. કુલ 199 બેઠકોમાંથી અહીં સરકાર બનાવવા માટે 100 બેઠકો જીતવી ફરજિયાત છે.
18:20 ક્યાં રાજ્યમાં શું છે અત્યારની સ્થિતિ?
મધ્ય પ્રદેશમાં ભાજપ 83 પર આગળ, કૉંગ્રેસ 74 પર આગળ છે.
65 બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, 23 બેઠક પર ભાજપ અને 40 પર કૉંગ્રેસનો વિજય થયો છે.
રાજસ્થાનમાં ભાજપ 20 બેઠક પર આગળ, કૉંગ્રેસ 33 પર આગળ છે.
રાજસ્થાનમાં 137 બેઠકોના પરિણામ આવી ગયા છે. જે પૈકી ભાજપનો 50, કૉંગ્રેસનો 70 અને બીએસપીનો 5 બેઠક પર વિજય થયો છે.
છત્તીસગઢમાં ભાજપ 13 બેઠક પર આગળ છે, કૉંગ્રેસ 50 પર આગળ છે.
19 બેઠકોનાં પરિણામ આવી ગયાં છે, જે પૈકી 18 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે અને 1 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
તેલંગાણામાં 33 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે કૉંગ્રેસ 9 બેઠકો પર આગળ છે.
67 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જે પૈકી 53 બેઠકો પર ટીઆરએસનો વિજય થયો છે અને 11 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
18:10 છત્તીસગઢના મુખ્ય મંત્રીનું રાજીનામું
છત્તીસગઢમાં સ્પષ્ટ રીતે કૉંગ્રેસની જીતનું ચિત્ર બની રહ્યું છે. છત્તીસગઢ કૉંગ્રેસ અધ્યક્ષ ભુપેશ બાઘેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું, "આ લોકશાહીની જીત છે. ભાજપ પાસે ઘણા પૈસા અને ભ્રષ્ટ અધિકારીઓની ટીમ છે. ષડયંત્રીઓ તેમના ખીસ્સામાં છે છતાં છત્તીસગઢની જનતાએ જે જનમત આપ્યો તે ઐતિહાસિક છે."
બીજી તરફ છત્તીસગઢના મુખ્ય મંત્રી રમણ સિંઘે પત્રકારોને જણાવ્યું હતું, "હું હારની જવાબદારી સ્વીકારું છું."
આ સાથે જ રમણ સિંઘે તેમનું રાજીનામું સરકાર સમક્ષ ધરી દીધું છે.
17: 19 સત્તાના ઘમંડના કારણે ભાજપ હાર્યો - મમતા બેનર્જી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો વિશે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યાં હતાં.
મમતા બેનર્જીનું નિવેદન એએનઆઈએ ટ્વીટ કર્યું છે.
મમતા બેનર્જીએ કહ્યું, "ભાજપની હારના અનેક કારણો છે. સત્તાના ઘમંડ અને લોકશાહી સંસ્થાઓના દુરુપયોગના કારણે ભાજપનો પરાજય થયો છે."
તેમણે એવું પણ કહ્યું કે સમાજના તમામ વર્ગો ભાજપની વિરુદ્ધ છે અને આ ભાજપ માટે વિનાશ છે.
16:56 મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી
મધ્ય પ્રદેશમાં 230 બેઠક પર મતદાન થયું હતું, જે પૈકી 8 બેઠક પર ભાજપની જીત થઈ છે અને કૉંગ્રેસને 7 બેઠક પર જીત મળી છે.
93 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ છે અને કૉંગ્રેસના ઉમેદવારો 112 બેઠક પર આગળ ચાલે છે.
સરકાર બનાવવા માટે 116 બેઠક જીતવી જરૂરી છે, જો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે મતગણતરીના અંત સુધી રસાકસી રહે તો અપક્ષ વિજેતાઓ અને અન્ય પક્ષની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
16:54 છત્તીસગઢમાં ચાર બેઠકો પર કૉંગ્રેસની જીત
છત્તીસગઢમાં 90 પૈકી 4 બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તમામ 4 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
86 બેઠક પર મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 18 બેઠક પર ભાજપ આગળ ચાલે છે અને કૉંગ્રેસ 59 બેઠક પર આગળ ચાલે છે.
9 બેઠક પર અન્ય ઉમેદવારો આગળ ચાલે છે.
16:46 રાજસ્થાનમાં કૉંગ્રેસ આગળ
અત્યાર સુધીના વલણ પ્રમાણે રાજસ્થાનમાં 38 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 22 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ ઉપરાંત બીએસપીના પણ ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે.
જોકે, રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું અને મતગણતરીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.
65 બેઠક પર કૉંગ્રેસ આગળ ચાલે છે અને ભાજપ 46 બેઠક પર આગળ છે. 6 બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલે છે.
સરકાર બનાવવા માટે 100 બેઠક જીતીને બહુમત મેળવવી આવશ્યક છે.
16:31 અપક્ષ ઉમેદવારોનું મહત્ત્વ
પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામોમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાયના અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનું મહત્ત્વ વધતું જોવા મળ્યું છે.
મધ્ય પ્રદેશમાં ખરાખરીનો જંગ છે, બન્ને પક્ષો વચ્ચે જો જૂજ બેઠકોનું અંતર રહેશે તો અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો નિર્ણાયક સાબિત થઈ શકે છે.
મધ્ય પ્રદેશમાં 9 બેઠકો પર અન્ય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો આગળ છે.
અત્યાર સુધીના વલણ પ્રમાણે રાજસ્થાનમાં 200 બેઠકો પૈકી 14 બેઠકો પર અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવાર મજબૂત સ્થિતિ ધરાવે છે.
છત્તીસગઢમાં અન્ય પક્ષના ઉમેદવારો 9 બેઠકો પર એટલે કે 10 ટકા બેઠકો પર આગળ ચાલે છે.
16:16 મોદી ઘમંડ અને ગફલતમાં ચૂકી ગયા
રાજસ્થાનમાં બે વખત કૉંગ્રેસના મુખ્ય મંત્રી રહી ચૂકેલા અશોક ગહેલોતે રાજ્યમાં પોતાની જીતને લઈને પોતાનું વલણ જનતા સમક્ષ રાખ્યું.
તેમણે ભાજપ અને મોદી પર પ્રહાર કરતા ટ્વીટ કર્યું, "મોદીજી માત્ર કૉંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરતા રહ્યા, પરંતુ તેમને એ જાણ નથી કે ભારત ક્યારેય કૉંગ્રેસ મુક્ત નહીં બની શકે. કૉંગ્રેસ મુક્ત ભારત કહેનારા ખુદ મુક્ત થઈ ગયા. મોદીજી ઘમંડ અને ગફલતમાં ચૂકી ગયા."
16:10 કૉંગ્રેસ 3 રાજ્યોમાં આગળ
મધ્ય પ્રદેશમાં ભાજપ 104 પર આગળ, કૉંગ્રેસ 112 પર આગળ અને અન્ય 10પર આગળ છે.
4 બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, 3 બેઠક પર ભાજપ અને 1 પર કૉંગ્રેસનો વિજય થયો છે.
રાજસ્થાનમાં ભાજપ 57 બેઠક પર આગળ, કૉંગ્રેસ 78 પર આગળ અને અન્ય 18 પર આગળ છે.
રાજસ્થાનમાં 46 બેઠકોના પરિણામ આવી ગયા છે. જે પૈકી ભાજપનો 15, કૉંગ્રેસનો 22 અને બીએસપીનો 3 બેઠક પર વિજય થયો છે.
છત્તીસગઢમાં ભાજપ 20 પર આગળ, કૉંગ્રેસ 60 પર આગળ અને અન્ય 10 પર આગળ છે.
મિઝોરમમાં તમામ બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.
26 બેઠકો પર એમએનએફનો વિજય થયો છે, જ્યારે 5 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. ભાજપનો 1 બેઠક પર વિજય થયો છે. 8 બેઠકોથી અન્ય ઉમેદવારો વિજયી થયા છે.
તેલંગાણામાં 60 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે કૉંગ્રેસ 16 બેઠકો પર આગળ છે.
31 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જે પૈકી 27 બેઠકો પર ટીઆરએસનો વિજય થયો છે અને 4 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
16:00 માયાવતીએ તેમના વિજેતા ઉમેદવારોને દિલ્હી બોલાવ્યા
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે બરાબરની રસાકસી જામી છે. ત્યારે બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) અહીં 'કિંગ મેકર'ની ભૂમિકા ભજવી રહી છે.
મધ્ય પ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી સરકાર બનાવવા 116 બેઠકોની જરૂરિયાત છે.
ભાજપ 106 અને કૉંગ્રેસ 114 બેઠકો સાથે આગળ ચાલી રહી છે. આ બધાને જોતાં બીએસપીનાં અધ્યક્ષ માયાવતીએ તેમના વિજેતા ઉમેદવારોને તાત્કાલિક દિલ્હી ખાતે બોલાવી લીધા છે.
15:50 અત્યાર સુધી મધ્ય પ્રદેશ મામલે સસ્પેન્સ રહ્યું
પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવી રહ્યાં છે, પાંચ રાજ્યો પૈકી મધ્ય પ્રદેશના પરિણામમાં સૌથી વધારે રસાકસી જોવા મળી હતી.
મતગણતરીના શરૂઆતના તબક્કામાં મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની સ્થિતિ ભાજપની તુલનામાં મજબૂત જણાતી હતી. કૉંગ્રેસ વધારે બેઠકો પર આગળ હતો.
જોકે, થોડા કલાકો બાદ સ્થિતિ બદલાઈ હતી અને ભાજપની સ્થિતિ મજબૂત જણાતી હતી.
રસાકસી બાદ હવે ફરીથી કૉંગ્રેસ ભાજપ કરતાં આગળ છે.
અત્યાર સુધીનાં વલણો પ્રમાણે 112 બેઠક પર કૉંગ્રેસ આગળ છે અને 104 બેઠક પર ભાજપ આગળ છે.
4 બેઠકોના અંતિમ પરિણામ આવી ગયાં છે, જે પૈકી 1 પર કૉંગ્રેસનો વિજય થયો છે અને અન્ય ત્રણ પર ભાજપનો વિજય થયો છે.
15:45 ભાજપની સરકારે પાંચ વર્ષમાં કંઈ કર્યું નથી : ચંદ્રબાબુ નાયડુ
તેલંગણામાં 119 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં ટીઆરએસ (તેલંગણા રાષ્ટ્ર સમિતિ) સૌથી વધુ 64 બેઠકો સાથે આગળ છે. અહીં સરકાર રચવા માટે 60 બેઠકોની જરૂરિયાત હતી.
આ નિમિત્તે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ટીડીપી જનતાના સમર્થનને આવકારે છે. આ સાથે જ નાયડુએ હૈદરાબાદના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવને અભિનંદન પાઠવ્યા છે.
નાયડુએ એવું પણ કહ્યું કે લોકોને હવે ખબર પડી ગઈ છે કે ભાજપ સરકારે પાંચ વર્ષમાં કંઈ નથી કર્યું. લોકો હવે ભાજપના બદલે અન્ય વિકલ્પ પક્ષ તરફ જઈ રહ્યા છે.
15:10 અત્યારસુધીની કયા રાજ્યમાં શું છે સ્થિતિ?
મધ્ય પ્રદેશમાં ભાજપ 104 પર આગળ, કૉંગ્રેસ 113 પર આગળ અને અન્ય 11 પર આગળ છે.
2 બેઠક પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.
રાજસ્થાનમાં ભાજપ 64 પર આગળ, કૉંગ્રેસ 85 પર આગળ અને અન્ય 18 પર આગળ છે.
રાજસ્થાનમાં 31 બેઠકોના પરિણામ આવી ગયા છે. જે પૈકી ભાજપનો 9, કૉંગ્રેસનો 16 અને બીએસપીનો 2 બેઠક પર વિજય થયો છે.
છત્તીસગઢમાં ભાજપ 22 પર આગળ, કૉંગ્રેસ 60 પર આગળ અને અન્ય 8 પર આગળ છે.
મિઝોરમમાં એમએનએફ 4 બેઠક પર આગળ, કૉંગ્રેસ 3 પર આગળ છે.
મિઝોરમમાં 33 બેઠકોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જે પૈકી 22 બેઠકો પર એમએનએફનો વિજય થયો છે, જ્યારે 5 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. ભાજપનો 1 બેઠક પર વિજય થયો છે
તેલંગાણામાં 68 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે કૉંગ્રેસ 16 બેઠકો પર આગળ છે.
23 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જે પૈકી 20 બેઠકો પર ટીઆરએસનો વિજય થયો છે અને 3 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
14:55 ગુજરાત મૉડલ પર ગહેલોતના પ્રહારો
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે, એ વચ્ચે રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા અશોક ગહલોતે ભાજપના ગુજરાત મૉડલ પર પ્રહાર કર્યા છે.
તેમણે ટ્વીટ કર્યું કે ગુજરાતમાં નૉન ઇશ્યૂને ઇશ્યૂ બનાવ્યા, ભાવનાત્મક મુદ્દાઓ લાવ્યા, ક્યારેક મણિશંકર તો ક્યારેક પાણીમાં પ્લેન ઉતાર્યું. ક્યારેક ગુજરાતનું અપમાન કર્યું તો ક્યારેક મારું અપમાન કર્યું, આખા સમાજનું અપમાન કર્યું. પીએમની ભાષા આવી હોય? એ ન તો ભાજપની જીત હતી, ન તો કૉંગ્રેસની હાર હતી અને આ વાત આખો દેશ માને છે.
તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું કે રાહુલજી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા હતા, યુવાનોને નોકરી નહોતી મળતી, રફાલમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઊઠ્યો હતો. અમિત શાહના દીકરાનો ઇશ્યૂ ઉઠાવ્યો હતો અને મોંઘવારીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.
14:45 છત્તીસગઢના ભાજપના કાર્યાલયમાં ભાજપનો સન્નાટો
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણ પ્રમાણે ભાજપ 27 બેઠકો પર આગળ છે અને કૉંગ્રેસ 56 બેઠકો પર આગળ છે. 3 બેઠકો પર બીએસપી અને અન્ય 5 બેઠકો પર આગળ છે.
છત્તીસગઢના રાયપુર સ્થિત ભાજપ કાર્યાલય પર સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. એએનઆઈએ ભાજપ કાર્યાલયના ફોટો ટ્વીટ કર્યા હતા.
14:30 શું છે બપોર બાદની સ્થિતિ?
મધ્ય પ્રદેશમાં ભાજપ 105 પર આગળ, કૉંગ્રેસ 115 પર આગળ અને અન્ય 10 પર આગળ છે.
રાજસ્થાનમાં ભાજપ 72 પર આગળ, કૉંગ્રેસ 93 પર આગળ અને અન્ય 21 પર આગળ છે.
રાજસ્થાનમાં 13 બેઠકોના પરિણામ આવી ગયા છે. ભાજપનો 4, કૉંગ્રેસનો 7 અને બીએસપીનો 1 બેઠક પર વિજય થયો છે.
છત્તીસગઢમાં ભાજપ 29 પર આગળ, કૉંગ્રેસ 53 પર આગળ અને અન્ય 8 પર આગળ છે.
મિઝોરમમાં એમએનએફ 6 બેઠક પર આગળ, કૉંગ્રેસ 1 પર આગળ અને ભાજપ 1 પર આગળ છે.
મિઝોરમમાં 29 બેઠકોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જે પૈકી 18 બેઠકો પર એમએનએફનો વિજય થયો છે, જ્યારે 6 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. ભાજપનો એક પણ બેઠક પર હજુ સુધી વિજય થયો નથી.
તેલંગાણામાં 88 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે કૉંગ્રેસ 21 બેઠકો પર આગળ છે.
તેલંગાણામાં ટીઆરએસ 88 પર આગળ, કૉંગ્રેસ 21 પર આગળ અને અન્ય 10 પર આગળ
14:23 રાજસ્થાનમાં કોણે કેટલી બેઠકો જીતી?
રાજસ્થાનમાં કૉંગ્રેસનો 7 બેઠક પર વિજય થયો, 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 1 બેઠક પર બીએસપી અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
અન્ય બેઠકો પર મતગણતરી હજી ચાલી રહી છે. જે પૈકી 93 બેઠક પર કૉંગ્રેસ આગળ છે અને 72 બેઠક પર ભાજપ આગળ ચાલે છે.
14:15 રામ મંદિરનો મુદ્દોએ ભૂલ હતી
ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડેએ કહ્યું, "મને ખબર હતી કે અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં હારી જઈશુ. પરંતુ મધ્ય પ્રદેશનાં ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક છે."
"મને લાગે છે કે આવું એ માટે થયું કે અમે વર્ષ 2014માં મોદીએ કરેલા વિકાસના વાયદાઓ ભૂલી ગયા અને પ્રતિમા અને રામ મંદિર પર ધ્યાન કેન્દ્રિત કર્યું."
14:12 તેલંગણાના મુખ્ય મંત્રી 50 હજાર મતોથી જીત્યા
એએનઆઈના ટ્વીટ પ્રમાણે તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવ ગજવેલ વિધાનસભા બેઠકથી 50 હજાર મતની લીડથી વિજયી થયા છે.
તેલંગાણામાં અત્યાર સુધી 9 બેઠકો પર ટીઆરએસનો વિજય થયો છે, જ્યારે 1 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
હજુ મતગણતરી ચાલી રહી છે, જેમાં 77 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે 19 બેઠકો પર કૉંગ્રેસ આગળ છે. ભાજપ 2 બેઠકો પર આગળ છે.
14:10 કૉંગ્રેસે શરૂ કરી ઉજવણી
વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો હજુ સુધી જાહેર થયા નથી. મતગણતરી ચાલી રહી છે, આમ છતાં કૉંગ્રેસ દ્વારા વિવિધ રાજ્યોમાં ઉજવણી શરૂ કરી દેવાઈ છે.
તાજેતરના વલણો પ્રમાણે બે રાજ્યોમાં કૉંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં સારી જણાઈ રહી છે.
પંજાબના લુધિયાણા સ્થિત કૉંગ્રેસ કાર્યાલય બહાર પણ કૉંગ્રેસ કાર્યકરોએ જીતની આશા વ્યક્ત કરતા ઉજવણી કરી હતી.
તો કૉંગ્રેસના કાર્યકર્તાઓએ છત્તીસગઢના રાયપુરમાં પણ જીતની ઉજવણી કરી હતી.
13:50 મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ ફરી ભાજપથી આગળ
મતગણતરીના પ્રારંભે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ આગળ હતું, જોકે ત્યારબાદ ભાજપની સ્થિતિ પ્રમાણમા મજબૂત જણાતી હતી.
જો કે અત્યારસુધીના વલણ પ્રમાણે ફરીથી કૉંગ્રેસ ભાજપ કરતાં આગળ છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ 104 પર આગળ, કૉંગ્રેસ 116 પર આગળ અને અન્ય 10 પર આગળ છે.
જોકે મધ્ય પ્રદેશના અત્યાર સુધીના પરિણામો પ્રમાણે એક પણ બેઠક પર અંતિમ પરિણામ આવ્યું નથી.
રાજસ્થાનમાં ભાજપ 75 પર આગળ, કૉંગ્રેસ 96 પર આગળ અને અન્ય 24 પર આગળ છે.
રાજસ્થાનમાં 4 બેઠકોના પરિણામ આવી ગયા છે. ભાજપ અને કૉંગ્રેસનો 2-2 બેઠક પર વિજય થયો છે.
છત્તીસગઢમાં ભાજપ 31 પર આગળ, કૉંગ્રેસ 51 પર આગળ અને અન્ય 8 પર આગળ છે.
મિઝોરમમાં એમએનએફ 15 પર આગળ, કૉંગ્રેસ 6 પર આગળ અને અન્ય 7 પર આગળ
તેલંગાણામાં 88 બેઠકો પર ટીઆરએસ આગળ છે, જ્યારે કૉંગ્રેસ 21 બેઠકો પર આગળ છે.
13:40 કોને કેટલા મત મળ્યા?
- છત્તીસગઢમાં અત્યાર સુધીનાં વલણો પ્રમાણે કૉંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં મજબૂત છે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે કૉંગ્રેસનો વોટ શેર 43.8 ટકા છે, જ્યારે ભાજપનો વોટ શેર 31.9 ટકા છે.
- મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે અત્યારસુધીનાં વલણો પ્રમાણે ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે. મતગણતરીના શરૂઆતના તબક્કામાં કૉંગ્રેસની સ્થિતિ મજબૂત જણાતી હતી.
- મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસનો વોટ શેર 41 ટકા છે અને ભાજપનો વોટ શેર 41.8 ટકા છે.
- મિઝોરમમાં એમએનએફ બહુમતી મેળવે એવી સ્થિતિ અત્યાર સુધીના વલણ પ્રમાણે એમએનએફનો વોટ શેર 37.8 ટકા છે, જ્યારે કૉંગ્રેસનો વોટ શેર 30.2 ટકા છે. ભાજપનો વોટ શેર 7.6 ટકા છે.
- રાજસ્થાનમાં કૉંગ્રેસ ભાજપની તુલનામાં વધારે બેઠકો પર આગળ છે. કૉંગ્રેસનો વોટ શેર 38.9 ટકા છે. જ્યારે ભાજપનો વોટ શેર 38.3 ટકા છે.
13:30 તેલંગણામાં ઈવીએમમાં ચેડાંની કૉંગ્રેસની ફરિયાદ
તેલંગણામાં ટીઆરએસે ક્લિન સ્વીપ કરી રહ્યો છે. તો બીજી તરફ કૉંગ્રેસ અને ટીડીપીનું ગઠબંધન પાછળ રહી ગયું છે. તેલંગણામાં ટીઆરએસ 90 બેઠકોથી આગળ ચાલી રહી છે જ્યારે કૉંગ્રેસના ખાતે 18 બેઠકો રહી છે. આ બધાને જોતાં હૈદરાબાદમાં કૉંગ્રેસ પ્રતિનિધિ મંડળે તેલંગણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમારને ઈવીએમ સાથે ચેડાં થયા હોવાની આશંકાને પગલે ફરિયાદ કરી છે.
13:25મધ્ય પ્રદેશમાં કોને કેટલી બેઠકો?
ચૂંટણી પંચના હાલના આંકડા પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભાજપ 111 અને કૉંગ્રેસ 108 બેઠકો પર આગળ છે. જ્યારે બીએસપી 4, બહુજન સંઘર્ષ દળ 1, ગોવર્ધન ગણતંત્ર પાર્ટી 2, સમાજવાદી પાર્ટી 1 અને અપક્ષો 3 પણ આગળ છે.
હાલના આંકડા પ્રમાણે ભાજપને 41.8% અને કૉંગ્રેસને 40.9% મતો મળ્યા છે.
13:15 ભાજપ અને કૉંગ્રેસની જીત
વિધાનસભાની ચૂંટણીમાં હવે પરિણામો આવવા લાગ્યાં છે. હાલ રાજસ્થાનમાં ચાલી રહેલી મતગણતરીમાં ત્રણ બેઠકો પર ગણતરી પૂર્ણ થઈ. 3 પૈકી 2 બેઠક પર ભાજપનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
પરબતસર વિધાનસભા બેઠકથી રામનિવાસ ગાવરિયાનો વિજય થયો હતો.
પિંડવારા આબુ બેઠકથી ભાજપના સમા રામ ગરાસિયાનો વિજય થયો અને
શાહપુરા બેઠકથી ભાજપના કૈલાશચંદ્ર મેઘવાલનો વિજય થયો હતો.
આ ઉપરાંત મિઝોરમમાં પણ એમએનએફે 9, કૉંગ્રેસે 1 અને અપક્ષોએ 2 પર જીત મેળવી છે.
13:11 રાજસ્થાન મામલે શું બોલ્યા સચિન પાઇલટ
12:55ભાજપે કૉંગ્રેસથી આગળ નીકળી લીડ મેળવી
શરૂઆતનાં વલણોમાં ભાજપ મધ્ય પ્રદેશમાં પાછળ હતો, જેમાં હવે લીડ મેળવીને ભાજપ આગળ નીકળી રહ્યો છે. હાલ કૉંગ્રેસ 109 અને ભાજપ 110 બેઠકો પર છે. મધ્ય પ્રદેશમાં સવારથી જ વલણો રસપ્રદ રહ્યાં છે. ક્યારેય ભાજપ તો ક્યારેક કૉંગ્રેસ લીડ મેળવી રહ્યા છે.
12:41 ક્યાં બનશે કોની સરકાર?
અત્યારસુધીનાં વલણો મુજબ છત્તીસગઢમાં ભાજપ ખૂબ જ પાછળ છે અને કૉંગ્રેસ 57 બેઠકો પર આગળ છે.
જ્યારે મધ્ય પ્રદેશમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. અત્યારસુધીનાં વલણોમાં ભાજપ અને કૉંગ્રેસ બંને સરખાં ચાલી રહ્યાં છે. હાલની સ્થિતિ જોતાં અહીં કોણ સરકાર બનાવશે તે કહી શકાય તેમ નથી.
રાજસ્થાનમાં હાલ કૉંગ્રેસ આગળ છે પરંતુ ભાજપ ખૂબ જ પાછળ નથી. હાલનાં વલણો પરથી કૉંગ્રેસ બહુમતી મેળવી શકે એવું જણાય છે.
તેલંગણામાં સ્થિતિ જોઈએ તો અહીં ટીઆરએસ સરકાર બનાવતી જોવા મળી રહી છે. બીજા નંબર પર કૉંગ્રેસ છે પરંતુ તે ટીઆરએસથી ઘણી પાછળ છે.
મિઝોરમમાં કૉંગ્રેસની સરકાર હતી અને હવે ત્યાં કૉંગ્રેસ પાસે માત્ર 5 બેઠકો રહી છે. અહીં એમએનએફ 21 બેઠકો સાથે સરકાર બનાવવાની રેસમાં આગળ નીકળી ગયું છે.
12:30 અત્યાર સુધીની શું છે સ્થિતિ
12:20શિવસેનાએ શું કહ્યું?
શિવ સેનાના નેતા સંજય રાવતે કહ્યું, "હું એવું નહીં કહું કે આ કૉંગ્રેસની જીત થઈ રહી છે, પરંતુ આ વલણો પરથી જનતાનો ગુસ્સો દેખાય આવે છે."
12:14તેલંગણામાં ટીઆરએસની ફરી સરકાર?
તેલંગાણામાં મતગણતરીના અત્યારસુધીનાં વલણો પ્રમાણે ટીઆરએસ 85 બેઠક પર આગળ ચાલી રહ્યો છે.
કૉંગ્રેસ પાર્ટી 23 બેઠક પર આગળ છે. ભાજપ 2 બેઠક પર, ટીડીપી 2 બેઠક પર અને 7 બેઠકો પર અન્ય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
12:00મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ કરતાં ભાજપ આગળ
મધ્ય પ્રદેશમાં હાલ ભાજપ કૉંગ્રેસ કરતાં આગળ વધી ગયો છે. જ્યારે છત્તીસગઢમાં કૉંગ્રેસ સરકાર બનાવે તેવી પૂરી શક્યતા છે. રાજસ્થાનમાં પણ કૉંગ્રેસ ભાજપ કરતાં આગળ છે.
11:55મધ્ય પ્રદેશમાં રસપ્રદ તબક્કામાં
મધ્ય પ્રદેશમાં હાલ વિધાનસભા ચૂંટણીના વલણો રસપ્રદ તબક્કામાં પહોંચ્યાં છે. અહીં ધીમે ધીમે ભાજપને હવે વધારે બેઠકો મેળવી રહ્યો છે. હાલ ભાજપ 108 અને કૉંગ્રેસ 109 પર પહોંચી ગયો છે.
11:42ગાંધીનગરમાં ભાજપના કાર્યાલયે સન્નાટો
ગુજરાતમાં ભાજપના ગાંધીનગરના કાર્યાલયમાં પાંચ રાજ્યોના પરિણામોના દિવસે જ સન્નાટો જોવા મળ્યો હતો.
11:40 મિઝોરમમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રી જ હારી ગયા
મિઝોરમમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની સરકાર સત્તા ગુમાવે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ મિઝોરમમાં ખુદ કૉંગ્રેસના મુખ્ય મંત્રી લાલ થનહાવલા ચમફાઈ બેઠક પરથી હારી ગયા છે. જ્યારે એમએનએફના ઉમેદવાર ટી. જે. લાલ્નુન્ટ્લુંગાની જીત થઈ છે.
11:30 રાહુલ ગાંધીન ભેટ : સચિન પાઇલટ
ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ આગળ ચાલી રહી છે ત્યારે કૉંગ્રેસના નેતા સચિન પાઇલટે કહ્યું કે આજથી બરાબર એક વર્ષ પહેલાં રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બન્યા હતા. આજનું પરિણામ તેમના માટે ભેટ સમાન છે. કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર રચવા જઈ રહી છે.
11:27 નવજોત સિંઘ સિદ્ધુએ શું કહ્યું?
ભાજપમાંથી કૉંગ્રેસ પક્ષમાં આવેલા પંજાબના મંત્રી નવજોત સિંઘ સિદ્ધુએ કહ્યું, "રાહુલભાઈ સૌને સાથે લઈને ચાલે છે. તેઓ માણસાઈની પ્રતિમા છે. જે હાથ ભારતના નસીબને પોતાના હાથમાં લેવાના છે તે ખૂબ જ મજબૂત છે. ભાજપનું નવું નામ જીટીયૂ છે- ગીરે તો ભી ટાંગ ઉપર"
11:23 'મુખ્ય મંત્રી કોણ બનશે તે પક્ષ નક્કી કરશે'
રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર બનાવે તેવી શક્યતાઓ હાલના આંકડાઓ પરથી જોવા મળી રહી છે. ત્યારે રાજસ્થાનના કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે મુખ્ય મંત્રી કોણ બનશે તે પક્ષ નક્કી કરશે.
11:20 વાગ્યે શું છે સ્થિતિ
રાજસ્થાનમાં ભાજપ 79 પર આગળ, કૉંગ્રેસ 101 પર આગળ અને અન્ય 18 પર આગળ
છત્તીસગઢમાં ભાજપ 19 પર આગળ, કૉંગ્રેસ 61 પર આગળ અને અન્ય 9 પર આગળ
મિઝોરમમાં એમએનએફ 29 પર આગળ, કૉંગ્રેસ 8 પર આગળ અને અન્ય 3 પર આગળ
તેલંગાણામાં ટીઆરએસ 79 પર આગળ, કૉંગ્રેસ 28 પર આગળ અને અન્ય 12 પર આગળ
મધ્ય પ્રદેશમાં ભાજપ 105 પર આગળ, કૉંગ્રેસ 113 પર આગળ અને અન્ય 12 પર આગળ
11:15 મધ્ય પ્રદેશમાં શિવરાજ બચાવી શકશે સત્તા?
મધ્ય પ્રદેશમાં હાલ ભાજપ પાછળ ચાલી રહ્યો છે, ત્યાં કૉંગ્રેસ આગળ છે. અહીં 2003થી ભાજપની સરકાર છે. આ વખતે જોવાનું રહેશે કે કોની સરકાર રહે છે?
11:10 જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું?
કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી કહ્યું કે જનમત પરિવર્તનના સંકેત આપી રહ્યા છે. એક વીડિયો મારફતે તેમણે સંદેશ આપ્યો કે મધ્ય પ્રદેશના પાંચ કરોડ મતદાતાઓએ જે મતદાન કર્યું છે તેનું આજે પરિણામ આવવાનું છે. જનતાએ જે પણ નિર્ણય કર્યો હશે તેનું અમે પાલન કરીશું.
11:00 રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ?
રાજસ્થાનમાં હાલ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. સત્તામાં રહેલો ભાજપ પક્ષ હાલ માત્ર 80 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ 100 બેઠકો પર આગળ છે. હાલના આંકડા જોતાં કૉંગ્રેસ સરકાર બનાવવા તરફ જઈ રહી છે.
10:50 : છત્તીસગઢમાં કૉંગ્રેસની સરકાર?
મધ્ય પ્રદેશમાં ભાજપ 102 પર આગળ, કૉંગ્રેસ 116 પર આગળ અને અન્ય 14 પર આગળ
રાજસ્થાનમાં ભાજપ 82 પર આગળ, કૉંગ્રેસ 99 પર આગળ અને અન્ય 18 પર આગળ
છત્તીસગઢમાં ભાજપ 24 પર આગળ, કૉંગ્રેસ 59 પર આગળ અને અન્ય 7 પર આગળ
મિઝોરમમાં એમએનએફ 27 બેઠકો પર આગળ ચાલે છે, જ્યારે કૉંગ્રેસ 8 બેઠક પર આગળ ચાલે છે.
10:45 કયા રાજ્યમાં શું છે સ્થિતિ
10:41 મિઝોરમમાં કોની સરકાર?
મિઝોરમમાં પ્રાથમિક વલણો મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ) તરફ જણાઈ રહ્યાં છે ત્યારે આઇઝવલ ખાતે પાર્ટી કાર્યાલયે મીઠાઈ વહેંચવી ઉજવણી કરવામાં આવી હતી.
10:38 વસુંધરા રાજે આગળ
રાજસ્થાનનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે ઝાલરાપાટણ બેઠક પરથી 8845 મત સાથે આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસના અશોક ગહેલોત સરદારપુર બેઠક પરથી 5512 મત સાથે આગળ ચાલી રહ્યા છે. સચિન પાઇલટ ટોંક બેઠક પરથી 5295 મતથી આગળ ચાલી રહ્યા છે.
10:30 કેવો છે રાજસ્થાનમાં કૉંગ્રેસ કાર્યાલયે માહોલ?
રાજસ્થાનમાં પ્રાથમિક પરિણામમાં કૉંગ્રેસ, ભાજપને ભારે પડતી દેખાઈ રહી છે. કૉંગ્રેસ 99 બેઠકો સાથે આગળ ચાલી રહી છે ત્યારે જયપુરના કૉંગ્રેસ કાર્યલય ખાતે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
10:23 ભાજપના મુખ્ય મંત્રીઓ આગળ
છત્તીસગઢમાં રાજનાંદગાંવ વિધાનસભાથી મુખ્ય મંત્રી રમન સિંહ કૉંગ્રેસના ઉમેદવાર કરુણા શુક્લાથી પાછળ ચાલતા હતા, હવે આગળ ચાલે છે.
ભાજપના મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ પણ આગળ ચાલી રહ્યા છે.
ટોન્ક વિધાનસભા બેઠકથી કૉંગ્રેસના ઉમેદવાર અને મુખ્ય મંત્રી પદના દાવેદાર સચીન પાયલટ આગળ ચાલે છે. જ્યારે ઝાલરાપાટણ વિધાનસભા બેઠકથી રાજસ્થાનના વર્તમાન મુખ્ય મંત્રી આગળ ચાલે છે.
9:15 રાજનાથસિંહે શું કહ્યું?
ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હજુ પરિણામો આવવાની શરૂઆત જ થઈ છે, હજુ સારાં પરિણામોની અમને આશા છે.
10:10 ભાજપના કાર્યલયે સન્નાટો
મધ્ય પ્રદેશમાં હાલ ભાજપ અને કૉંગ્રેસ કટોકટીની સ્થિતિમાં ચાલી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યાલયે સન્નાટો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિ જોતાં કૉંગ્રેસ ત્રણ રાજ્યોમાં આગળ ચાલી રહી છે.
10:01 શું છે સવારે 10 વાગ્યાની સ્થિતિ?
મધ્ય પ્રદેશમાં ભાજપ 107 પર આગળ, કૉંગ્રેસ 99 પર આગળ અને અન્ય 11 પર આગળ
રાજસ્થાનમાં ભાજપ 79 પર આગળ, કૉંગ્રેસ 92 પર આગળ અને અન્ય 15 પર આગળ
છત્તીસગઢમાં ભાજપ 28 પર આગળ, કૉંગ્રેસ 52 પર આગળ અને અન્ય 3 પર આગળ
મિઝોરમમાં એમએનએફ 23 પર આગળ, કૉંગ્રેસ 14 પર આગળ અને અન્ય 2 પર આગળ
તેલંગાણામાં ટીઆરએસ 66 પર આગળ, કૉંગ્રેસ 30 પર આગળ અને અન્ય 14 પર આગળ
10:00 અકબરુદ્દીન ઓવૈસી જીત્યા
એઆઈએમઆઈએમના નેતા અકબરુદ્દીન ઓવૈસી તેલંગણાની હૈદરાબાદમાં આવેલી ચંદ્રયાન ગુટ્ટા બેઠક પરથી જીતી ગયા.
9:50 વસુંધરા રાજે આગળ
ઝાલરપાટણથી મુખ્ય મંત્રી વસુંધરા રાજે સિંધિયા 4055 મત સાથે આગળ ચાલી રહ્યાં છે અને કૉંગ્રેસના ઉમેદવાર અશોક ગેહલોત 5112 મત સાથે સરદારપુરા બેઠકથી આગળ ચાલી રહ્યા છે.
9:43 કયા રાજ્યમાં કોણ આગળ
9:36 તેલંગણામાં ટીઆરએસ આગળ
તેલંગણામાં ટીઆરએસ 60 બેઠકો પર, કૉંગ્રેસ 30 બેઠકો પર આગળ, ટીડીપી 2 પર અને ભાજપ 2 બેઠકો પર આગળ
મધ્ય પ્રદેશમાં 68 બેઠક પર કૉંગ્રેસ અને 58 બેઠકો પર ભઆજપા આગળ છે, જ્યારે 5 બેઠકો પર અન્ય આગળ છે.
રાજસ્થાનમાં ભાજપ 89 પર આગળ, કૉંગ્રેસ 76 પર આગળ અને અન્ય 11 પર આગળ
છત્તીસગઢમાં ભાજપ 25 પર આગળ, કૉંગ્રેસ 41 પર આગળ અને અન્ય 19 પર આગળ
9:32 સૅન્સેક્સમાં 500 પોઇન્ટ્સનો કડાકો
પાંચ વિધાનસભાની મતગણતરીનાં પ્રાથમિક તારણો અને આરબીઆઈના અધ્યક્ષના રાજીનામા બાદ આવતા જ સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો.
9:30 કયા રાજ્યમાં કોણ આગળ?
રાજસ્થાનમાં કૉંગ્રેસ 87 બેઠકો પર આગળ ચાલે છે, જ્યારે ભાજપ 73 બેઠકો પર આગળ છે.
છત્તીસગઢમાં કૉંગ્રેસ 38 અને ભાજપ 21 બેઠકો પર આગળ છે.
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ 64 અને ભાજપ 57 બેઠકો પર આગળ છે.
મિઝોરમમાં એમએનએફ 16 અને કૉંગ્રેસ 14 બેઠકો પર આગલ ચાલે છે.
9:20 ભાજપના નેતાએ શું કહ્યું?
"ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, "અમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. રાજસ્થાનમાં પ્રાથમિક ટ્રૅન્ડ્સ જોતાં લાગે છે કે ત્યાં પણ અમે સરકાર બનાવીશું."
9:15 રાજસ્થાનમાં કૉંગ્રેસ આગળ
રાજસ્થાનમાં કૉંગ્રેસ 75 અને ભાજપ 66 બેઠકો પર આગળ ચાલે છે.
મિઝોરમમાં કૉંગ્રેસ 11 બેઠકો પર આગળ ચાલે છે, ભાજપ 2 બેઠકો પર આગળ છે.
9:05સવારે 9 વાગ્યે શું છે સ્થિતિ?
મતગણતરીના પ્રાથમિક તબક્કામાં મિઝોરમમાં 9 બેઠકો પર કૉંગ્રેસ આગળ ચાલે છે, 11 બેઠકો પર અન્ય આગળ ચાલે છે.
રાજસ્થાનમાં 64 બેઠકો પર કૉંગ્રેસ આગળ ચાલે છે, જ્યારે 52 બેઠકો પર ભાજપ આગળ છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ 37 અને કૉંગ્રેસ 44 બેઠકો પર આગળ ચાલે છે.
તેલંગાણામાં ટીઆરએસ 38 બેઠકો પર આગળ ચાલે છે, જ્યારે ભાજપા 34 બેઠકો પર આગળ છે.
9:00 મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સરકાર બનાવશે
કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું છે કે હજી પરિણામો અંગે કંઈ પણ કહેવું ખૂબ વહેલું છે. 12 વાગ્યા બાદ જ કહી શકાશે. મને વિશ્વાસ છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સરકાર બનાવશે.
8:55 તેલંગણામાં શું છે સ્થિતિ?
તેલંગાણામાં કૉંગ્રેસ 13 અને ટીઆરએસ 8 બેઠકો પર આગળ, જ્યારે 2 બેઠકો પર અન્ય આગળ
8:53મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં હાલની સ્થિતિ
રાજસ્થાનમાં કૉંગ્રેસ 47 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 33 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ 13-13 બેઠકો પર આગળ ચાલે છે.
મતગણતરી દરમિયાન છત્તીસગઢમાં ભાજપ 15, કૉંગ્રેસ 16 અને અન્ય 5 બેઠકો પર આગળ ચાલે છે.
8:50 કૉંગ્રેસની દિલ્હી ઑફિસ પર જશ્ન
કૉંગ્રેસની દિલ્હી ઑફિસ પર કાર્યકર્તાઓ ફટાકડા લઈને ઉજવણી કરવા આવ્યા. રાજસ્થાન, તેલંગણામાં કૉંગ્રેસ પ્રથમ રાઉન્ડમાં આગળ
8:46 રાજસ્થાનમાં કૉંગ્રેસ આગળ
રાજસ્થાનમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી દરમિયાન 33 બેઠકો પર કૉંગ્રેસ આગળ. જ્યારે 21 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.
બીજી તરફ મતગણતરીના પ્રથમ રાઉન્ડની શરૂઆતમાં તેલંગાણામં કૉંગ્રેસ 26, ટીઆરએસ 14 બેઠકો પર આગળ ચાલે છે.
8:37 મધ્ય પ્રદેશમાં શું છે સ્થિતિ?
મધ્ય પ્રદેશમાં ભાજપ 8 અને કૉંગ્રેસ 7 બેઠકો પર આગળ
8:33 મધ્ય પ્રદેશમાં પણ કૉંગ્રેસ આગળ
તેલંગાણામાં કૉંગ્રેસ 13 બેઠકો પર આગળ, જ્યારે ભાજપા 8 બેઠકો પર આગળ
છત્તીસગઢમાં મતગણતરીના પ્રારંભિક તબક્કામાં કૉંગ્રેસ 5 બેઠકો પર આગળ
મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ 4 બેઠક પર આગળ, ભાજપ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે.
8:27ક્યાં કોણ આગળ?
તેલગંણામાં કૉંગ્રેસ અને ટીઆરએસ બંને બે બે બેઠક પર આગળ, જ્યારે છત્તીસગઢ ભાજપ, કૉંગ્રેસ અને અન્ય 1-1 બેઠક પર આગળ.
8:25 રાહુલ ગાંધીના ઘર બહાર હવન
દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાનની બહાર સવારમાંથી જ કૉંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ અહીં હવન પણ કર્યો હતો.
8:15 : છત્તીસગઢમાં ભાજપ-કૉંગ્રેસ આગળ
છત્તીસગઢમાં ભાજપ અને કૉંગ્રેસ એક-એક બેઠક પર આગળ, જ્યારે તેલંગણામાં ટીઆરએસ અને કૉંગ્રેસ એક-એક બેઠક પર આગળ.
8:10 પ્રથમ રાઉન્ડની ગણતરી શરૂ
હાલ પ્રથમ રાઉન્ડની ગણતરી થઈ રહી છે. જેમાં પોસ્ટલ બૅલેટની ગણતરી થશે. જે બાદ ઈવીએમમાંથી મતગણતરી થશે. પ્રથમ રાઉન્ડના અંતે જાણવા મળશે કે કયા રાજ્યમાં કોણ આગળ છે.
8:00 પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની ગણતરી શરૂ થઈ ગઈ છે. થોડીવારમાં જ પ્રાથમિક વલણો જાણવા મળશે. ઈવીએમ ઓપન કર્યા બાદ કોણ કયા રાજ્યમાં આગળ છે તેની પ્રાથમિક જાણકારી મળશે.
8:45 મિઝોરમમાં મતગણતરી પહેલાંનો નજારો
મિઝોરમમાં આજે વિધાનસભા ચૂંટણીની મતગણતરી છે. મતગણતરી શરૂ થાય તે પહેલાં મતગણના કેન્દ્ર પરનો નજારો.
7:30 પાંચ રાજ્યોમાં થોડીવારમાં જ શરૂ થશે મતગણના
થોડીવારમાં જ પાંચ રાજ્યોમાં મતગણતરી શરૂ થશે. સૌથી પહેલાં 8 વાગ્યે પોસ્ટલ બૅલેટની ગણતરી થશે. ત્યારબાદ ઈવીએમ ઓપન કરવામાં આવશે. આજે આ પરિણામો પર સમગ્ર દેશની નજર રહેલી છે.
7:25છત્તીસગઢમાંની સ્થિતિ શું કહે છે?
છત્તીસગઢમાં પણ ભાજપ વર્ષોથી સત્તામાં છે અને અહીં ભાજપના રમણ સિંહ 2003થી મુખ્ય મંત્રીના પદ પર બિરાજમાન છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ 90 બેઠકો છે અને અને કોઈ પણ પક્ષને સત્તામાં આવવા માટે 46 બેઠકોની જરૂર હોય છે.
2013માં અહીં ભાજપે 49 બેઠકો જીતી હતી જ્યારે કૉંગ્રેસે 39 જેટલી બેઠકો જીતી હતી. બીએસપીને એક બેઠક મળી હતી.
અહીં પણ મુખ્ય મુકાબલો ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે છે પરંતુ પૂર્વ મુખ્ય મંત્રી અજીત જોગીએ નવો રચેલો પક્ષ સરપ્રાઇઝ આપી શકે છે.
7:10રાજસ્થાનના આંકડાઓ શું કહે છે?
રાજ્યમાં કુલ 200 વિધાનસભાની બેઠકો છે, જેમાં 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
ચૂંટણી પંચે અલવર જિલ્લાની રામગઢ બેઠક પર બીએસપી ઉમેદવાર લક્ષ્મણસિંહના નિધનના કારણે ચૂંટણી સ્થગિત કરી દીધી હતી.
2013માં થયેલી ચૂંટણીઓમાં લગભગ 75 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. રાજ્યમાં કુલ 47,223 મતદાન મથકો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
કુલ 200 બેઠકોમાંથી ભાજપે 163 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જ્યારે કૉંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી.
7:05મધ્ય પ્રદેશમાં કોની સરકાર?
- 230 બેઠકો માટે થયેલા મતદાનમાં બહુમતી માટે કોઈ એક પક્ષને 116 બેઠકોની જરૂર રહેશે. મતલબ કે સરકાર રચવા માટે 116 બેઠકો પર જીત મેળવવી જરૂરી છે.
- મધ્ય પ્રદેશમાં છેલ્લા દોઢ દાયકાથી ભાજપ સત્તામાં છે. એટલે કે વર્ષ 2003થી ભાજપની સરકાર છે.
- મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઘણા લાંબા સમયથી રાજ્યની કમાન સંભાળી રાખી છે.
- વર્ષ 2003ની વાત કરવામાં આવે તો ભાજપને 172 અને કોંગ્રેસને 39 બેઠકો મળી હતી.
- વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 230માંથી 165 અને કોંગ્રેસને 58 બેઠકો મળી હતી.
- આ વખતે ભાજપે ગત પરિણામ કરતાં 22 બેઠકો વધુ કબ્જે કરી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ઍક્સિટ પોલ તરફ નજર કરીએ તો મોટાભાગની ન્યૂઝ ચેનલોએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીતના અણસાર આપ્યા છે.
પરંતુ આખરે તાજપોશી કોની થશે એ તો 11 ડિસેમ્બરના રોજ જ જાણ થશે.
આ વખતે મધ્ય પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં ભ્રષ્ટાચાર, ખેડૂતોની મુશ્કેલીઓ, બેરોજગારી, કાળુંનાણું, વ્યાપમ કૌભાંડ અને રફાલ ડીલ જેવા મુદ્દાઓ ચર્ચાયા છે.
રાજ્યમાં કોંગ્રેસના ઇતિહાસની વાત કરીએ તો તેમણે અહીં છ વખત શાસન કર્યું છે.
છેલ્લે વર્ષ 1998ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 161 બેઠકો અને ભાજપે 123 બેઠકો જીતી હતી.
આ વખતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. પરંતુ વર્ષ 2003થી કોંગ્રેસ માટે અહીં જગ્યા બનાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.
7:00તેલંગણા વિધાનસભા ચૂંટણી 2018 : એક નજર
- આંધ્ર પ્રદેશમાંથી 2014માં અલગ થઈને તેલંગણાની સ્થાપના કરવામાં આવી હતી.
- આ બીજી વખત છે કે નવું રાજ્ય બન્યા બાદ વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે.
- અહીં મે 2019માં ચૂંટણી થવાની હતી પરંતુ તે પહેલાં જ વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી.
- હવે અહીં બીજી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.
- રાજ્ય બન્યા બાદ તેલંગણા રાષ્ટ્ર સમિતિએ સરકાર બનાવી હતી. જેમાં પાર્ટીના નેતા ચંદ્રશેખર રાવ રાજ્યના પહેલા મુખ્ય મંત્રી બન્યા હતા.
- અહીં ચૂંટણીમાં ચંદ્રશેખર રાવની તેલંગણા રાષ્ટ્ર સમિતિ, તેલુગુ દેશમ પાર્ટી, કોંગ્રેસ તેલંગણા જન સમિતિ, સીપીઆઈ, એમઆઈએ અને ભાજપ છે.
- કોંગ્રેસ અહીં તેલુગુ દેશમ પાર્ટી અને અન્ય પાર્ટીઓ સાથે મળીને પીપલ્સ ફ્રંટ બનાવ્યો છે, જેને ચંદ્રશેખર રાવ સામે એક મોટો પડકાર માનવામાં આવે છે.
- ભાજપ અહીં એકલા હાથે ચૂંટણી લડી રહ્યો છે, 2014માં ચૂંટણીમાં ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી.
- આ વખતે તેલંગણા ચૂંટણીમાં ત્રણ દાવેદારો છે, તેમાં ભાજપ ત્રીજા નંબર પર છે. બીજા નંબર પર કોંગ્રેસ ગઠબંધન છે.
- અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ હૈદરાબાદની માત્ર 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જેમાં તેણે 2014માં 7 પર વિજય મેળવ્યો હતો.
- જોકે, એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ટીઆરએસ માટે મુસ્લિમ વિસ્તારોમાં પ્રચાર કર્યો છે.
- રાજ્યમાં લગભગ 2.73 કરોડ મતદારો છે, જેમાં 1.38 કરોડ પુરુષ અને 1.35 કરોડ મહિલા મતદારો છે.
- વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અહીં 1,164 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યાં છે.
- 2014ની ચૂંટણીઓમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ કુલ 63 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસે 21 અને ભાજપે 5 બેઠકો પર જીત મેળવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો