ધંધાપાણી : પીપીએફમાં રોકાણ કઈ રીતે કરવું?
પીપીએફનું ખાતું ખોલવા માટે બે વિકલ્પ છે- પહેલું તમારી નજીકની પોસ્ટઑફિસ અને બીજું તમારી બૅન્ક કે જ્યાં તમારું ખાતું પહેલાંથી છે. પણ બંને કિસ્સામાં તમારે વેરિફિરકેશન માટે બૅન્ક જવું જ પડશે. સારી બાબત એ છે કે પીપીએફમાં જે રોકાણ કરશો તેમાં ટૅક્સ ભરવાની ઝંઝટ નહીં રહે.
પીપીએફમાં જે રોકાણ કરો તેનો લૉક-ઇન પીરિયડ 15 વર્ષનો હોય છે.
મૅચ્યૉરિટીની તારીખ અને ખાતું ખોલાવ્યું હોય તેની તારીખને એકબીજાથી કોઇ લેવા દેવા નથી.
કારણ કે આ તારીખ જે નાણાકીય વર્ષમાં રોકાણ કર્યું હોય તેની છેલ્લી તારીખથી શરૂ થાય છે.
વિષયના જાણકાર લોકો કહે છે કે પીપીએફમાં દર મહિનાની પાંચમી તારીખ પહેલાં રોકાણ કરી દેવું જોઇએ.
જાણો પીપીએફ સાથે સંકળાયેલી બાબતો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો