You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ શખ્સ જે હતા 'ગ્લોબલ જેહાદના ગૉડફાધર' અને લાદેનના પણ ગુરુ
સાઉદી પત્રકાર જમાલ ખાગ્શોજીની હત્યા બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ કે જમાલ, ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લાહ અઝ્ઝામ મિત્રો હતા.
એક સમયે ખાગ્શોજીએ 'ગ્લોબલ જેહાદના ગૉડફાધર' કહેવાતા અબ્દુલ્લાહ અઝ્ઝામનો બચાવ પણ કર્યો હતો.
આ સંબંધે લોકો સોશિયલ મીડિયામાં પર તેમનો વર્ષો પહેલાં લખાયેલો એક લેખ શેર કરી રહ્યા છે.
આ વચ્ચે એક સવાલ એ ઊઠે છે કે અબ્દુલ્લાહ અઝ્ઝામ કોણ હતા જેમનો ઉલ્લેખ ખાગ્શોજીની વિચારધારાથી લઈને લેબનોનમાં 'અબદુલ્લાહ અઝ્ઝામ બ્રિગેડ્સ'ના માર્ગદર્શક રહનુમા મુફ્તી અલ શરિયા બહા અલ-દીન હઝ્ઝરની ધરપકડ સમયે થયો.
અફઘાનિસ્તાનમાં સોવિયેતના કબ્જા વિરુદ્ધ જેહાદના સ્તંભોમાંના એક પેલેસ્ટાઇની ગુરુ અબ્દુલ્લાહ અઝ્ઝાની નવેમ્બર 1989માં પાકિસ્તાનમાં હત્યા કરી દેવામાં આવી હતી.
અઝ્ઝામનો જન્મ પેલેસ્ટાઇનમાં જીનીન નજીક એક ગામમાં થયો હતો, જ્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
ત્યારબાદ દમિશ્ક યુનિવર્સિટીથી શરિયા(ઇસ્લામી કાયદો)નો અભ્યાસ કર્યો. 1966માં તેઓ ત્યાંથી નીકળી 'મુસ્લિમ બ્રધરહુડ' સાથે જોડાઈ ગયા.
ઇઝરાય વિરુદ્ધ અભિયાન
વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ દ્વારા કબ્જો કર્યા બાદ અબ્દુલ્લાહ અઝ્ઝામે તેમની વિરુદ્ધ ઘણાં અભિયાનોમાં ભાગ લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ વધુ અભ્યાસ માટે અઝ્ઝામ પરત ફર્યા અને 1969માં એમએની ડિગ્રી મેળવી.
ડૉક્ટરેટની ઉપાધિ માટે તેઓ ઇજિપ્ત ગયા અને 1975માં તેમણે આ ડિગ્રી પણ હાંસલ કરી લીધી.
ડૉક્ટરેટની ડિગ્રી હાંસલ કર્યા બાદ અબ્દુલ્લાહ જોર્ડન પરત ફર્યા અને જોર્ડન યુનિવર્સિટીની શરિયા કૉલેજમાં વર્ષ 1980 સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી.
ત્યારબાદ તેઓ જેદ્દાની અબ્દુલ અઝીઝ વિશ્વવિદ્યાલય પહોંચ્યા.
આગામી મંજિલ પાકિસ્તાન
અફઘાની જેહાદ નજીક પહોંચવા માટે અબ્દુલ્લાહ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રિય ઇસ્લામિક વિશ્વવિદ્યાલય સાથે જોડાવા માગતા હતા.
વર્ષ 1982માં તેઓ પેશાવર ગયા જ્યાં તેમણે 'મકતબ અલ ખિદમત'ની સ્થાપના કરી જેનો હેતુ અરબ સ્વયંસેવકોને એકઠા થવાનું કેન્દ્ર બનાવવાનો હતો.
પેશાવરમાં તેમણે 'જેહાદ' નામની પત્રિકા પણ કાઢી જે કાફિરો (ધર્મને નહીં માનનારાઓ) સામે લડાઈ કરવાની અપીલ કરતી હતી અને તેના માટે આમંત્રણ પણ આપતી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ દરમિયાન મુઝાહિદો (ધર્મયુદ્ધ લડનાર)માં અઝ્ઝામની પ્રતિષ્ઠા વધી ગઈ. તેઓ મુઝાહિદોમાં આધ્યાત્મિક ગુરુ જેવા બની ગયા.
મુઝાહિદોની આ સેનામાં ઓસામા બિન લાદેન પણ હતા જેમને દુનિયા અલ-કાયદા અને 9/11 ના હુમલાઓને કારણે પણ ઓળખે છે.
બ્રિટનના અખબાર 'ગાર્ડિયન' સાથે વાતચીત કરતાં અલ્યા અલગાનિમ (ઓસામા બિન લાદેનનાં માતા)એ કહ્યું હતું કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે કિંગ અબ્દુલ અઝીઝ વિશ્વવિદ્યાલયમાં ઓસામાએ દાખલો લીધો હતો. ત્યારબાદ ઓસામા બિલકુલ બદલી ગયા હતા.
ઓસામાનાં માતાએ એવું પણ જણાવ્યું કે તેમને પ્રભાવિત કરનારાઓમાં અબ્દુલ્લાહ અઝ્ઝામ પણ હતા.
જે 'મુસ્લિમ બ્રધરહુડ'ના એ સભ્યોમાંથી છે જેમને દેશમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.
ઓસામા સાથેની નિકટતા
ત્યારબાદ અઝ્ઝામ, ઓસામાના આધ્યાત્મિક ગુરુ અને સૌથી નજીકના સલાહકાર બની ગયા.
આ દરમિયાન અઝ્ઝામે ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યાં જે જેહાદી વિચારધારા પર આધારિત હતાં.
તેમાં સૌથી મુખ્ય પુસ્તક છે 'અલ દિફાઉ અન અરઝિલમુસ્લિમીન અહમમુ ફરુઝિલ આયાન' (મુસ્લિમ ભૂમિનો બચાવ સ્વાભિમાની વ્યક્તિઓનું સૌથી મોટું કર્તવ્ય) અને 'આયતુર્રહમાન ફિ જિહાદી અફઘાન' (અફઘાનિ જેહાદને સંબંધિત રહમાનની આયતો)
વર્ષ 1989માં અફઘાનિસ્તાનથી સોવિયેત સેનાના પરત ફર્યા બાદ 'જેહાદીઓ'ને એક ગતિરોધનો સામનો કરવો પડ્યો કારણ કે જે હેતુ માટે તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવ્યા હતા તે ખતમ થઈ ચૂક્યો હતો.
એવું કહેવાય છે કે આ સમયગાળામાં અઝ્ઝામે જેહાદનો માર્ગ અફઘાનિસ્તાનથી પેલેસ્ટાઇન તરફ કરવાનું કહ્યું.
બીજી તરફ ઇજિપ્તના અયમન અલ-ઝવાહિરીના નેતૃત્વમાં સાઉદી કટ્ટરપંથીઓના એક સમૂહે અફઘાનિસ્તાનમાં 'જેહાદ' ચાલુ રાખી ત્યાંથી જ સાઉદી શાસનને ઉખાડી ફેંકવાની બાબતને પ્રાથમિકતા આપી.
અબ્દુલ્લાહ અઝ્ઝામની હત્યા
અલ-ઝવાહિરીની અધ્યક્ષતામાં ઇજિપ્તના જેહાદીઓએ અઝ્ઝામની વિચારધારાની આલોચના કરી અને ત્યાંથી અલ-કાયદાનો જન્મ થયો.
દરમિયાન અફઘાન જેહાદી સમૂહો વચ્ચે લડાઈ શરૂ થઈ અને અઝ્ઝામની હત્યા માટે પેશાવરમાં કાર વિસ્ફોટ કરવામાં આવ્યો.
આજસુધી એ જાણકારી મળી નથી કે અઝ્ઝામની હત્યાના જવાબદાર કોણ છે પરંતુ એ વાતથી ઇનકાર ના કરી શકાય કે ઘણા લોકો તેમનું મૃત્યુ ઇચ્છતા હતા.
અલ-કાયદા, ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ, અફઘાનિસ્તાન, અમેરિકા અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યા કરે છે.
ગુલબુદ્દીન હિકમતયાર વિરુદ્ધ અઝ્ઝામે, અહમદ શાહ મસૂદને સહયોગ આપ્યો હતો અને સાઉદી અરેબિયા પણ તેમની વધતી તાકતોથી ચિંતામાં હતું.
ભલે અબ્દુલ્લાહ અઝ્ઝામના હત્યારાઓની ઓળખ ના થઈ હોય પરંતુ દુનિયા જાણ છે કે તેઓ ઓસામા બિન લાદેન અને અરબ જેહાદીઓના આધ્યત્મિક ગુરુ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો