ઈરાનના બાદશાહોની ખતમ થયેલી શાહી જિંદગીમાં ડોકિયું

    • લેેખક, રઝા હમદાની
    • પદ, બીબીસી ઊર્દૂ ડૉટ કૉમ, તહેરાન

હાલમાં ઈરાન જવાનું થયું અને ત્યાંના શાહના મહેલની મુલાકાત લીધી. તેહરાન માટે એક દિવસ સમર્પિત કરી 'સાદાબાદ કૉમ્પ્લેક્સ' ફરવાની યોજના બનાવી.

'સાદાબાદ કૉમ્પલેક્સ' 110 એકરમાં ફેલાયેલો છે અને તહેરાનની ઉત્તરે આવેલો છે. આ કૉમ્પ્લેક્સમાં 18 મહેલ છે જ્યાં કાચાર અને પહલવી શાહી ખાનદાન રહેતા હતા.

રાજવી પરિવાર ઓગણીસમી સદીમાં આ સંકુલ બનાવ્યું હતું. બાદમાં તેને વિસ્તારવામાં આવ્યું.

ઈરાનનો પહલવી રાજવી પરિવારના રઝા શાહ પહલવી 1920ના દાયકા સુધી તેમાં રહ્યા. તેમના દીકરા મોહમ્મદ રઝા પહલવી પણ 1970ના દાયકા સુધી તેમાં રહ્યા.

જોકે, ઈરાની ક્રાંતિ બાદ આ સંકુલ સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું.

હાલમાં આ સંકુલમાં પ્રવેશવા માટે પ્રવેશવા માટે આઠ દરવાજા છે. પરંતુ લોકોને માત્ર બે દરવાજામાંથી પ્રવેશ અપાય છે.

આ બન્ને દરવાજાનું નામ દારબંદ અને ઝફ્રીના છે.

દરેક મહેલમાટે અલગ ટિકિટ

મહેલોના આ સંકુલમાં દરેક મહેલ માટે અલગઅલગ ટિકિટ છે.

સૌથી મોંઘી ટિકિટ ગાર્ડન મ્યુઝિયમ, મિલ્લત મહેલ મ્યુઝિયમ અને ગ્રીન પૅલેસની છે.

પંરતુ એક મહેલની અંદર અલગઅલગ વિભાગો બનાવવામાં આવ્યા છે અને તેમની પણ અલગ ટિકિટ છે.

મેં મિલ્લત પૅલેસ જવાનું નક્કી કર્યું જેને વ્હાઇટ પૅલેસ પણ કહેવાય છે. સાદાબાદ કૉમ્પ્લૅક્સમાં હું દરબંધ સ્ક્વૉયર દરવાજાથી દાખલ થયો. અહીં વિશાળ રસ્તાઓ અને બગીચાઓએ અમારું સ્વાગત કર્યું.

વ્હાઇટ પૅલેસ સાદાબાદ કૉમ્પ્લૅક્સમાં સૌથી મોટી ઇમારત છે.

આ ઇમારતનો ઉપયોગ રીતિ-રિવાજ અને સરકારી કામો સિવાય પહલવી વંશના બીજા બાદશાહ મોહમ્મદ રઝા શાહ પહલવી અને દેશનાં રાણી ફરાહ દીબા ઉનાળા દરમિયાન સમય વીતાવવા કરતાં હતાં.

પહલવી વંશના પ્રથમ બાદશાહ રઝા શાહે 1932માં આ મહેલ બનાવવાનો આદેશ આપ્યો હતો, જે 1937માં પૂર્ણ થયો.

જોકે, આ મહેલનો ઉપયોગ 1940થી શરૂ થયો હતો.

આ મહેલની ડિઝાઇન ખુરસંદીએ કરી છે. મહેલનું ક્ષેત્રફળ પાંચ હજાર પ્રતિ સ્ક્વેર મીટર અને અહીં તહેખાના સિવાય બે માળ પણ છે.

ઇમારતમાં કુલ 54 ઓરડા છે જેમાં કોઈ ખાસ ઉત્સવ માટે 10 અલગ ઓરડા ફાળવાયા છે.

મહેલનો સૌથી મોટો ડ્રૉઇંગ રૂમ 220 વર્ગ મીટરનો છે.

વ્હાઇટ પૅલેસની સામે આરશ કમાનગીની મૂર્તિ છે જે ઈરાની કહાણીઓનું બહાદુર પાત્ર હતું.

આ મહેલમાં બિલિયર્ડ્સ રૂમ પણ છે, જેની દિવાલો લાકડાની છે અને તેમાં રહેલી લાઇટો 19મી સદીના અંતમાં ઇંગ્લૅન્ડથી મંગાવવામાં આવી હતી.

આ રૂમમાં દુનિયાનો નક્શો રજૂ કરતો ગોળો પણ છે.

રાણીનો શયનકક્ષ

અહીં એક શાહી બેઠકનો હૉલ છે, જેની દિવાલો પર કપડું ચડાવેલું છે.

અહીં એક ક્રિસ્ટલનું ફાનસ છે તથા 20મી સદી બનાવાયેલો ગાલીચો અને જર્મનીનું રંગીન ટીવી પણ છે.

અલબત્ત, વ્હાઇટ પૅલેસને બહારથી જોતા તે મહેલ નથી જણાતો પરંતુ તેની અંદરની કિંમતી વસ્તુઓ શાહી મહેલનો અનુભવ કરાવે છે.

મહેલના બાજા માળે રાણીનો બેડરૂમ, ગ્રાન્ડ ડાઇનિંગ હૉલ, મ્યુઝિક હૉલ, બેઠક હૉલ અને બાદશાહનો ખંડ આવેલો છે.

બીજા માળે પ્રવેશતા જ મહેમાનો માટેનો બેઠકખંડ આવે છે.

ચોતરફ તૈલી ચિત્રોની સજાવટ છે, જે હુસેન તાહિર ઝાદી બહજાદીએ તૈયાર કર્યા છે.

આ ચિત્રોમાં શાહનામા ફિરદોસીની કહાણીઓ રજૂ કરાઈ છે.

શાહનામા એક મોટી કવિતા છે જે ઇસ્લામના પ્રવેશ પહેલાની કહાણી રજૂ કરે છે.

કુલા 62 કહાણીઓ ધરાવતી આ કવિતા 990 અધ્યાયોમાં રજૂ કરવામાં આવી છે.

અહીં ખાસ અવસરો માટે એક હૉલ છે, જ્યાં સરકારી મુલાકાતો થતી અને રાજદૂત પોતાના દસ્તાવેજ બાદશાહ મોહમ્મદ રઝા શાહ પહલવી સમક્ષ રજૂ કરતા હતા.

શાહી ડાઇનિંગ હૉલમાં દર વખતના જમવાનાં ટેબલો અલગઅલગ રખાયા છે.

દરેક ટેબલ પર લખ્યું છે કે રાજવી પરિવાર સવારનો નાસ્તો એક ટેબલ પર કરતો અને બપોરનું ભોજન બીજા ટેબલ પર લેતો. એ જ રીતે સાંજની ચા અને રાજના જમવાના ટેબલ પણ અલગલગ હતા.

રાણી ફરાહ દીબાનો શયનકક્ષ પણ અતિ ભવ્ય હતો.

એ કક્ષમાં ફ્રાંસમાં બનેલું વીજળીથી ચાલતું મસાજ મશીન પર રખાયું છે.

ઓરડાની તમામ વસ્તુઓ ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડથી આયાત કરાઈ હતી.

બાદશાહની ઑફિસની તમામ બારીઓના કાચ બુલેટપ્રૂફ હતા અને તેની છત પર સોનાની બારીક કારીગરી કરાઈ છે.

ટેબલ પર મોહમ્મદ રઝા શાહ ઘોડા પર સવાર હોય એવી એક મૂર્તિ પણ છે.

આ મૂર્તિ પર લખ્યું છે 'શાહ અને લોકોની ક્રાંતિ કોઈ દરિયો, પર્વત કે નદીનો કિનારો નથી.'

વ્હાઇટ પૅલેસ અને ગ્રાન્ડ ડાઇનિંગ હૉલમાં છેલ્લું ડિનર અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જિમી કાર્ટન અને જોર્ડનના બાદશાહ હુસેનના સન્માનમાં આપવામાં આવ્યું હતું.

અહીં જમણી તરફ કાચનો એક દરવાજો છે, જ્યાંથી શાહ-એ-ઈરાન અને રાણી દિબા હૉલમાં પ્રવેશતાં હતાં.

હૉલમાં ચીની માટીથી બનેલી બે ફૂલદાની છે, જેનાં પર સોનાનું પાણી ચડાવાયું છે.

ગ્રાન્ડ વેઇટિંગ હૉલના કાચ પણ બુલેટપ્રૂફ છે અને દિવાલો પર કપડું ચડેલું છે.

આ હૉલમાં મોહમ્મદ રઝા શાહ, ફરાહ દિબા અને તેમના ઉત્તરાધિકારીની કાંસાની મૂર્તિ છે, જેનાં પર લખ્યું છે 'શાહરુખ શાહ બાઝીએ સ્કલ્પચરમાં ગ્રૅજ્યુએશન કર્યું છે.'

આ ઉપરાંત અહીં મોહમ્મદ રઝા શાહ અને રાણી ફરાહ દિબાની કાંસાની મૂર્તિઓ પણ છે, જે 1976માં બનાવાઈ હતી.

બાદશાહના રૂમની ખાસ વાત એ છે કે તેની પથારી જૉઝફિનની પથારી જેવી હતી.

જૉઝફિન નેપોલિયનનાં પત્ની હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો