જ્યારે તમે બચાવી રાખેલા પૈસા ડૂબી જાય, ત્યારે આ વાતો ધ્યાનમાં રાખો

ઇમેજ સ્રોત, Alamy
લોકો પોતાના પૈસામાંથી બચત કરે છે. થોડા પૈસા નિવૃત્તિના સમય માટે તો થોડા બાળકોના અભ્યાસ અને લગ્ન માટે.
જીવનમાં ઘણી વખત એવી સ્થિતી પણ આવે છે, જ્યારે અચાનક કોઈ ખર્ચ આવી જાય અને તમારું બધું જ આયોજન જેમનું તેમ જ રહી જાય.
અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા જૉન ડુલિનના પરિવાર પર આવી જ એક મુશ્કેલી આવી પડી.
તેમણે નિવૃત્તિ માટે ઘણી બચત કરી રાખી હતી. ઉપરાંત ઇમરજન્સી ફંડ માટે પણ તેની પાસે થોડી મૂડી હતી.
અચાનક તેમના ઘરમાં ભેજ દેખાવા લાગ્યો, ઘરનાં લાકડાં સડી ગયાં, તેથી મકાનનું સમારકામ કરાવવું જરૂરી બની ગયું.
મકાનના સમારકાનો ખર્ચ લગભગ 50 હજાર ડૉલર જેટલો થવાનો હતો.
ડુલિને જણાવ્યું કે તેમની બચતનું બધું જ આયોજન પડી ભાંગ્યુ. આ એટલી મોટી રકમ હતી કે તેમણે ઇમરજન્સી ફંડમાંથી પૈસા ઉપાડવા પડ્યા.
આ ફંડમાં ફરી પૈસા ઉમેરવા માટે તેમને નિવૃત્તિની બચતમાંથી પૈસા લેવા પડ્યા. આમ, ડુલિનની વર્ષોની બચતની ગાડી પાટા પરથી ઊતરી ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, AFP
જીવનમાં ઘણી એવી સ્થિતી આવે છે, જ્યારે આપણે જીવનભરની બચત ગુમાવી દઈએ છીએ.
ક્યારેક બીમારી તો ક્યારેક અચાનક આવેલી ડુલિન જેવી પારિવારિક સમસ્યા.
આ ઉપરાંત ક્યારેક શેરબજારની ઉથલપાથલ પણ ક્યારેક આપણી બચત સાફ કરી શકે છે.
વર્ષ 2008માં અમેરિકામાં આવેલી મંદીએ લોકોને બહુ મોટો આંચકો આપેલો.

તમે આ વાંચ્યું કે નહીં?

શેર બજારમાં થયેલા આ કડાકા બાદ અમેરિકાના કામદારોની સામાન્ય બચતમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો હતો.
જ્યારે અમેરિકામાં માતાપિતાએ પોતાનાં બાળકોના અભ્યાસ માટે બચાવેલી રકમમાંથી 30 ટકા નુકસાન વેઠવું પડ્યું.
આ જ રીતે આર્થિક સંકટથી બ્રિટનના લોકોની મિલકતમાં 815 અબજ પાઉન્ડનો ઘટાડો થયો હતો.
એટલે કે આ સમયે દરેક બ્રિટીશ પરિવારે લગભગ 31 હજાર પાઉન્ડનું નુકસાન સહન કરવું પડેલું.

આવા સમયે શું કરવું જોઈએ?
નિષ્ણાતો કહે છે કે જ્યારે તમારી બચત અચાનક સાફ થઈ જાય ત્યાર પછીનું પહેલું પગલું તમે કયું લેશો એ સૌથી અગત્યની બાબત છે.
તમારા પૈસા ઓછા થઈ ગયા હોય, તેથી તમને કોઈ પણ ખર્ચ કરવામાં તકલીફ પડે છે.
તેથી જરૂરી છે કે મોટા નુકસાન બાદ તમે યોગ્ય નિર્ણય લો. નિષ્ણાતો આ અંગે કેટલીક સલાહ આપે છે.
સૌથી પહેલી બાબત એ છે કે તમે ધીરજ અને દૂરંદેશી સાથે કામ લો.
પૈસાના નુકસાનથી તણાવ વધે છે ત્યારે તમારે કેટલાક અઘરા નિર્ણય લેવા પડે છે. જેથી તમારી બચત ચાલુ રહે.
તેમ જ તમે આવનારા સમય માટે ફરી તૈયારી કરી શકો.
મોટા ભાગની સમસ્યાઓ અચાનક આવી પડે છે, પરંતુ તેનો સામનો કરવા માટે તમે કેટલાંક પગલાં લઈ શકો છો.


નિષ્ણાતો કહે છે કે તમારી પાસે ત્રણથી છ મહિનાના પૈસા હંમેશાં બચવા જોઈએ. જેથી તમને આગળના આયોજનમાં રાહત રહેશે.
જો તમને શેર બજારમાં નુકસાન થયુ હોય તો તેમાંથી એ જ વખતે પૈસા ઉપાડી લેવાનો નિર્ણય યોગ્ય નહીં રહે.
તમે થોડી રાહ જોઈને ધીરજથી નિર્ણય કરો કારણ કે ઘણી વખત બજારમાં કડાકા પછી તેજી પણ આવી શકે છે.
કોઈ પણ પગલું ભરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આવી બાબતોમાં કોઈ ત્રીજી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય રહે છે.
તે માત્ર નફા-નુકસાનના બદલે દૂરનું વિચારીને સલાહ આપશે.
ઘણી વખત તમે ઉતાવળમાં તમારી પોતાની પાસે રહેલા વિકલ્પો વિશે વધુ વિચારી શકતા નથી. ત્યારે ફાયનેન્શલ ઍડવાઇઝર તમારી મદદ કરી શકે છે.

ઇમેજ સ્રોત, PA
તમારે આવી કોઈ મુશ્કેલી પછી શેર બજારમાં રોકાણની પદ્ધતિ બદલવી જોઈએ. જોકે, તે થોડા વખત પછી પણ કરી શકાય.
તે ઉપરાંત શેર બજાર જેવા જોખમી માહોલમાંથી બહાર નીકળીને અન્ય કોઈ ઓછા જોખમવાળા ક્ષેત્રમાં રોકવા જોઈએ.
જેવા કે ડેટ ફંડ, પેન્શન ફંડ અથવા સરકારી બૉન્ડ, તેના પર બજારની મંદીની ઓછી અસર પડે છે.
ફાયનેન્શલ પ્લાનર શેનન સિમન્સ જણાવે છે કે મહદંશે લોકો બજારની મંદીથી કંટાળીને મેદાન છોડી દે છે પણ આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
તમારા માટે રોકાણના યોગ્ય વિકલ્પો વિચારીને અન્ય સ્થળે રોંકાણ કરવાનુ ચાલુ રાખવું જોઈએ.
તમને તમારી મૂડીનું બહુ વળતર નહીં મળે પણ આગળ જઈને પૈસાની ખેંચ પણ નહીં પડે.
સિમન્સ જણાવે છે કે તમે એવો પ્લાન કરો કે જેમાં આસાનીથી આગળ વધી શકાય.
બહુ મોટા ટાર્ગેટ રાખીને પોતાની જાત પર દબાણ વધારવાની પણ કોઈ જરૂર નથી.
અંતે સૌથી અગત્યની વાત, ક્યારેય આશા ન છોડો. પ્રયત્નો કરતા રહો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















