You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MeToo : એમ. જે. અકબરે આરોપ મૂકનાર મહિલા પત્રકાર સામે બદનક્ષીનો કેસ કર્યો
અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપ બાદ રાજ્યકક્ષાના વિદેશ મંત્રી એમ. જે. અકબરે આરોપ મૂકનાર મહિલા પત્રકાર પ્રિયા રામાણીની સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે.
અકબરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 41 પન્નાની ફરિયાદ દાખલ કરી છે. જેમાં પુરાવા તરીકે રામાણી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અને અખબારના અહેવાલોને પુરાવા તરીકે બીડવામાં આવ્યા છે.
અકબર દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 499 હેઠળ બદનક્ષીની ફરિયાદ દાખલ કરાવી છે.
અકબરનું કહેવું છે કે તેમની 'ઉચ્ચ પ્રતિષ્ઠા'ને હાનિ પહોંચાડવાના હેતુથી 'આયોજનપૂર્વક અને બદનક્ષીપૂર્વક' દાખલ કરવામાં આવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ અંગે પ્રતિક્રિયા આપતાં પ્રિયા રામાણીએ કહ્યું છે કે અનેક મહિલાઓએ તેમની સામે જાતીય સતામણીની ફરિયાદ કરી છે અને તેને 'રાજકીય કાવતરું' ઠેરવી રહ્યા છે.
રામાણીના કહેવા પ્રમાણે, "મારી સામે ફરિયાદ દાખલ કરીને તેઓ ધાકધમકી તથા સતામણી ઉપર ઢાંકપિછાડો કરવા માગે છે."
રામાણીએ કહ્યું કે તેઓ દ્રઢતાપૂર્વક સત્યનો સામનો કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિવારે નાઇજીરિયાથી પરત ફર્યા
આ પહેલાં રવિવારે નાઇજીરિયાથી પરત ફરેલા કહ્યું હતું કે તેઓ આરોપ મૂકનારી મહિલાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ના રિપોર્ટ મુજબ, અકબરે નિવેદનમાં જણાવ્યું છે કે તેમની ઉપરના આરોપ 'બનાવટી' અને 'રાજકારણ'થી પ્રેરિત છે.
અકબરે કહ્યું છે કે તેઓ સત્તાવાર પ્રવાસ પર દેશમાંથી બહાર હતા એટલે તેમણે અત્યાર સુધી આ વિશે કોઈ નિવેદન આપ્યું ન હતું.
અકબરે ઉમેર્યું કે આજકાલ કેટલાક લોકો માટે પુરાવા વગર આરોપ મૂકવા સામાન્ય બાબત બની ગઈ છે અને તેઓ આ પ્રકારના આરોપોથી વ્યથિત છે.
અકબરે સવાલ ઉઠાવ્યો, "સામાન્ય ચૂંટણી પહેલાં શા માટે આ વંટોળ ઊભું થયું છે? તેની પાછળ કોઈ ઍજન્ડા છે? તે જૂઠાં, પાયાવિહોણા અને મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે લગાડવામાં આવ્યા છે."
અકબરે તેમના નિવેદનમાં ઉમેર્યું હતું કે આરોપ મૂકનારી મહિલાઓએ કથિત ઘટનાઓ બાદ પણ તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યુ હતુ.
અકબર રવિવારે સવારે નાઇજીરિયાથી ભારત પરત ફર્યા હતા, ત્યારે પત્રકારો તેમને ઘેરી વળ્યા હતા.
લગભગ દસેક જેટલી મહિલાઓએ એમ. જે. અકબર પર જાતીય સતામણીના આરોપ મૂક્યા છે. આ મહિલાઓ અલગઅલગ સમયે તેમની સાથે કામ કરી ચૂકી છે.
વરિષ્ઠ પત્રકાર પ્રિયા રામાણીએ લગભગ એક વર્ષ પૂર્વે વૉગ ઇન્ડિયા સામયિકમાં તેમણે 'વિશ્વના હાર્વે વિન્સ્ટ્ન્સ્સ ઑફ ધ વર્લ્ડ' લેખ રિટ્વીટ કર્યો હતો અને તેની સાથે અકબરનું નામ લખ્યું હતું. એ લેખમાં પ્રિયાએ પહેલા કાર્યસ્થળે કેવી જાતીય સતામણીનો અનુભવ થયો, તેનું વિવરણ લખ્યું હતું.
મૂળ લેખમાં પ્રિયાએ કોઈનું નામ લખ્યું ન હતું, પરંતુ સોમવારે તેમણે ટ્વીટમાં જણાવ્યું કે એ લેખ અકબર વિશે હતો.
ત્યારબાદ વધુ પાંચ મહિલાઓ બહાર આવી છે અને અકબર સંદર્ભની તેમની વાત કહી છે. અન્ય એક વિવરણ તેમના વિશે હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અકબર ઉપરાંત વરિષ્ઠ અભિનેતા આલોકનાથ, ફિલ્મ નિર્દેશક વિકાસ બહલ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છે.
આલોકનાથે તેમની ઉપર લાગેલા આરોપોને નકાર્યા છે, જ્યારે બહલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કોણ છે એમ. જે. અકબર?
વરિષ્ઠ પત્રકાર એમ. જે. અકબર 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.
2015માં અકબરને ઝારખંડમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.
એક સમયે અકબરને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની અત્યંત નજીક માનવામાં આવતા હતા. વર્ષ 1989માં કોંગ્રેસની ટિકિટ પર પ્રથમ વખત બિહારની કિશનગંજ બેઠક પરથી સાંસદ બન્યા હતા.
રાજીવ ગાંધીના વડા પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન અકબર તેમના પ્રવક્તા હતા.
ફરી 1991માં તેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા, પરંતુ હારી ગયા. એ પરાજય બાદ અકબર ફરી એક વખત પત્રકારત્વમાં આવી ગયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો