શું ડાયાબિટીસથી બચવું શક્ય નથી? શું છે હકીકત જાણો

લગભગ દસ ટકા લોકો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં હાલમાં 42.2 કરોડ લોકો ડાયાબિટીસ એટલે કે મધુમેહથી પીડિત છે.

પાછલાં ત્રીસ વર્ષોમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે.

ડાયાબિટીસથી પીડિત લોકોને હાર્ટઍટેક અને હાર્ટસ્ટ્રોક આવી શકે છે.

આ સાથે ડાયાબિટીસને કારણે કિડની ફેલ થવી અને પગનું નિષ્ક્રિય બની જવું જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

પણ તેમ છતાંય સામાન્ય લોકોને આ બીમારીનાં લક્ષણો,બચાવ અને કારણો અંગે બહુ ઓછી જાણકારી છે.

line

કેમ થાય છે ડાયાબિટીસ ?

ડાયાબિટીસને સુગર સાથે છે લેવાદેવા

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે આપણું શરીર લોહીમાં હાજર શર્કરાની માત્રાને શોષવામાં અસમર્થ બની જાય છે તેવા સંજોગોમાં ડાયાબિટીસ થતો જોવા મળે છે.

વાસ્તવમાં જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ તો આપણું શરીર કાર્બોહાઇડ્રેટને તોડી ગ્લુકોઝમાં પરિવર્તિત કરી દે છે.

લાઇન
લાઇન

ત્યાર બાદ પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન નામનો એક હૉરમોન નીકળે છે જે આપણાં શરીરની કોશિકાઓને ગ્લુકોઝ શોષવાનો નિર્દેશ આપે છે.

આનાથી આપણાં શરીરમાં ઊર્જા પેદા થાય છે.

પણ જ્યારે ઇન્સ્યુલિનનો પ્રવાહ અટકી જાય છે ત્યારે આપણા શરીરમાં ગ્લુકોઝની માત્રા વધવાની શરૂઆત થઈ જાય છે.

line

ટાઇપ 1, ટાઇપ 2 ડાયાબિટીસ શું હોય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડાયાબિટીસના ઘણા પ્રકાર હોય છે પણ ટાઇપ 1, ટાઇપ 2 અને જેસ્ટેશનલ ડાયાબિટીસ સાથે જોડાયેલા કિસ્સા વધારે જોવા મળે છે.

ટાઇપ 1 ડાયાબિટીસમાં તમારા પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ અટકી જાય છે. આપણા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધવાની શરૂઆત થઈ જાય છે.

આજ સુધી વૈજ્ઞાનિકો એ જાણી શક્યા નથી કે આવું શા માટે બને છે.

જોકે, આને આનુવાંશિકતા અને વાઇરલ ઇન્ફૅક્શન સાથે જોડી દેવામાં આવ્યું છે.

આનાથી પીડિત લોકોમાંથી લગભગ દસ ટકા લોકો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત હોય છે.

તો વળી , ટાઇપ 2 ડાયાબિટીસમાં પેનક્રિયાસમાં જરૂર જેટલા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો નથી કે પછી હૉર્મોન અસરકારક રીતે કામ કરતો નથી.

ટાઇપ 2 ડાયાબિટીસ નીચેના લોકોને થઈ શકે છે.

  • ઘરડાં અને વૃદ્ધ લોકો
  • જાડા અને શારીરિક શ્રમના કરનારા લોકો
  • દક્ષિણ એશિયામાં રહેનારા લોકો

તો કેટલીક ગર્ભવતી મહિલાઓ જેસ્ટેશનલ ડાયાબિટીસથી પીડિત હોઈ શકે છે.

લાઇન
લાઇન

આ સંજોગોમાં મહિલાઓનું શરીર તેમના પોતાના અને બાળક માટે પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવાનું બંધ કરી દે છે.

અલગ-અલગ માપદંડોને આધારે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છ થી સોળ ટકા મહિલાઓ જેસ્ટેશનલ ડાયાબિટીસથી પીડિત હોવાની સંભાવના છે.

ગર્ભવતી મહિલાઓએ આનાથી બચવા માટે પોતાના ડાયટમાં શર્કરાના સ્તરને નિયંત્રિત રાખવું જોઈએ.

આ સાથે જ ઇન્સ્યુલિનનો પ્રયોગ કરી આને ટાઇપ 2 ડાયાબિટીસમાં ફેરવાતો અટકાવી શકાય છે.

કેટલાક લોકો પ્રી- ડાયાબિટીસથી પણ પીડાતા હોય છે, લોહીમાં શર્કરાનું વધારે પ્રમાણ આગળ જઈને ડાયાબિટીસમાં પરિવર્તિત થઈ શકે છે.

line

ડાયાબિટીસનાં લક્ષણો શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

  • વધારે તરસ લાગવી
  • સામાન્ય કરતાં વધારે પેશાબ થવો, ખાસ કરીને રાત્રીના સમયે.
  • થાક લાગવો
  • વગર પ્રયાસે વજન ઊતરવું
  • મોંમાં વારંવાર ચાંદા પડવાં
  • આંખોની રોશની ઘટવી
  • ઘા રૂઝાવામાં સમય લાગવો

બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર , ટાઇપ 1 ડાયાબિટીસનાં લક્ષણો ઘણી નાની ઉંમરમાં જ દેખાવાની શરૂઆત થઈ જાય છે.

તો ટાઇપ 2 ડાયાબિટીસ આધેડ ઉંમરના લોકોમાં( દક્ષિણ એશિયાના લોકો મોટે 25 વર્ષની ઉંમર).

પરિવારનો કોઈ પણ સભ્ય ડાયાબિટીસથી પીડિત હોય ત્યારે અને દક્ષિણ એશિયાના દેશો ,ચીન, એક્રો-કેરેબિયન, આફ્રિકાથી આવનારા અશ્વેતોને આ બીમારી થવાનું જોખમ વધારે રહેલું છે.

line

શું તમે ડાયાબિટીસથી બચી શકો છો ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ડાયાબિટીસ આનુવાંશિક અને પર્યાવરણના માપદંડો પર આધારિત હોય છે.

પણ તમે તમારા લોહીમાં ગ્લુકોઝની માત્રાને નિયંત્રિત કરી પોતાની જાતને ડાયાબિટીસથી બચાવી શકો છો.

સંતુલિત ડાયટ અને કસરત વડે આમ કરી શકાય છે.

વળી ,તમે તમારા રોજના ડાયટમાં શાકભાજી, ફળ, શીંગ અને આખા અનાજનો સમાવેશ કરી શકો છો.

આની સાથે આરોગ્યપ્રદ તેલ, બદામની સાથે-સાથે સાર્ડાઇન્સ, સાલમન અને મેકેરલ જેવી માછલીઓનો પણ તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો કારણ કે એમાં ઓમેગા 3 ની માત્રા ઘણી વધારે હોય છે.

શારીરિક વ્યાયામથી પણ લોહીમાં શર્કરાના પ્રમાણને ઘટાડી શકાય છે.

બ્રિટિશ નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર લોકોએ એક અઠવાડિયામાં લગભગ અઢી કલાક એરોબિક કસરત કરવી જોઈએ જેમાં ઝડપથી ફરવું અને સીડીઓ ચઢવીનો સમાવેશ થાય છે.

જો તમારા શરીરનું વજન નિયંત્રણમાં હોય તો તમારા લોહીમાં શર્કરાના પ્રમાણને સરળતાથી ઘટાડી શકાય છે.

જો તમે વજન ઘટાડવા માંગો છો તો એક અઠવાડિયામાં 0.5 કિલોગ્રામથી માંડી 1 કિલોગ્રામ સુધી ઘટાડો.

આ સાથે એ પણ જરૂરી છે કે તમે સિગારેટ ના પીવો અને હાર્ટની બીમારીથી બચવા માટે કોલેસ્ટ્રૉલ લેવલની તપાસ કરાવડાવતા રહો.

line

ડાયાબિટીસથી શું થઈ શકે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જો તમારા લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે છે તો આનાથી તમારા લોહીની નસોને નુકસાન પહોંચી શકે છે.

જો તમારા શરીરમાં લોહી યોગ્ય રીતે વહેતું નથી તો તે શરીરના તે ભાગોમાં નહીં પહોંચે કે જ્યાં તેની જરૂર છે.

આ સંજોગોમાં લોહીની નસોને નુકસાન પહોંચી શકે છે અને તમને દર્દની અનુભૂતિ બંધ થઈ શકે છે.

આ સાથે જ આંખોની રોશની ઘટવાની સાથે સાથે પગમાં પણ ઇન્ફૅક્શન થઈ શકે છે.

વર્ષ 2016માં લગભગ 16 લાખ લોકોનાં ડાયાબિટીસને કારણે મોત થયાં હતાં.

line

કેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1980માં 18 વર્ષથી વધુ ઉંમરના ડાયાબિટીસથી પીડિત યુવાનોની ટકાવારી, 5 ટકા કરતાં ઓછી હતી.

પણ 2014માં આ આંકડો 8.5 ટકા સુધી પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશનના એક અનુમાન અનુસાર, નિમ્ન અને મધ્યમ આયુવાળા દેશોના લગભગ 80 ટકા યુવાનોમાં ખાવા-પીવાની આદતોમાં ફેરફાર થઈ રહ્યો છે.

તો વળી વિકસિત દેશોમાં ડાયાબિટીસ, ગરીબ અને સસ્તું ભોજન લેતાં લાચાર લોકોને પોતાનું નિશાન બનાવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો