You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ નાનકડા દેશમાં લોહીને કારણે દરિયા કિનારો બની ગયો લાલ
સ્કૉટલૅન્ડના ઉત્તરમાં 321 કિલોમીટર દૂર સ્થિત ફઅરો આઇલૅન્ડમાં થયેલા વહેલના શિકારની આ તસવીરો વિચલિત કરનારી છે.
પ્રાણીઓની રક્ષા કરતા જૂથ દ્વારા આ બનાવ અંગે નારાજગી વ્યક્ત કરાઈ છે.
તસવીરમાં જોવા મળે છે કે કેટલીય વહેલ માછલીઓ એક સમૂહમાં ખાડીમાં એકઠી થઈ હતી ત્યારે જ એમને મારી નખાઈ.
આ માછલીઓના મરવાના કારણે દરિયાનું પાણી લોહીથી લાલ થઈ ગયું હતું.
સરકારના મતે આ તસવીર આઇલૅન્ડના ઑફ વેગરની 30મી જુલાઈની છે.
જે વહેલ માછલીઓને મારવામાં આવી છે તેને પાયલટ વહેલના નામથી ઓળખવવામા આવે છે.
આ દ્વીપ સમૂહમાં લોકો દર વર્ષે ગરમીમાં શિકાર કરવા માટે આવે છે.
આ પ્રકારના શિકાર ફઅરો આઇલૅન્ડમાં સંપૂર્ણપણે કાયદેસર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીરોની ટ્વીટર પર ખૂબ જ નિંદા થઈ રહી છે.
બ્રિટનના એક પ્રેશર ગ્રૂપ બ્લૂ પ્લેનેટ સોસાયટીએ આ ઘટનાની આકરી નિંદા કરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પ્લેનેટ સોસાયટી દ્વારા અફરો આઇલૅન્ડને અરાજક દેશ ઘોષિત કરવામાં આવ્યો છે.
આ ગ્રૂપનુ કહેવું છે કે અફરો આઇલૅન્ડને 21મી સદીમાં સમાવવાની જરૂર છે.
આ ગ્રૂપે ટ્વીટ કરીને કહ્યું છે કે " તેમના મનમાં આદર અને સહાનુભૂતિ નામની ચીજ નથી. તેમના માટે આ મનોરંજન છે."
સરકારનું કહેવું છે કે આ તેમના જીવનનો હિસ્સો છે. અહીંની સરકારે સીએનએનને આપેલા નિવેદનમાં એ વાતનો ઇન્કાર કર્યો હતો કે વહેલને કોઈ અનુષ્ઠાન માટે મારવામાં આવી છે.
પાયલટ વહેલનું માંસ અને તેની ચરબી અફરો આઇલૅન્ડમાં રાષ્ટ્રીય ભોજન જેવું છે.
સરકારનુ કહેવું છે કે તેમના દેશમાં પાયલટ વહેલનું માંસ સરળતાથી મળી જાય છે.
આ દ્વીપમાં તરીને આવેલી સેંકડો વહેલ માછલીઓ દર વર્ષે મરી જાય છે.
આ ડેનમાર્કનો હિસ્સો છે અને તેને અલગ દેશ તરીકે સ્વાયતત્તા મળી છે તેથી અહીંયા ડેનમાર્કના નિયમો લાગુ નથી પડતા.
સરકારી આંકડા મુજબ આ દેશની વસતિ માત્ર 50 હજાર છે.
પાયલટ વહેલનો સમાવેશ લુપ્ત થતી પ્રજાતિમાં થતો નથી.
વર્ષ 2012ની સ્ટડી મુજબ ફઅરો આઇલૅન્ડમાં પાયલટ વહેલને મારવાથી તેના અસ્તિત્વ પર હાલમા કોઈ સંકટ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો