You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના ગરીબોના ફોટા પાડવા બદલ કેમ ઇટાલીના ફોટોગ્રાફરની ટીકા થઈ?
ભારતમાં ભૂખ વિશેની એક ઇટાલિયન ફોટોગ્રાફરની ફોટોશ્રેણીનો જોરદાર ઑનલાઇન વિરોધ થઈ રહ્યો છે.
આ ફોટોગ્રાફ્સને ઘણા લોકોએ શોષણ અને 'ગરીબીનું બિભત્સ' ચિત્રણ ગણાવ્યા છે.
અલેસ્સિઓ મામો નામના ફોટોગ્રાફરે 'બનાવટી ભોજન' સામે ગરીબ ભારતીયોને ઊભા રાખ્યા હતા.
તેમને આંખો પર હાથ રાખવા જણાવ્યું હતું અને તેમના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા.
ભારતનાં જે બે રાજ્યોમાં કુપોષણનો દર ઊંચો છે ત્યાં આ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
'ડ્રીમિંગ ફૂડ' નામની એક શ્રેણીના ભાગરૂપે 2011માં આ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા.
વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા પછી આ ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફોટોશ્રેણી સાથેની કૅપ્શનમાં મામોએ લખ્યું હતું, "પોતે જે ભોજન આરોગવા ઇચ્છતા હોય એ વિશે આંખો બંધ કરીને સપનું નિહાળવા મેં લોકોને જણાવ્યું હતું."
અલેસ્સિઓ મામોએ આ શ્રેણીને "ભારતમાં ભૂખના મુદ્દા વિશેનો કલ્પનાત્મક પ્રોજેક્ટ" ગણાવી હતી.
કોણે ફોટો શેર કર્યા?
આ ફોટોગ્રાફ્સ વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અલેસ્સિઓ મામાઓ પોસ્ટ કર્યા હતા.
તેમને વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશનના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રકાશનનો અધિકાર આપવામાં આવ્યો છે.
વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશન તેના ઇન્સ્ટાગ્રામ ફીડનું કામકાજ વિવિધ ફોટોગ્રાફરોને નિયમિત રીતે સોંપતું હોય છે.
અલેસ્સિઓ મામોએ જે ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા તેનું મૂલ્યાંકન વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશને કર્યું હતું કે નહીં એ સ્પષ્ટ થયું નથી.
બન્ને દોષી
સોશિઅલ મીડિયા પર લોકોએ ફોટોગ્રાફર તથા વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશન બન્નેને દોષી ઠરાવ્યાં હતાં.
વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશનનો પ્રતિભાવ
ફોટોગ્રાફ્સ સંબંધે ફાટી નીકળેલા રોષને ધ્યાનમાં લઈને વર્લ્ડ પ્રેસ ફોટો ફાઉન્ડેશને એક ઑનલાઈન નિવેદન પોસ્ટ કર્યું હતું.
એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "પોતાના ફોટોગ્રાફ્સની પસંદગીની જવાબદારી" આખરે તો ફોટોગ્રાફર્સની જ હોય છે. ફોટોગ્રાફર્સે એક નિયમાવલીને અનુસરવાની હોય છે.
બીબીસીએ અલેસ્સિઓ મામોનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ હજુ સુધી તેમણે પ્રતિભાવ આપ્યો નથી.
ભારતમાં ગરીબી તથા ભૂખ એક મોટી સમસ્યા છે અને વિશ્વમાં સૌથી વધુ કુપોષિત બાળકો ભારતમાં છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ હેઠળ આવરી લેવાયેલા 119 વિકાસશીલ દેશોમાં ગયા વર્ષે ભારતનું સ્થાન 100મું રહ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો