You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવી તસવીરો જે તમારા મગજને ભ્રમિત કરી દેશે
તમને આ તસવીરમાં હલચલ દેખાઈ રહી હશે. જોકે, આ તસવીર છે કોઈ વીડિયો કે GIF ફાઇલ નથી.
આ તસવીર ઑપ્ટિકલ ઇલ્યૂઝન મતલબ કે દૃષ્ટિભ્રમનું એક ઉદાહરણ છે. આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ જ શેર થઈ રહી છે.
સૌથી પહેલાં આ તસવીર ન્યુરોસાયન્ટિસ્ટ એલિસ બ્રોવર્બે ટ્વિટર પર શેર કરી હતી. તેઓ એક્સપેરિમેન્ટલ સાઇકૉલૉજિસ્ટ છે જે દિમાગ કેવી રીતે કામ કરે છે તેની પર અધ્યયન કરે છે.
ઉપરની આ તસવીર મલ્ટિમીડિયા આર્ટિસ્ટ બૉ ડીલે બનાવી છે. આ તસવીરમાં એક બૉલ અને સ્તંભ ફરતો નજરે પડે છે. પરંતુ આ કોઈપણ પ્રકારનું એનિમેશન કે GIF ફાઇલ નથી.
એલિસ કહે છે કે આ તસવીર 100 ટકા સ્થિર તસવીર છે. પરંતુ તેને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે આપણા દિમાગને છેતરે છે અને લાગે છે કે તે ફરી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
દિમાગને ભ્રમ કેવી રીતે થાય છે?
વૈજ્ઞાનિક એલિસે સોશિયલ નેટવર્ક પર લખ્યું, "આવો શાનદાર ભ્રમ ત્યારે પેદા થાય જ્યારે V4ની ક્ષમતા પૂર્ણ થયા બાદ V5 પોતાનું કામ શરૂ કરે છે."
તો હવે સવાલ એ પણ થાય કે V4 અને V5 શું છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એલિસ કહે છે, "V5 દિમાગનો એ ભાગ છે જે હલચલને સમજે છે જ્યારે V4 રંગ અને આકૃતિઓને સમજે છે."
"આ તસવીરો સમજવા માટે દિમાગના આ ભાગોમાં દ્વંદને કારણે આપણે આવો દૃષ્ટિભ્રમ થાય છે."
"જયારે એક પ્રકારનાં સિગ્નલો દબાઈ જાય છે ત્યારે દિમાગ બીજા પ્રકારનાં સિગ્નલોને વધુ ગ્રહણ કરવા લાગે છે."
એલિસના ટ્વીટ પર કલાકાર બૉ ડીલે આ પ્રકારની જ તેમણે તૈયાર કરેલી તસવીરો શેર કરી. જો તમને આ તસવીરોમાં કોઈ હલચલ ના દેખાતી હોય તો સંભવ છે કે તમે મોટી સ્ક્રીનમાં નથી જોઈ રહ્યા.
એવું પણ બની શકે કે તમે મોબાઇલ ફોનમાં જોઈ રહ્યા હોય. જો ઇફેક્ટને સારી રીતે જોવા માગો છો તે આડી નજરે અથવા તો કમ્પ્યુટરમાં તસવીરો જુઓ.
પ્રોવર્બ જણાવે છે કે ઇફેક્ટ નજરે પડવી તમે કેટલી દૂરથી તસવીરો જુઓ છો તેની ઉપર પણ નિર્ભર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો