8/10/2018 : શું આ દિવસમાં ખરેખર કંઈક ખાસ છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આજની તારીખ, આઠમી ઑક્ટોબર 2018. 'આજે વર્ષોમાં એક વખત થતો સંયોગ છે', 'આજનો દિવસ ખાસ છે', 'આજનો દિવસ યુનિક છે' કે 'આજનો દિવસ પવિત્ર છે' જેવા ફૉર્વર્ડેડ મૅસેજીસ તમને પણ વ્હૉટ્સઍપ પર મળ્યા હશે.

આજ જેવી તારીખને પૅલિનડ્રૉમ ડે કહેવામાં આવે છે.

માત્ર અંગ્રેજી જ નહીં ગુજરાતી ભાષામાં પણ કેટલાક શબ્દો અને વાક્યો પૅલિનડ્રોમ છે, જે તમે સાંભળ્યા હશે, પરંતુ કદાચ યાદ નહીં હોય.

સ્પેશિયલ હોવાનું કારણ

આજની તારીખ સ્પેશિયલ હોવા પાછળ એવું કારણ આપવામાં આવે છે કે આજે 8/10/2018 છે, તેને ઉલ્ટી બાજુથી વાંચવામાં આવે તો પણ તેનો ક્રમ એજ હોય છે.

અંગ્રેજીમાં આ પ્રકારની તારીખ (જેમાં ડાબી બાજુથી જમણી બાજુ કે જમણી બાજુથી ડાબી બાજુએ વાંચતા સમાન જ લાગે) પૅલિનડ્રૉમ ડેટ તરીકે ઓળખવામાં આવે છે.

શું આવો સંયોગ વર્ષોમાં એક જ વખત બનતો હોય છે? જવાબ છે, ના. નવેમ્બર 8/11/2018) તથા ડિસેમ્બર (8/12/18) મહિનામાં પણ આ પ્રકારના જ સંયોગ છે.

ભારતમાં DD/MM/YYYY ફોર્મેટમાં તારીખ લખવામાં આવે છે, પરંતુ જો તેનો ક્રમ બદલીને અમેરિકન ફોર્મેટ MM/DD/YYYY કરવામાં આવે તો પૅલિનડ્રૉમ તારીખની યાદી બદલાઈ જાય.

આપને આ પણ વાંચવું ગમશે

જેમ કે, 10મી સપ્ટેમ્બર 2019. તેને અમેરિકન ફોર્મેટમાં લખવામાં આવે તો 09/10/2019 લખાશે.

માત્ર તારીખ જ નહીં શબ્દ પણ પૅલિનડ્રૉમ હોઈ શકે.

ગુજરાતી પૅલિનડ્રૉમ્સ

નાનપણમાં કેટલીક વાક્ય રચનાઓ ગમ્મત ખાતર બોલી કે સાંભળી હશે, પરંતુ આજે યાદ નહીં હોય. જેમ કે,

  • જો ચૂનિયા નીચું જો
  • જો પસા સાપ જો

આવી જ રીતે 'મલયાલમ'એ ગુજરાતી પૅલિનડ્રૉમ શબ્દ છે.

'Madam, I'm Adam' એ અંગ્રેજીની પૅલિનડ્રૉમ વાક્ય રચના છે.

આવી જ રીતે madam, kayak, level, noon, eye, radar, વગેરે પૅલિનડ્રૉમ શબ્દ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો